સંરક્ષણ મંત્રાલય

બીઆરઓ– BRO દ્વારા ચાર મહિના બાદ વ્યુહાત્મક શ્રીનગર – લેહ હાઈવે ખોલવામાં આવ્યો

Posted On: 12 APR 2020 11:01AM by PIB Ahmedabad

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા શનિવારના રોજ વ્યુહાત્મક શ્રીનગર – લેહ હાઈવે કે જે લદ્દાખને અન્ય વિશ્વ સાથે જોડે છે તેને ખોલવામાં આવ્યો. આશરે 18 ઓઈલ ટેન્કર્સ અને અન્ય જરૂરી સામગ્રીઓને અત્યારના પ્રારંભિક તબક્કામાં ઝોજીલા પાસ તરફથી લેહ/લદ્દાખ તરફ પસાર થવાની અનુમતી આપવામાં આવી છે. ઝોજીલા પાસમાં થયેલ તાજી હિમ વર્ષા છતાં પણ આ કાર્યને સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

425 કિલોમીટરનો આ રસ્તો ઝોજીલા પાસ ખાતે ભારે હિમવર્ષાને કારણે ગયા વર્ષે ડિસેમ્બરથી બંધ હતો. લદ્દાખના ડિવીઝનલ કમિશનર પાસેથી આપવામાં આવેલ દિશાનિર્દેશો અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં જરૂરી સામગ્રીઓનો જથ્થો એકત્રિત કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી. આ વાતને ધ્યાનમાં રાખતા પ્રોજેક્ટ બીકોન અને પ્રોજેક્ટ વિજયકની ટીમે 11,500 ફૂટની ઊંચાઈએ ઝોજીલા પાસે નજીકથી તાજા હિમ પ્રપાતને સાફ કર્યો હતો અને રસ્તાને આવવા જવા માટે અનુકુળ બનાવ્યો હતો.

આ વર્ષનો હિમ પ્રપાત વડે છેલ્લા છ દાયકાનો રેકોર્ડ તૂટી ગયો હતો. બરફ ખસેડવાની કામગીરી ગગનગીરથી ઝીરો પોઈન્ટ સુધી BROના પ્રોજેક્ટ બીકન દ્વારા અને આ જ કામગીરી દ્રાસથી લઈને ઝીરો પોઈન્ટ તરફ પ્રોજેક્ટ વિજયક દ્વારા હાથ ધરવામાં આવી હતી.

GP/RP



(Release ID: 1613656) Visitor Counter : 105