સંરક્ષણ મંત્રાલય
કોવિડ-19 સામેની લડતમાં ઉપયોગી સુરક્ષાત્મક વસ્ત્રો ઉત્તરપ્રદેશ અને તામિલનાડુનાં ઓએફબી એકમોમાં બનાવવા માટે ફેબ્રિકનું પરીક્ષણ કરવા એનએબીએલ દ્વારા મંજૂરી અપાઈ
Posted On:
11 APR 2020 5:13PM by PIB Ahmedabad
એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) દ્વારા ઉત્તર પ્રદેશમાં કાનપુર સ્થિત સ્મોલ આર્મ્સ ફેક્ટરી (એસએએફ) તેમજ તામિલનાડુમાં અવાડી સ્થિત હેવી વ્હીકલ ફેક્ટરી (એચવીએફ) નામનાં ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી)નાં બે એકમોને ટેસ્ટ ફોર બ્લડ પેનિટ્રેશન રેઝિસ્ટન્સ હાથ ધરવા માટે આજે મંજૂરી અપાઈ છે, કેમ કે આ એકમો દ્વારા બનાવવામાં આવતાં પરીક્ષણનાં સાધનો એએસટીએમ એફ 1670:2003 અને આઈએસઓ 16603:2004નાં ધોરણો મુજબનાં છે. આ સાધનો અનેક ઓર્ડનન્સ ફેક્ટરીઓએ એક પખવાડિયાના વિક્રમી ટૂંકા સમયગાળામાં સ્પર્ધાત્મક અભિયાન તરીકે વિકસાવ્યાં હતાં.
પરીક્ષણનો મૂળ હેતુ સુરક્ષાત્મક વસ્ત્રો બનાવવામાં કાચા માલ તરીકે ફેબ્રિકનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયગાળામાં વિવિધ દબાણ સપાટીઓએ સિન્થેટિક બ્લડની અસર તપાસવાનો છે. કોરોનાવાયરસ (કોવિડ-19)ગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને તાત્કાલિક તબીબી સુવિધા આપનારાઓ માટે આવશ્યક સુરક્ષાત્મક વસ્ત્રો મોટા પાયે બનાવવા માટે ઉત્પાદકોને મદદરૂપ થવા આ પરીક્ષણ આવશ્યક છે.
અત્યાર સુધી આ પરીક્ષણ સમગ્ર દેશમાં ફક્ત ફક્ત કોઈમ્બતૂર સ્થિત સાઉથ ઈન્ડિયા ટેક્સ્ટાઈલ રિસર્ચ એસોસિએશન (સિટ્રા)માં જ ઉપલબ્ધ હતું અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને લોજિસ્ટિક્સ સેવાઓના અભાવના હાલના સમયે સુરક્ષાત્મક વસ્ત્રોના ઉત્પાદકો માટે ફેબ્રિક્સનું પરીક્ષણ જટિલ અવરોધ તરીકે સામે આવ્યું હતું.
પરીક્ષણ માટે આજે વધુ બે એકમોને અપાયેલી મંજૂરી તેમજ દક્ષિણ ભારતમાં પરીક્ષણની વધુ એક સવલત ઊભી કરાઈ છે તેમજ ઉત્તર ભારતમાં પહેલીવાર આવી સવલત ઊભી કરાઈ છે.
આનાથી ઓએફબી ઉત્તરપ્રદેશની ચાર અને તામિલનાડુની એક વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં સુરક્ષાત્મક વસ્ત્રોનું ઉત્પાદન વધારી શકશે, એટલું જ નહીં, પરંતુ સુરક્ષાત્મક વસ્ત્રોના ઉત્પાદનમાં કાર્યરત અન્ય એજન્સીઓને પણ અત્યંત મહત્ત્વની એવી પરીક્ષણની સવલત પ્રાપ્ત થશે.
RP
*****
(Release ID: 1613458)
Visitor Counter : 172