ગ્રામીણ વિકાસ મંત્રાલય

NRLM સ્વ-સહાય જૂથે દેશમાં કોરોનાવાયરસના પડકારને અનુરૂપ સ્થિતિ મુજબ ઉમદા કામગીરી બજાવી


સ્વ-સહાય જૂથની મહિલાઓએ પ્રચારની નવતર પદ્ધતિ અપનાવીને વર્તણુકમાં ફેરફારને સાધન બનાવી જાગૃતિ પેદા કરવામાં અને કોરોનાવાયરસના ચેપને નિયંત્રિત કરવા સહાય કરી

Posted On: 12 APR 2020 4:15PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારી ફાટી નીકળવાને કારણે દુનિયાભરમાં આરોગ્ય ક્ષેત્રે તાકીદની અભૂતપૂર્વ સ્થિતિ ઉભી થઈ છે. ભારતમાં મોટી સંખ્યામાં કેસની જરૂરિયાત મુજબ ટેસ્ટીંગ, ક્વૉરન્ટાઈન કે સારવાર કરવામાં આવી છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે કોરોનાવાયરસનાં લક્ષણો અને કારણો અંગે સમજ કેળવી તે મુજબ સ્વચ્છતા અને ફિઝિકલ ડિસ્ટન્સીંગ અપનાવવાની તાતી જરૂરિયાત છે. 

ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત દેશનાં આશરે 63 લાખ સ્વ-સહાય જૂથો (SHGs) ની અંદાજે 690 લાખ મહિલા સભ્યોએ દિનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (DAY-NRLM), હંમેશાં સમુદાયના સ્તરે ઉભી થતી આર્થિક અને સામાજિક જરૂરિયાતો પારખી કાયમ સમસ્યા હલ કરવામાં યોગદાન આપતી રહી છે. આ મહિલાઓ રોજગારીની પ્રવૃત્તિઓ, જાગૃતી પેદા કરીને જાણકારી પૂરી પાડીને, ચળવળની આગેવાની લઈને અને કુદરતી આપત્તી વખતે આ પ્રકારની ભિન્ન કામગીરી બજાવતી રહે છે. સ્વ-સહાય જૂથના સભ્યો શક્ય તે તમામ પ્રકારે યોગદાન આપીને સામુદાયિક યોદ્ધા તરીકે ઉપસી આવી છે. હાલમાં ચાલી રહેલી કટોકટી જેવી પરિસ્થિતિ વચ્ચે પણ સ્વ-સહાયજૂથના સભ્યો કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા પ્રયાસ કરી રહી છે. 

દેશભરના આ સ્વ-સહાય જૂથ નેટવર્કને આરોગ્ય મંત્રાલય મારફતે વિકસાવવામાં આવેલ દ્રશ્ય –શ્રાવ્ય (AV) આઈઈસી સામગ્રી અને માર્ગરેખાઓ મારફતે આ રોગનાં વિવિધ પાસાં અને ખાસ કરીને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવી છે. આ સામગ્રીને તમામ સ્ટેટ લાઈવલીહૂડ મિશન્સ (SRLMs)માં સરક્યુલેટ કરવામાં આવી છે. આ પ્રકારની સામગ્રીની સાથે સાથે રાજ્ય સરકારો તરફથી તૈયાર કરવામાં આવેલ સાહિત્યનો SRLMs ઉપયોગ કરે છે અને સમુદાયમાં સાચા સંદેશનો પ્રસાર થાય તેની ખાત્રી રાખે છે અને સમુદાયને જરૂરી સાવચેતીઓ માટે સમજ આપે છે. 

SRLM સ્ટાફ અને સાવ સહાય જૂથોના સભ્યો ટેલિફોન કૉલ, દિવાલ પર લખાણો, પત્રિકાઓ, ફ્લાયર્સ વગેરે મારફતે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ પેદા કરે છે સોશ્યલ મિડીયાનો પણ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. 

સ્વ-સહાય જૂથની સ્વયંસેવક બહેનો એ બાબતની ખાતરી રાખે છે કે લોકો બજારો, જાહેર વિતરણની દુકાનો વગેરે સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે. તામિલનાડુમાં જાહેર વિતરણની દરેક દુકાનને સ્વ-સહાય જૂથના બે સભ્યો પાળવવામાં આવ્યા છે. તે હાથમોજા, માસ્કસ, અને સેનેટાઈઝર્સ પૂરાં પાડે છે અને લોકોની હરોળ એક બીજા સાથે પૂરતુ અંતર જાળવે તેની ખાતરી રાખે છે.

વિવિધ એસએલઆરએમ જૂથો આ મુજબની કેટલીક મહત્વનિ પ્રવૃત્તિઓ થઈ રહી છે:
•    જ્યારથી કોરોનાવાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યારથી બિહારના જીવિકા સ્વ-સહાય જૂથે આગળ ધપીને જાગૃતી પેદા કરવામાં સહાયક બને અને મહામારી સામે સજજતા પેદા કરે તેવી આઈઈસી સામગ્રી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી જીવિકા પદ્ધતિ પૂર્વક 1.4 લાખ સ્વ-સહાય જૂથ મારફતે પરિવારોનો મહત્તમ સંખ્યામાં સંપર્ક કરી હેન્ડ વૉશ, સફાઈ, ક્વૉરન્ટાઈન, અને આઈસોલેશન તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા વિષયો અંગે જાગૃતિ પેદા કરવાનુ ચાલુ રાખ્યુ છે. જીવિકાએ આજ સુધીમાં સમુદાયના સભ્યોના એક લાખથી વધુ ટેલિફોન નંબર એકત્ર કર્યા છે. અને તેનો ઉપયોગ મોબાઈલ વાણી પ્લેટફોર્મ મારફતે કોરોનાવાયરસ અંગે વોઈસ મેસેજ ફેલાવવા માટે કરી રહી છે. આ ટેલિફોન મારફતે સમુદાયના મનમાં ઉઠતા સવાલોના જવાબો પણ આપી રહી છે. 
•    જાગરૂકતા માટે રંગોળીનો ઉપયોગ : ઉત્તરપ્રદેશના ‘પ્રેરણા’ સ્ટેટ લાઈવલીહૂડ મિશન્સની સ્વ-સહાય જૂથની બહેનોએ પોતાની રચનાત્મક શક્તિનો રંગોળી તૈયાર કરે છે અને રેખાઓ તથા વર્તુળ દર્શાવીને સામાજિક અંતર જાળવવા માટે પ્રેરી રહી છે. આ મહિલાઓ પોતાના સમુદાયમાં કોરોનાવાયરસને પ્રસરતો રોકવા માટે મહત્વના સંદેશા આપવા માટે ભીંત ચિત્રો પણ તૈયાર કરી રહી છે. 
•    દીદી હેલ્પલાઈન : ઝારખંડના સ્ટેટ લાઈવલીહૂડ મિશન્સનુ જૂથે સ્થલાંતર કરતા મજૂરોને વિવિધ માહિતી પૂરી પાડવા એક ટેલિફોનિક હેલ્પલાઈન તૈયાર કરીછે, જે તેમને 24 કલાક સહાય કરે છે. અને રાજયના વહિવટી તંત્રએ આપેલી સગવડો અંગે માહિતી આપે છે. બીજી તરફ તે રાજ્યના અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારોને ઝારખંડમાં પરત લાવવા માટે તંત્રને પણ વિગતો પૂરી પાડે છે. 
•    ફેક ન્યૂઝની સામે સાચી માહિતી આપવી : કેરાલાના કુદુમ્બશ્રી ખાતેની મહિલાઓએ વ્યાપક પ્રમાણમાં ફેલાતા અને ગભરાટ પેલાવતા ફેક ન્યૂઝનુ જાળુ તોડવામાં સહાયક બની રહી છે. તેમના વ્હોટસ એપ્પ ગ્રુપની 1,16,396 મહિલાઓ સભ્ય છે. કુદુમ્બશ્રી સમુદાયને માત્ર સાચા સમાચારો આપવાનો પ્રયાસ કરતુ રહે છે. આવા જૂથોનો ઉપયોગ ખાસ કરીને તાત્કાલિક અધિકૃત માહિતી પૂરી પાડવા માટે તથા રોગચાળા અંગે અપડેટ પૂરા પાડવા માટે તેમજ સાવચેતી સૂચક પગલાં અંગે જાણ કરવા કરવામાં આવે છે. 

સમાજમાં અને પોતાના સમુદાયોમાં સામાજિક જવાબદારી દાખવીને સ્વચ્છતા અંગે જાગૃતીમાં પ્રદાન કરતી આ સ્વ સહાય જૂથની મહિલાઓ સર્વોચ્ચ સમર્પણ ભાવના સાથે પૂરા દેશમાં શ્રદ્ધાપૂર્વક કોરોના વાયરસ સામેની લડાઈને વેગ આપી રહી છે. જો કે દેશભરમાં સમાન પ્રકારની જવાબદાર કામગીરીઓ થઈ રહી હોવા છતા હાંસીયામાં ધકેલાઈ ગયેલી તથા દયનીય જીવન જીવતી આ મહિલાઓ કોરોનાવાયરસ સામેની લડતમાં નોંધપાત્ર ભૂમિકા ભજવીને પ્રદાન કરી રહી છે અને સાથે સાથે સામાજિક તથા આર્થિક સશક્તીકરણ પણ કરી રહી છે. 

GP/RP



(Release ID: 1613681) Visitor Counter : 285