પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કાર્યાલયે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા 11 સક્ષમ જૂથોના પ્રયાસોની સમીક્ષા કરી
પુરવઠા સાંકળનાં સાતત્યપૂર્ણ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવા ક્ષમતા ઊભી કરવી જરૂરી
પ્રાદેશિક ભાષાઓમાં સંચાર દ્વારા છેવાડાનાં સ્તર સુધી પહોંચવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
Posted On:
10 APR 2020 2:39PM by PIB Ahmedabad
કોવિડ-19ના પ્રસારના પરિણામ સ્વરૂપે ઊભા થયેલા પડકારો ઝીલવા અધિકારીઓના સક્ષમ જૂથની બેઠક આજે પ્રધાનમંત્રીના અગ્ર સચિવના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી. આ બેઠક રોગચાળાની અસરનો સામનો કરવા હાલ ચાલુ પ્રયાસો પર નજર રાખવા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા વિવિધ સ્તરે નિયમિત સમયાંતરે યોજાતી શ્રેણીબદ્ધ સમીક્ષામાં તાજેતરની હતી.
અગ્ર સચિવે સક્ષમ જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. એમાં જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા માટે સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ સાથે સંબંધિત મુદ્દા, સંકળાયેલા હિતધારકોના લાભ માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોતાના ઉત્પાદનોની લગણી કરવા ખેડૂતોને સહાય કરવાનાં પગલાં લેવા, વિશ્વાસ ઊભો કરવા જરૂરી પગલાં લેવા અને ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાની ચર્ચા થઈ હતી. બેઠકમાં પરીક્ષણની વિસ્તૃત આચારસંહિતા અને પ્રક્રિયાની સમીક્ષા થઈ હતી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધી 1,45,916 નમૂનાઓનું પરીક્ષણ થયું છે.
બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, રાજ્યોનાં તમામ મુખ્ય સચિવોને માઇગ્રન્ટ અને બેઘર લોકો જેવા જૂથો માટે આશ્રયની વ્યવસ્થા કરવા સૂચનો આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત રાજ્યો અને જિલ્લા સ્તરે હાથ ધરવામાં આવેલા પગલાં પર નજર રાખવા કેન્દ્ર સતત સંપર્કમાં છે. પીપીઇનું ઉત્પાદન વધ્યું છે અને હેલ્થકેર કર્મચારીઓની ક્ષમતા વધારવાની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે. બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) અને નાગરિક સમાજ જૂથોને પણ સક્રિય કરવામાં આવ્યાં છે. અગ્ર સચિવે સૂચન કર્યું હતું કે, જિલ્લા સ્તરે એનજીઓ સાથે સંકલન સ્થાપિત થયું છે, જેથી સંસાધનોની ઉપયોગિતાનું પુનરાવર્તન ટાળી શકાય અને અસરકારકતા સુનિશ્ચિત થાય.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આર્થિક રાહત પેકેજ દ્વારા કલ્યાણકારક પગલાંની પ્રગતિની સમીક્ષા પણ થઈ હતી. અગ્ર સચિવે ભાર મૂક્યો હતો કે, તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી લાભ પહોંચે એ સુનિશ્ચિત કરવા સચોટ ડેટા મહત્ત્વપૂર્ણ છે.
દેશભરમાં માહિતીને સમયસર પહોંચે એ સુનિશ્ચિત કરવા લેવામાં આવેલા પગલાંની ચર્ચા થઈ હતી તથા પ્રાદેશિક ભાષાઓમાં સંચાર દ્વારા છેવાડાનાં સ્તર સુધી માહિતી પહોંચે એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટેકનોલોજી અને ડેટા મેનેજમેન્ટના મોરચે આરોગ્ય સેતુ એપ શરૂ કરવા પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે એપ સાથે યુઝરનું જોડાણ વધારવામાં આવ્યું છે.
આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય તથા ભારત સરકારનાં અન્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(Release ID: 1612981)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam