માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવ્યા અનુસાર કેન્દ્રીય વિદ્યાલય સંગઠન– દિલ્હી પ્રદેશ દ્વારા કોવિડ-19ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી


અમે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક કલ્યાણની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ - કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી

કેવિએસ (KVS) દિલ્હી ક્ષેત્ર સોમવારથી ધોરણ 6 થી 8ના ઓનલાઈન લાઈવ ક્લાસ શરુ કરવા માટે સજ્જ, ધોરણ 9 થી 12ના ક્લાસ અગાઉથી જ ચાલી રહ્યા છે

Posted On: 11 APR 2020 6:35PM by PIB Ahmedabad

સમગ્ર વિશ્વ એ કોવિડ-19 રોગચાળા સામે લડી રહ્યું છે અને લૉકડાઉનનો સમયગાળો એ તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પરીક્ષાની ઘડી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ દેશના તમામ શૈક્ષણિક સંસ્થાનોના વડાઓને સલાહ આપી છે કે તેઓ બાળકોના સમયનો ઉત્પાદક ઉપયોગ કરવાના હેતુથી અને શૈક્ષણિક સત્ર સાથે તાલમેલ જાળવી રાખવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે જણાવ્યું હતું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ દેશના વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણની ખાતરી કરવા માટે કટિબદ્ધ છે. એચઆરડી (HRD) મંત્રાલયના સૂચનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, પ્રાદેશિક કચેરી દિલ્હી રીજન દ્વારા એક પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત ફેસબુક અને યુટ્યુબ પર ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તમામ વિષયના ઓનલાઈન ક્લાસ શરુ કરવા માટે આઈડી (IDs) બનાવવામાં આવી રહ્યા છે.

એક તરફ જ્યારે ધોરણ 6 થી 8 માટેના ઓનલાઈન લાઈવ ક્લાસ સોમવારથી શરુ થવાના છે ત્યારે કેવીએસ (KVS) દિલ્હી પ્રદેશ દ્વારા પહેલેથી જ ફેસબુક અને યુટ્યુબ પર ધોરણ 9 થી 12ના ક્લાસ શરુ કરી દેવામાં આવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી બહોળો પ્રતિભાવ જોવા મળી રહ્યો છે કારણ કે ક્લાસ શરુ થયાના માત્ર બે દિવસમાં જ આશરે 90,000 વ્યુઝ અને 40,000 કમેન્ટ્સ આવી ચુક્યા હતા. દિલ્હી પ્રદેશના યુટ્યુબ ચેનલ ઉપર 13343 સબસ્ક્રાઈબર્સ થઇ ગયા છે. આ લાઈવ સંવાદાત્મક ક્લાસ શરુ કરવા માટે તમામ પ્રવાહના શિક્ષકોની એક ટીમ પસંદ કરવામાં આવી હતી. તમામ વિષયો માટે એક સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને તેમના વોટ્સએપ સ્કુલ ગ્રુપ અને યુટ્યુબના માધ્યમથી તે મોકલી આપવામાં આવ્યું હતું. કેવિએસ દિલ્હી રીજનના આચાર્યોને આ લાઇવ ક્લાસને લગતી ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેમણે આ સૂચનાઓને પછીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વહેંચી હતી. વિદ્યાર્થીઓ આ લેસન, ક્લાસ વિષયવાર જોઈ શકે તે માટે યુટ્યુબ પર એક પ્લે લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં શિક્ષકો પાવર પોઈન્ટ વિન્ડો, મુવી મેકર્સ અને સ્ક્રીન રેકોર્ડર વગેરે જેવા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરીને પાઠ તૈયાર કરી રહ્યા છે જેથી શૈક્ષણિક વીડિયો તૈયાર થઇ શકે. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને ઓડિયો નેરેશન અને તેને વીડિયો ફોર્મેટમાં પરિવર્તિત કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આ પાઠોને એક નિશ્ચિત કરેલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો ગૃહકાર્ય, એસાઈનમેન્ટ માટે પ્રશ્નો પણ પૂરા પાડી રહ્યા છે અને ગુગલ ફોર્મ, Kahoot.com (MCQ માટે), HOT Potatoes અને Quizzes.com વગેરે જેવી જુદી જુદી એપ્સ સોફટવેરનો ઉપયોગ કરીનેવિદ્યાર્થીઓને મોકલી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ પ્રકારના એસાઈનમેન્ટ પસંદ આવી રહ્યા છે કારણ કે તે રેગ્યુલર ગૃહકાર્ય કરતા થોડા જુદા છે અને તેમાં ઓછો સમય લાગે છે અને સરળ પણ છે.

પ્રાથમિક વર્ગોના નાના બાળકો માટે શિક્ષકોએ વીડિયો રેકોર્ડ કર્યા છે જેમને વોટ્સવપના માધ્યમથી મોકલવામાં આવશે અને યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સુવિધા પૂરી પાડી શકાય. વાલીઓના પ્રશ્નોને કમેન્ટ સેક્શનમાં અથવા વોટ્સ એપ ચેટના માધ્યમથી ઉકેલવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓને દરેક વિષયની અલગ નોટબુક રાખવા જણાવવામાં આવ્યું છે.

સોશ્યલ ડીસ્ટન્સિંગ અને આપણા ઘરોમાં અથવા હોસ્ટેલમાં એકાંતમાં રહેવાના ભાગ રૂપે MHRD/ NCERT/ CBSE દ્વારા કેટલાક ઓપન રિસોર્સની યાદી આપવામાં આવી છે જેવા કે સ્વયં (SWAYAM), દીક્ષા (DIKSHA), ઈ પાઠશાળા પોર્ટલ કેજેભારતમાં અને વિદેશમાં તેમની ઉપલબ્ધ લીંક વડે ચાલી રહેલ શ્રેષ્ઠ પ્રકારની કેટલીકICT પહેલોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષણની ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે ઉપયોગ કરી શકાય.

શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાના ભાગ રૂપે આપવામાં આવેલ એસાઈનમેન્ટની ઉપર સંલગ્ન વિષય શિક્ષક દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રત્યેક વિષય શિક્ષકે દરરોજ ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીઓને ફોન કરવાનો હોય છે જેથી તેઓ તેમના કાર્ય ઉપર નજર રાખી શકે.

એવી આશા રાખવામાં આવે છે કે શિક્ષણવિદોના સંયુક્ત પ્રયાસો અને પહેલો વિદ્યાર્થીઓને પોતાની ગતિએ શીખવાની અને પોતાનો નવીન શિક્ષણ માર્ગ તૈયાર કરવા માટે મદદ કરશે અને આરીતે તેઓ પોતાની ઘરની હદમાં જ સુરક્ષિત અને સ્વસ્થ રહીને પણ પોતાનાકાર્ય સાથે સંકળાયેલા રહી શકશે.

RP

*****



(Release ID: 1613758) Visitor Counter : 306