વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST)ના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસનો ચેપ લાગેલા દર્દીના ગળાના સ્ત્રાવના સફળ મેનેજમેન્ટ માટે સ્ત્રાવ શોષી લે તેવી સુપર શોષક સામગ્રી વિકસાવી


વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્માએ જણાવ્યું કે “આ શોષવાની કામગીરી કરતી સુપર જેલ (gel)ને ચેપ ન લાગે તેવી સામગ્રી સાથે જોડીને સ્ત્રાવનુ સલામત એકત્રિકરણ અને ઘનીકરણ કરીને તેને નાશ કરાય તે પહેલાં સ્ત્રાવનું ક્વૉરન્ટાઈન કરવું એક આકર્ષક સૂચૂન છે”


આ મટિરીયલનું ટાઈટલ છે, ‘ચિત્રા એક્રીલોસૌર્બ સેક્રેશન સાલિડિફિકેશન સિસ્ટમ’

Posted On: 09 APR 2020 10:33AM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળના કાર્યરત સ્વાયત્ત સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ શ્વાસોશ્વાસમાંથી નીકળતા પ્રવાહી સ્ત્રાવ તથા શરીરના અન્ય પ્રવાહીઓનુ ઘનીકરણ કરીને ચેપમુક્ત કરતી દ્રવ્ય અત્યંત કાર્યક્ષમ ડિઝાઈન કરીને વિકસાવ્યું છે ચેપ લાગેલા શ્વાસોશ્વાસના સ્ત્રાવને સફળ મેનેજમેન્ટ માટે ઉપયોગી નીવડશે. 

આ સામગ્રીને ‘ચિત્રા એક્રિલોસોર્બ સિક્રેસન સોલિડીફિકેશન સિસ્ટમ’ એવુ નામ આપવામાં આવ્યું છે. આ સામગ્રી ડો. મંજુ એસ અને ડો. મનોજ કોમથે વિકસાવી છે. શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના બાયોમટિરિયલ સાયન્સ અને એન્ડ ટેકનોલોજી ઓફ બાયોમેડિકલ ટેકનોલોજી વીંગ દ્વારા વિકસાવાયેલી આ ટેકનોલોજી સામગ્રી એ ખૂબ જ કાર્યક્ષમ સુપર એબોસર્બટન્ટ છે અને શ્વાસોસ્વાસમાંથી નીકળેલા પ્રવાહી દ્રવ્ય તથા શરીરના અન્ય પ્રવાહીઓનુ ધનીકરણ કરીને તેને ચેપમુક્ત બનાવ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા જણાવે છે કે “વિવિધ સ્થિતિઓમાં દર્દીનો ચેપ લાગેલા સ્ત્રાવક દ્રવ્યોનો સફળ નિકાલ કરવો તે મહત્વની બાબત છે. આ સુપર એબસોર્બન્ટ જેલ (gel) તેની સાથે જોડાલી સામગ્રીને કારણે કારણે તેને સફળતાપૂર્વક એકત્ર કરી, તેનુ ઘનીકરણ કરીને તેનો નાશ કરી નાખવામાં આવે તે પહેલાં તેને ક્વૉરન્ટાઈન કરવા એક આકર્ષક સૂચન છે.”


એક્રીલોસોર્બ તેના સૂકા વજન કરતાં ઓછામાં ઓછુ 20 ગણુ શોષી શકે છે. અને તેને ચેપમુક્ત બનાવે છે. આ સામગ્રી ભરેલા કન્ટેઈનર ચેપી પ્રવાહીને ઘન બનાવીને તેને પ્રસરવા દેતા નથી. આથી તે ઢોળી શકાતુ નથી. આ દ્રવ્યને અન્ય તમામ બાયોમેડીકલ વેસ્ટની જેમ ડી કમ્પોઝ કરી દેવામાં આવે છે. આ ટેકનોલોજીને કારણે હૉસ્પિટલના સ્ટાફનુ જોખમ ઘટે છે. સ્ટાફ માટે બોટલો અથવા કેનીસ્ટરને ફરીથી સાફ કરવાની કે ચેપમુક્ત કરવાની કામગીરી ઘટે છે કારણ કે આ પધ્ધતિથી નિકાલ સલામત અને ઝડપી બને છે. 

