કાયદો અને ન્યાય મંત્રાલય

લૉકડાઉન મધ્યે ઈન્કમટેકસ એપેલેટ ટ્રિબ્યુનલે પ્રસિદ્ધ ઉપદેશક શ્રી શ્રી રવિશંકર સાથે કોરોનાવાયરસ અંગે પરામર્શ બેઠક યોજી


શ્રી શ્રીએ જણાવ્યું કે “દુનિયાએ ઘણી મહામારી જોઇ છે અને માનવજાત તેને પાર કરી ચૂકી છે”

Posted On: 11 APR 2020 3:30PM by PIB Ahmedabad

સમગ્ર દુનિયા જ્યારે અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને હવે પછીનો સમય કેવો હશે તેનો ભય માનવજાતને સતત સતાવી રહ્યો છે ત્યારે ઈન્કમટેક્સ એપેલીટ ટ્રિબ્યુનલે (આઈટીએટી) સ્થિતિને આસાન બનાવવાના ઉદ્દેશથી ગઈ કાલે એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવ્યાપી સેમિનારનું આયોજન કર્યું હતું. જેનો ઉદ્દેશ તમામ સહયોગીઓ, તેમના પરિવારો, મિત્રો અને વ્યાપકપણે સમાજમાં શારીરિક લાગણીજન્ય અને માનસિક અજંપો ઓછો કરવાનો હતો તથા દેશભરમાં આ દ્વારા આધ્યાત્મિક માર્ગ ઈચ્છતા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને ઉપદેશક શ્રી શ્રી રવિશંકરજીએ આ સમારંભમાં હાજર રહીને પોતાની ફરજ બજાવવાની સાથે-સાથે ઓફિસ, પરિવાર અને સમાજ પ્રત્યેની ફરજો કઈ રીતે હલ કરવી ” તે અંગે પ્રવચન આપ્યું હતું. જસ્ટીસ પી. પી. ભટ્ટ પ્રેસિડેન્ટ-ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ આ સમારંભના પ્રમુખ સ્થાને હતા. આ સમારંભમાં ટ્રિબ્યુનલના તમામ વાઈસ પ્રેસિડેન્ટ, સભ્યો તથા રજીસ્ટ્રીનો સ્ટાફ તેમના પરિવારના સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ સમારંભનો લાભ સમાજના બહોળા વર્ગને મળે તે માટે જસ્ટીસ ભટ્ટે ઈન્કમ ટેક્સ બાર એસોસિએશનના સભ્યો, ઈન્કમટેક્સ વિભાગના સભ્યો તથા અન્ય લોકોને દેશભરમાં આમંત્રણ આપ્યું હતું. આ સમારંભમાં જે અન્ય મહાનુભવો સામેલ થયા હતા તેમાં વિવિધ હાઈકોર્ટના હાલના તથા નિવૃત્ત ન્યાયાધિશો, કેન્દ્ર સરકારના કાયદા સચિવ અને સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જસ્ટીસ પી. પી. ભટ્ટે પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુરૂજીનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. તે પોતાની જીવન, વિઝન, સખાવત અને આધ્યાત્મિકતાના કારણે જાણીતા છે. તેમની આધ્યાત્મિકતા દેશમાં અને વિદેશમાં કરોડો લોકોને સ્પર્શી ગઈ છે. જસ્ટીસ ભટ્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુરૂજીનું આદ્યાત્મિક અને પ્રેરણાત્મક માર્ગદર્શન હાલની મહામારીના કપરા સમયમાં માર્ગદર્શક પૂરવાર થશે. જસ્ટીસ ભટ્ટે એવી પણ નોંધ લીધી હતી કે તેમણે તેમના આધ્યાત્મિક અને માનવતાવાદી કામને કારણે ગુરૂજીને ભારત સરકાર પદ્મ વિભૂષણનો ખિતાબ આપ્યો છે. હાજર રહેલા મહાનુભવોનું સ્વાગત કરતાં તેમણે તમામ વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રિબ્યુનલના સભ્યો અને બાર એસોસિએશન અને તેમના પરિવારના સભ્યોને આશિર્વાદ આપવા તથા સંદેશ આપવા અનુરોધ કર્યો હતો.

