કૃષિ મંત્રાલય

લૉકડાઉનના કારણે પ્રતિબંધો વચ્ચે પણ ઉનાળું પાકનું વાવેતર વિના અવરોધે થઇ રહ્યું છે


ઉનાળુ પાકના વાવેતરના વિસ્તારમાં 11.64% જેટલો નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો, 8.77% વધુ વિસ્તારમાં ડાંગરની વાવણી થઇ

Posted On: 11 APR 2020 5:37PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારીના ઉપદ્રવ કારણે ઉભી થયેલી સમસ્યાઓ અને કોવિડ-1 સામે લડવા માટે લાગુ કરવામાં 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ઉનાળુ પાકના વાવેતરમાં સંતોષકારક પ્રગતી જોવા મળી રહી છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા 10 એપ્રિલ 2020 સુધીના એકત્રીત કરવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળે છે કે, ઉનાળુ પાક અંતર્ગત (ડાંગર, કઠોળ, જાડુ ધાન્ય અને તેલીબિયા સહિત) કુલ વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગત વર્ષની તુલનાએ આ વર્ષે 11.64% વિસ્તારમાં વધુ વાવેતર થયું છે જે ગત મહિને 25 માર્ચ 2020થી અમલમાં લૉકડાઉન અને સામાજિક અંતરના પગલાં વચ્ચે પણ નોંધનીય પ્રગતી બતાવે છે. વર્ષ 2018-19માં કુલ 37.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તેની સામે આ વર્ષ 2019-20માં ઉનાળુ પાકનું વાવેતર 48.76 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. ગત વર્ષે આ સપ્તાહમાં જ સામાન્ય વાવેતર વિસ્તાર 10 એપ્રિલના રોજ 41.81 લાખ હેક્ટર નોંધાયો હતો.

ઉનાળુ પાકમાં થયેલી આ વૃદ્ધિમાં સૌથી વધારે ડાંગરના વાવેતરમાં વધારો થયો છે જે ગત વર્ષની તુલનાએ 8.77% વધુ વિસ્તારામાં વાવેતર થયું છે. અન્ય પાકોમાં થયેલી વૃદ્ધિનો આંકડો 1%થી ઓછો છે જ્યારે રાગી ધાન્યનું વાવેતર ગત વર્ષની તુલનાએ સહેજ એટલે કે 0.06% ઘટ્યું છે. ગત વર્ષે આ સમયગાળામાં 23.81 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું જેની તુલનાએ આ વર્ષે સમાન સમયગાળામાં 32.58 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ (11.25 લાખ હેક્ટર), તેલંગાણા (7.45 લાખ હેક્ટર), ઓડિશા (3.13 લાખ હેક્ટર), આસામ (2.73 લાખ હેક્ટર), કર્ણાટક (1.64 લાખ હેક્ટર), છત્તીસગઢ (1.50 લાખ હેક્ટર), તામિલનાડુ (1.30 લાખ હેક્ટર), બિહાર (1.22 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (0.65 લાખ હેક્ટર), મધ્યપ્રદેશ (0.59 લાખ હેક્ટર), ગુજરાત (0.54 લાખ હેક્ટર) અને કેરળ (0.46 લાખ હેક્ટર) રાજ્યો છે.

જો કઠોળની વાત કરીએ તો, સમાન સમયગાળામાં ગત વર્ષે 3.01 લાખ હેક્ટરમાં વાવેતરની તુલનાએ આ વર્ષે 3.97 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આમાં મુખ્યત્વે તામિલનાડુ (1.46 લાખ હેક્ટર), ઉત્તરપ્રદેશ (0.73 લાખ હેક્ટર), પશ્ચિમ બંગાળ (0.59 લાખ હેક્ટર), ગુજરાત (0.51 લાખ હેક્ટર), છત્તીસગઢ (0.24 લાખ હેક્ટર), બિહાર (0.18 લાખ હેક્ટર), કર્ણાટક (0.08 લાખ હેક્ટર), પંજાબ (0.05 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (0.04 લાખ હેક્ટર), મધ્યપ્રદેશ (0.03 લાખ હેક્ટર), ઝારખંડ (0.03 લાખ હેક્ટર), તેલંગાણા (0.02 લાખ હેક્ટર) અને ઉત્તરાખંડ (0.01 લાખ હેક્ટર) રાજ્યો છે.

જાડા ધાન્યની વાત કરીએ તો, ગત વર્ષે સમાન સમયગાળામાં 4.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે 5.54 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ વાવેતરમાં મુખ્યત્વે ગુજરાત (2.27 લાખ હેક્ટર), પશ્ચિમ બંગાળ (1.21 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (0.63 લાખ હેક્ટર), બિહાર (0.41 લાખ હેક્ટર), કર્ણાટક (0.39 લાખ હેક્ટર), છત્તીસગઢ (0.29 લાખ હેક્ટર), તામિલનાડુ (0.26 લાખ હેક્ટર), મધ્યપ્રદેશ (0.08 લાખ હેક્ટર) અને ઝારખંડ (0.01 લાખ હેક્ટર) રાજ્યનો સમાવેશ થાય છે.

જો તેલીબિયાની વાત કરીએ તો, ગત વર્ષે સમાન સમયગાળામાં 5.97 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે 6.66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેલીબિયાનું વાવેતર કરનારા મુખ્ય રાજ્યો પશ્ચિમ બંગાળ (1.33 લાખ હેક્ટર), કર્ણાટક (1.30 લાખ હેક્ટર), ગુજરાત (1.09 લાખ હેક્ટર), ઓડિશા (0.62 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (0.58 લાખ હેક્ટર), તામિલનાડુ (0.53 લાખ હેક્ટર), આંધ્રપ્રદેશ (0.41 લાખ હેક્ટર), ઉત્તરપ્રદેશ (0.28 લાખ હેક્ટર), તેલંગાણા (0.21 લાખ હેક્ટર), છત્તીસગઢ (0.18 લાખ હેક્ટર), હરિયાણા (0.06 લાખ હેક્ટર), પંજાબ (0.04 લાખ હેક્ટર), બિહાર (0.03 લાખ હેક્ટર) અને મધ્યપ્રદેશ (0.02 લાખ હેક્ટર) છે.

GP/RP


(Release ID: 1613394) Visitor Counter : 222