ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રીએ બીએસએફ સાથે ભારત – પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશ સરહદો પર સરહદી સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી
કોવિડ-19 પર લોકોને જાણકારી આપો અને સરહદ પર કોઈ અવરજવર ન થાય એ સુનિશ્ચિત કરોઃ ગૃહમંત્રીએ બીએસએફને જણાવ્યું
Posted On:
10 APR 2020 5:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગઈકાલે બીએસએફ કમાન્ડ અને સેક્ટર હેડક્વાર્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ભારત – પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
શ્રી શાહે સૂચના આપી હતી કે, સરહદ પર સતર્કતા વધારી શકાશે, ખાસ કરીને વાડ ન ધરાવતા વિસ્તારોમાં, જેથી સરહદ પરથી અવરજવર ન થઈ શકે.
ગૃહ મંત્રીએ વધુમાં સૂચના આપી હતી કે, સરહદી વિસ્તારોમાં ખેડૂતોને કોવિડ-19 વિશે જાણકારી આપવી પડશે અને આ વિસ્તારોમાં એના પ્રસારને અટકાવવા નિવારણાત્મક પગલાં લેવા પડશે. ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં બીએસએફએ સુનિશ્ચિત કરવું પડશે કે લોકોએ અજાણતા વાડને ઓળંગવી ન જોઈએ.
ગૃહ મંત્રીએ કોવિડ-19 રોગચાળા વચ્ચે બીએસઈ ટુકડીઓ દ્વારા સારાં કાર્યની પ્રશંસા કરી હતી. લોકડાઉન દરમિયાન બીએસએફની ટુકડીઓએ તેમની ઊર્જાને નીચેના કાર્યો પર કેન્દ્રીત કરી છે
• જાગૃતિ અભિયાનો, આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ
• સાફસફાઈનાં પ્રયાસો, જ્યાં ગામડાઓમાં શક્ય હોય ત્યાં
• હાથ ધોવા માટે ફેસ માસ્ક અને સાબુ પૂરાં પાડીને
• જરૂરિયાતમંદોને રાશન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ પૂરી પાડવી, જેમાં અંતરિયાળ ગામડાઓ, માઇગ્રેશન કરીને આવેલા કામદારો, રોજિંદા કામદારો અને સરહદી વિસ્તારોમાં ફસાઈ ગયેલા ડ્રાઇવરો સામેલ છે
આ સમીક્ષા બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રીઓ શ્રી જી કિશન રેડ્ડી અને શ્રી નિત્યાનંદ રાય તેમજ કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવ (સરહદી વ્યવસ્થાપન) અને ડીજી, બીએસએફ સામેલ થયા હતા.
GP/RP
(Release ID: 1613039)
Visitor Counter : 186
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam