કૃષિ મંત્રાલય

રેલવેએ લોકડાઉન શરૂ થયા પછી અત્યાર સુધી ફળફળાદિ, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો તથા બિયારણો સહિત ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા 67 રુટો (134 ટ્રેનો)ની ઓળખ કરી


કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે બાગાયતી ખાતાના મિશન ડાયરેક્ટર્સ તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંબંધિત સચિવોને આ સ્પેશ્યલ ટ્રેનોનો લાભ લેવા તેમના તમામ સંસાધનોને કામે લગાવવા જણાવ્યું

Posted On: 11 APR 2020 5:44PM by PIB Ahmedabad

લોકડાઉનની શરૂઆત થયા પછી અત્યાર સુધી ફળફળાદિ, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો તથા કૃષિ ઉદ્દેશ માટે બિયારણો સહિત વિવિધ ચીજવસ્તુઓ માટે ભારતીય રેલવેએ પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો માટે 67 રુટ (134 ટ્રેનો)ની ઓળખ કરવામાં આવી છે.

10 એપ્રિલ સુધી 62 રુટને અધિસૂચિત કરવામાં આવ્યાં હતાં અને 171 ટાઇમ ટેબલ ટ્રેનો આ રુટ પર દોડી રહી છે.

પાર્સલ સ્પેશ્યલ દેશના તમામ મુખ્ય શહેરોને જોડે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગાલુરુ સામેલ છે. ઉપરાંત દેશનાં ઉત્તરપૂર્વ વિસ્તારમાં પુરવઠો સુનિશ્ચિત કરવા ગૌહાટી સાથે ઉચિત જોડાણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ટ્રેનો દ્વારા જોડાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ શહેરોમાં ભોપાલ, અલ્હાબાદ, દેહરાદૂન, વારાણસી, અમદાવાદ, વડોદરા, રાંચી, ગોરખપુર, થિરુવનંતપુરમ, સાલેમ, વારંગલ, વિજયવાડા, વિશાખાપટનમ, રાઉરકેલા, બિલાસપુર, ભુસાવળ, ટાટાનગર, જયપુર, ઝાંસી, આગ્રા, નાસિક, નાગપુર, અકોલા, જલગાંવ, સુરત, પૂણે, રાયપુર, પટણા, આસાનસોલ, કાનપુર, જયપુર, બિકાનેર, અજમેર, ગ્વાલિયર, મથુરા, નેલ્લોર, જબલપુર વગેરે સામેલ છે.

જે રુટો પર માગ ઓછી છે એ રુટો પર પણ ટ્રેનો દોડી રહી છે, જેથી દેશનો કોઈ ભાગ જોડાણસુવિધાથી વંચિત ન રહે. ટ્રેનોનો તમામ વ્યવહારિક સ્થળો પર સ્ટોપ આપવામાં આવ્યું છે, જેથી પાર્સલનું મહત્તમ શક્ય ક્લીઅરન્સ થઈ શકે.

ફળફળાદિ, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો તથા કૃષિ ઉદ્દેશ માટે બિયારણો સહિત ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓનાં પરિવહન માટે વિશેષ ટ્રેનોની ઉપલબ્ધતાના સંબંધમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો અને બાગાયતી વિભાગનાં મિશન ડાયરેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં દેશભરનાં 76 અધિકારીઓ સામેલ થયા હતા તથા એમને અધિક સચિવ, ડીએસીએન્ડએફડબલ્યુ, અધિક સભ્ય (વાણિજ્ય) રેલવે બોર્ડ, રેલવે બોર્ડનાં ઇડી અને કોન્કોર, એસએફએસી, એનએચબી અને વિભાગનાં મોટા ભાગનાં વરિષ્ઠ અધિકારીઓએ સંબોધન કર્યું હતું.

સ્ટેટ મિશનનાં તમામ ડાયરેક્ટર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંબંધિત સચિવોને રેલવે દ્વારા સંચાલિત આ ટ્રેનોનો લાભ લેવા તેમના તમામ સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.

અધિક સભ્ય (વાણિજ્ય) રેલવે બોર્ડે ઓફર કરી છે કે, જો તેમને રાજ્યો પાસેથી નવા રુટો કે સ્ટોપેજ સાથે સંબંધિત કોઈ પણ માગ મળશે, તો તેઓ તાત્કાલિક જરૂરી પગલાં લેશે.

વિવિધ ઝોનનાં તમામ પીઆર સીસીએમ/ચીફ કમર્શિયલ મેનેજર્સની યાદી, બુકિંગની પ્રક્રિયા, આ સ્પેશ્યલ ટ્રેનોનું સમયપત્રક અને ફ્રેઇટ કેલ્ક્યુલેટર વહેંચવા અને બહોળી પ્રસિદ્ધ માટે તમામ અધિકારીઓ સાથે પણ વહેંચવામાં આવ્યું છે.

પાર્સલ સ્પેશ્યલ ટ્રેનોની વિગત મેળવવા માટેની લિન્ક ભારતીય રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે:

indianrailways.gov.in

પાર્સલ સ્પેશ્યલ ટ્રેનોની માહિતી લિન્ક પરથી મેળવી શકાશે:

https://enquiry.indianrail.gov.in/mntes/q?opt=TrainRunning&subOpt=splTrnDtl

RP



(Release ID: 1613447) Visitor Counter : 213