આ વિકસાવાયેલી પદ્ધતિમાં સકશન કેનીસ્ટર્સ અને નિકાલ કરી શકાય તેવી સ્પીટ બેગને ‘એક્રિલોસોર્બ’ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિઝાઈન કરવામાં આવ્યાં છે.તેમાં દરની બાજુએ એકરીલોસોર્બ સામગ્રીનુ લાઈનીંગ કરવામાં આવે છે. એક્રીલોસોર્બ સકશન કેનીસ્ટર્સ વોર્ડમાં આઈસીયુ દર્દીઓનુ શ્વાસોસ્વાસનુ પ્રવાહી દ્રવ્ય એકત્ર કરે છે. એનાં કન્ટેઈનર એવાં હોય છે કે જે ઉભરાતાં કે ઢોળાતાં નથી. ઉપયોગમાં લીધા પછી તેને સીલ કરી શકાય છે અને તે પછી તેને બાયોમેડીકલ વેસ્ટનનો સામાન્ય રીતે જે રીતે નિકાસ કરવામાં આવે છે તે પ્રકારે ઈન્સીનરેશન સિસ્ટમમાં નિકાલ કરવામાં આવે છે. સીલ થઈ શકે તેવુ અને નિકાલ થઈ શકે તેવી એક્રીલોસોર્બ સ્પીટ બેગમાં ગળફો અથવા તો લાળ જેવુ પ્રવાહી દ્રવ્ય ઘન સ્વરૂપમાં પેરવાય છે. 

દર્દીનો ચેપ લાગેલા સ્ત્રાવ દરેક હૉસ્પિટલ માટે પડકારરૂપ હોય છે. આથી જે દર્દીને કોરોનાવાયરસ જેવો ચેપી રોગ થયેલો હોય તેવા દર્દીના સ્ત્રાવ જોખમી બની રહે છે. આ પ્રકારના વેસ્ટનુ એકત્રી કરણ અને નિકાલ નર્સીંગ અને ક્લિનીંગ સ્ટાફ માટે પણ ખૂબ જ જોખમી બની રહે છે. 

સામાન્ય રીતે આઈસીયુમાં આ પ્રકારના સ્ત્રાવને સકશન મશીન વડે બોટલોમાં અથવા તો કેનીસ્ટર્સમાં એકત્ર કરવામાં આવે છે અને તે ભરાઈ જાય ત્યારે તેનો વેસ્ટ ફ્લુઈડ ડિસ્પોઝલ સિસ્ટમ મારફતે નિકાલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન દ્રવ્યની હેરફેરમાં પણ ચેપ લાગવાનુ જોખમ રહે છે. આ કારણે એક ચેપમુક્ત કરવાની સુવિધા સાથે એક સુસજ્જ સ્લુઈસ રૂમ જરૂરી બનતો હોય છે. ઓછી સગવડ ધરાવતી હૉસ્પિટલોમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે કામચલાઉ આઈસસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવતા હોય છે. નવુ વિકસાવાયેલુ સુપર એબ્સોર્બન્ટન્ટ મટીરીયલ શ્વાસમાંથી છૂટેલા પ્રવાહીના સફળ મેનેજમેન્ટ માટે અસરકારક બની શકે તેમ છે. 

વધુ માહિતી માટે કુ. સ્વપના વામદેવ, જનસંપર્ક અધિકારી એસસીટીઆઈએમએસટીનો 
Mob: 9656815943, Email: pro@sctimst.ac.in પર સંપર્ક કરો 


(Release ID: 1612539) Visitor Counter : 284