પોતાના પ્રવચનમાં ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકરજીએ હતાશામાં ડૂબી જવાના બદલે લોકોને આ આફતના ઉજળા પાસા તરફ જોવા અનુરોધ કર્યો હતો અને લૉકડાઉનને કારણે થનારા આડકતરા લાભ દર્શાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ મહામારીને કારણે વિવિધ સરહદો, સંસ્કૃતિઓ અને વ્યક્તિત્વને ભૂલીને આપણામાં માનવજાત અંગે ઐક્ય પેદા થયું છે. તેમણે જણાવ્યું હતું કે આપણામાં એક બીજાને મદદ કરવાની ભાવના પેદા થઈ છે અને માનવજાતના નાજુક પાસાંઓ અંગે ચિંતન શરૂ થયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ મહામારીને કારણે લોકોનું ધ્યાન જીવનની વિવિધ બાબતોમાંથી જીવનના ઝીણવટભર્યા પાસાં તરફ વળ્યુ છે અને માણસ પોતાની જાતમાં દૃષ્ટિ નાંખવા અને આપણે શું છીએ તેમજ જીવનની પેટર્ન શું છે તે અંગે વિચારતો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી ઊર્જાના સ્રોતોને સંકલિત કરીને જાગૃતિ, ઊંઘ, સપનાં સિવાયની માનસની ચોથી અવસ્થા મેડિટેશન (ચિંતન) ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અશાંત પરિસ્થિતિ આપણને શારીરિક અને માનસિક અસમતુલા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રમાણમાં આહાર, ઊંઘ, શ્વાસોશ્વાસ તથા ઉપયોગી નિવડે છે.

આ પ્રવચન પછી સવાલ-જવાબ યોજવામાં આવ્યા હતા. જસ્ટીસ ભટ્ટે ગુરૂજીને વિનંતી કરી હતી કે તબીબી, પેરામેડિકલ અને પોલિસ દળના લોકોને કોરોનાવાયરસ મહામારી સામે લડત આપવામાં બળ અને આત્મવિશ્વાસ કેવી રીતે પેદા થાય. આ સવાલના જવાબમાં ગુરૂજીએ મહામારી સામે લડત આપી રહેલા લોકોને વર્તમાન પરિસ્થિતિમાં પોતાના કામના દબાણ અને વ્યક્તિગત જરૂરિયાતો વચ્ચે સમતુલા જાળવવા, હતાશા અને ચિંતામાં નહીં સરકી જવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે યોગ અમે ધ્યાનથી ખૂબ જ રાહત થશે. તેમણે કહ્યું કે ધ્યાન પણ દવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે બેંગ્લોરના નીમહાસ દ્વારા પૂરવાર થયેલી આ હકિકત છે.

કેન્દ્ર સરકારના કાયદા સચિવ શ્રી અનુપ કુમાર મેંદીરત્તાએ હાલના જીવન અને કારકીર્દિની અનિશ્ચિતતાના સમય અંગે કરેલા એક સવાલના જવાબમાં ગુરૂજીએ જણાવ્યું હતું કે આ દુનિયાએ આ અગાઉ પણ ઘણી મહામારીઓ જોઈ છે અને માનવજાત તેમાંથી સફળતાપૂર્વક બહાર આવી છે. તેમણે આશા જીવંત રાખવા અને આપણી આસપાસનાં લોકોને સહાય કરવા અનુરોધ કર્યો હતો.

ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ જગતાપે રોજબરોજની પ્રવૃત્તિઓમાં આંતરિક શાંતિ અને સંવાદિતા પ્રાપ્ત કરવા અંગેના એક સવાલના જવાબમાં ગુરૂજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આશરે 6 થી 8 કલાકની યોગ્ય ઊંઘ અને 15 મિનીટ યોગ કરવાથી માનવ શરીરની સાત પદ્ધતિઓને ઊર્જા મળે છે.

ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી એન. વી. વાસુદેવને માનસિક સમતુલા જાળવવાના તથા ભૌતિક આકર્ષણોથી અલગ રહેવા અંગે કરેલા એક સવાલના જવાબમાં ગુરૂજીએ જણાવ્યું હતું કે આપણાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય અંગેની અશાશ્વત બાબતો અંગે ધ્યાન આપવાના બદલે તેમણે યાદ અપાવ્યું હતું કે આ દુનિયામાં આપણું રોકાણ મર્યાદિત સમય માટે છે તેમણે દરેકને આશાવાદી રહેવા તથા મગજની સમતુલા જાળવવા જણાવ્યું હતું.

ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડેન્ટ કુ. સુષ્મા ચોવલાએ આપણાં અસ્તિત્વ અંગે, સંઘર્ષની અસર તથા આંતરિક શાંતિ ટકાવી રાખવા માટે શું કરવુ જોઈએ તેવા સવાલના જવાબમાં ગુરૂજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણે કોઈપણ પરિસ્થિતિને આપણી અમર્યાદ ઊર્જા કરતાં મોટી સમજવી જોઈએ નહીં. વિવિધ ખામીઓ છતાં દુનિયા અનંતકાળથી ખૂબ જ સરળ રીતે ચાલે છે અને ચાલતી રહેશે. આંતરિક શાંતિની ચાવી એ છે કે આપણે સમજવું જોઈએ જે દરેક બાબત આપણી ઈચ્છા મુજબ બનતી નથી તે આવતી કાલે આપણને ગમતી પરિસ્થિતિમાં રૂપાંતર પામે છે. તેમણે એવું સૂચન કર્યું હતું કે ધ્યાનથી માનસની શુદ્ધિ થાય છે અને માનસિક આરોગ્ય જળવાય છે.

