રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિની ઈસ્ટર નિમિત્તે શુભેચ્છાઓ

Posted On: 11 APR 2020 5:13PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ આપેલ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે:

ઈસ્ટરના આ પાવન અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓ અને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

એવું માનવામાં આવે છે કે આજના જ  દિવસે ઇસુ ખ્રિસ્તનું ફરી અવતરણ થયું હતું કે જેને ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓ માટે અત્યંત પવિત્ર આ તહેવાર ઈસ્ટર એ લોકોને પ્રેમ, બલિદાન અને ક્ષમાનો માર્ગ અનુસરવા માટે પ્રેરણા આપે છે. ચાલો આપણે ઇસુ ખ્રિસ્તની શિક્ષાઓમાંથી શીખીએ અને સમગ્ર માનવતા સામાન્ય હિતને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરીએ.

મારી શુભેચ્છા છે કે આ તહેવારના માધ્યમથી આપણી વચ્ચે પરસ્પર એકતાની ભાવના મજબૂત થાય અને આપણા રાષ્ટ્ર તથા સમાજની સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ બનીને આગળ વધતા રહીએ. પરીક્ષાની આ ક્ષણોમાં જ્યારે આપણે કોવિડ-19 વિરુદ્ધ લડતઆપી રહ્યા છીએ ત્યારે ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આ પવિત્ર તહેવાર આપણા પરિવારની સાથે ઘરમાં જ રહીને, સામાજિક અંતર જાળવવાના નિયમ અને અન્ય સરકારી દિશા નિર્દેશોનું પાલન કરીને ઉજવીએ.

GP/RP



(Release ID: 1613391) Visitor Counter : 118