ટેક્સ પ્રેક્ટીશનર તુષાર હેમાણીએ આધ્યાત્મિકતા અને આપણાં કામની પરિસ્થિતિનો સમન્વય કેવી રીતે કરવો તેવા એક સવાલના જવાબમાં ગુરૂજીએ જણાવ્યું હતું કે ધ્યાન માટે અને જીવનના આદ્યાત્મિક પાસા અંગે ચિંતન કરવા માટે થોડોક સમય કાઢવો જરૂરી છે. આપણને જો આપણાં દાંત સાફ કરવાનો કે દરરોજ સવારે નહાવા માટે તથા રોજ બરોજની કામગીરી માટે સમય મળતો હોય છે તો આપણી આંતરિક ઊર્જાને ધારદાર બનાવવા માટે અને માનવ જાતની સેવા માટે, ભરપૂર આદ્યાત્મિકતા સાથે જીવન જીવવું જરૂરી બને છે.

છેલ્લે, ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ કુમારે સવાલ કર્યો હતો કે શું જન્મ અને જીવનનો કોઈ ઉદ્દેશ હોય છે, અને જો હોય તો તેનું અનુસરણ કઈ રીતે કરવું ? આ સવાલના જવાબમાં ગુરૂજીએ જણાવ્યું હતું કે આ બાબતે અન્ય કોઈને પૂછપરછ કરવાનો કોઈ અર્થ નથી. વ્યક્તિએ જાતે જ વારંવાર ચિંતન કરીને નિષ્કર્ષ ઉપર પહોંચવું જોઈએ. પોતાની જાતને જ આ સવાલ પૂછીને પોતાના ધ્યેયને સાકાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે જીવનનો ઉદ્દેશ પોતાની પ્રત્યે કે અન્ય વ્યક્તિ માટે કંજૂસ બનવાનો કે પોતાની આવકનો માત્ર ભૌતિક સુખ માટે પણ વાપરવાનો ઉદ્દેશ હોવો જોઈએ નહીં.

શ્રોતાઓની સામેલગિરી તેમણે પૂછેલા વિવિધ સવાલ અને વિવિધ પ્રકારે માંગેલા માર્ગદર્શનમાં પ્રતિબિંબીત થતી હતી. આ ઉપરાંત માનવજાતના ઉત્કર્ષ માટે અને ખાસ કરીને ભારતીયો પ્રત્યે પોતાની ફરજો કઈ રીતે નિભાવવી તે અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. આંતરિક શાંતિ કેવી રીતે જાળવવી અને દિવ્ય આત્માને કેવી રીતે પ્રસન્ન રાખવો તથા આંતરિક શાંતિ અને આદ્યાત્મિકતા વચ્ચે સમન્વય કરીને રોજબરોજના જીવનમાં સમતુલા કઈ રીતે જાળવવી તે અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા.

ત્યાર બાદ 20 મિનિટ સુધી મેડિટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતાના માનસમાં ચાલતા વિચારો અને ભૌતિક જગતથી અલગ થઈ સંપૂર્ણ માનસિક સભાનતામાં પ્રવેશવા દરેકે પ્રયાસ કર્યો હતો. જ્યારે બધાએ આંખો ખોલી ત્યારે તમામ નકારાત્મક વિચારો દૂર થયા હતા અને ગુરૂજીના અવાજથી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

બેઠકના અંતે ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના દિલ્હી ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી જી. એસ. પન્નુએ પોતાનો મૂલ્યવાન સમય ફાળવવા બદલ અને મેડિટેશનનો અનુભવ કરાવવા બદલ ગુરૂજીનો આભાર માન્યો હતો. ધ્યાન સેશનના પોતાના અનુભવ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે શરીર અને માનસના સમન્વયને કારણે જે ભાવના પેદા થાય છે તે આપણને સંપૂર્ણ સમન્વય તરફ દોરી જાય છે. તેમણે શ્રોતાઓને વિનંતી કરી હતી કે ગુરૂજીના અર્થપૂર્ણ અને હેતુપૂર્ણ જીવન સંદેશને સમજે. શ્રી પન્નુએ સંપૂર્ણ સંગત તરફથી પોતાની શ્રદ્ધા જીવંત બનાવવા માટેના ઉમદા માર્ગદર્શન તથા સર્વ શક્તિમાન પ્રભુ તરફની તથા પોતાના માટેની શ્રદ્ધા દ્રઢ બનાવવા બદલ આભાર માન્યો હતો.

RP

*******



(Release ID: 1613503) Visitor Counter : 214