રેલવે મંત્રાલય

ભારતીય રેલવે દ્વારા તમામ મહત્વના કેન્દ્રોને જોડવા માટે 58 રૂટ ઉપર 109 સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી


સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં પાર્સલ ટ્રેનો માટે સમયપત્રકવાળી યાદી તૈયાર કરવામાં આવી

સ્થાનિક ઉદ્યોગો, ઈ-કોમર્સ કંપનીઓ, રસ ધરાવતા જૂથો, વ્યક્તિગત લોકો અને અન્ય કોઇપણ સંભવિત ભારવાહકો પોતાના પાર્સલ નોંધાવી શકે છે

એનટીઈએસ - NTES વેબસાઈટ પર પણ માહિતી ઉપલબ્ધ

Posted On: 08 APR 2020 6:37PM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં પૂરવઠા શ્રુંખલાને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા તરીકે ભારતીય રેલવેએ જરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનની રાષ્ટ્રવ્યાપીહેરફેર માટે સમયપત્રક ધરાવતી પાર્સલ ટ્રેનોનીવિના અવરોધ સેવાઓનો પ્રારંભ કર્યો છે. તેનાથી સામાન્ય નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ માટે જરૂરી માલસામાનની ઉપલબ્ધતાને વેગ મળે તેવી શક્યતા છે.

લૉકડાઉન શરુ થયું ત્યારથી પાર્સલ વિશેષ ટ્રેનો માટે અંદાજે 58 રૂટ (109 ટ્રેનો) નિર્દિષ્ટ કરવામાં આવી છે. 5 એપ્રિલ 2020 સુધી 27 રૂટ સૂચવવામાં આવ્યા હતા કે જેમાંથી 17 રૂટ નિયમિત યાદી મુજબની સેવાઓવાળા હતા જ્યારે બાકીની એકમાત્ર ટ્રીપ માટે હતી. ત્યારબાદ 40 નવા રૂટ શોધી કાઢવામાં આવ્યા અને નિર્દિષ્ટ કરવામાં આવ્યા (અને અગાઉના કેટલાક રૂટની ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે). આ સાથે જ ભારતના લગભગ તમામ શહેરો ઝડપી ગતિએ જરૂરી સામાનની હેરફેર માટે જોડાઈ શકશે. અત્રે નોંધનીય છે કે આ સેવાઓને આગળ જતા વધારવામાં આવે તેવી શક્યતા છે.

સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનોનું ગ્રાહકોની માંગ અનુસાર આયોજન કરવામાં આવ્યું છે. સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનો દેશના મહત્વના કોરીડોરને જોડે છે, જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ. આ ઉપરાંત દેશના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં પૂરવઠો પૂરો પાડવાની ખાતરી કરવા માટે ગુવાહાટી સુધીના યોગ્ય સંપર્કની પણ ખાતરી કરવામાં આવી છે.

આ ટ્રેનો દ્વારા જોડાયેલા અન્ય મહત્વના શહેરોમાં ભોપાલ, અલાહાબાદ, દહેરાદૂન, વારાણસી, અમદાવાદ, વડોદરા, રાંચી, ગોરખપુર, તિરુવનંતપૂરમ, સાલેમ, વારાંગલ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, રુરકેલા, બિલાસપુર, ભુસાવલ, ટાટાનગર, જયપુર, ઝાંસી, આગ્રા, નાસિક, નાગપુર, અકોલા, જલગાંવ, સુરત, પુણે, રાયપુર, પટના, આસનસોલ, કાનપુર, જયપુર, બિકાનેર, અજમેર, ગ્વાલિયર, મથુરા, નેલ્લોર, જબલપુર વગેરેનો સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમિયાન ગ્રાહકોની માંગ અનુસાર ભારતીય રેલવે અન્ય પાર્સલ ટ્રેનો પણ ચલાવી રહી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  1. પાલનપુર (ગુજરાત)થી પલવલ (નવી દિલ્હી) અને રેનીગુન્તા (આંધ્રપ્રદેશ)થી દિલ્હી સુધી ‘દૂધ સ્પેશ્યલ’
  2. કાંકરિયા (ગુજરાત)થી કાનપુર (યુપી) અને સંકરેલ (કોલકાતા નજીક) સુધી દૂધના ઉત્પાદનો
  3. મોગા (પંજાબ)થી ચંગસારી (આસામ) સુધી ખાદ્યાન્ન ઉત્પાદનો

સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનો એવા રૂટ પર પણ ચલાવવામાં આવી રહી છે કે જ્યાં માંગ ઓછી છે જેથી કરીને દેશનો કોઇપણ હિસ્સો રહી ના જાય. કેટલીક ટ્રેનો માત્ર 2 પાર્સલ વાન અથવા 1 પાર્સલ વાન અને બ્રેક વાન સાથે ચાલી રહી છે.

જુદા-જુદા ક્ષેત્રોમાં કોવીડ-19 રોગચાળાના પગલે શરુ કરવામાં આવેલ પાર્સલ ટ્રેનો નીચે મુજબ છે:

ક્રમ

ઝોન

પાર્સલ વિશેષ ટ્રેનોની જોડીઓ

1

પશ્ચિમ રેલવે- WR

12 જોડી

2

મધ્ય રેલવે - CR

07 જોડી

3

પશ્ચિમ મધ્ય રેલવે - WCR

05 જોડી

4

ઉત્તર રેલવે - NR

08 જોડી

5

ઉત્તર પશ્ચિમ રેલવે - NWR

01 જોડી

6

દક્ષિણ રેલવે - SR/દક્ષિણ પશ્ચિમ રેલવે - SWR

10 જોડી

7

દક્ષિણ મધ્ય રેલવે - SCR

05 જોડી

8

દક્ષિણ પૂર્વ રેલવે - SER

03 જોડી

9

દક્ષિણપૂર્વ મધ્ય રેલવે - SECR

04 જોડી

10

ઉત્તર મધ્ય રેલવે - NCR

01 જોડી

11

પૂર્વકોરીડોર રેલવે -ECoR

02 જોડી

12

ઉત્તર પૂર્વ રેલવે - NER

01 જોડી

13

પૂર્વ રેલવે - ER

07 જોડી

14

પૂર્વ મધ્ય રેલવે - ECR

01 જોડી

 

(આમાહિતી 8 એપ્રિલ સવાર સુધીની છે અને તે આગળ નિયમિતપણે બદલાતી રહેવાની સંભાવના છે.)

 

રૂટની યાદી

ક્રમ

ક્યાંથી

ક્યાં સુધી

પાર્સલ ટ્રેન નંબર

 

મધ્ય રેલવે

1

છત્રપતિ શિવાજી ટર્મિનસ

નાગપુર

00109

નાગપુર

છત્રપતિ શિવાજી ટર્મિનસ

00110

2

છત્રપતિ શિવાજી ટર્મિનસ

વાડી

00111

વાડી

છત્રપતિ શિવાજી ટર્મિનસ

00112

3

છત્રપતિ શિવાજી ટર્મિનસ

શાલીમાર

00113

શાલીમાર

છત્રપતિ શિવાજી ટર્મિનસ

00114

4

છત્રપતિ શિવાજી ટર્મિનસ

મદ્રાસ

00115

મદ્રાસ

છત્રપતિ શિવાજી ટર્મિનસ

00116

5

ચાંગસરી

કલ્યાણ

00104

 

પૂર્વ રેલવે

1

હાવડા

નવી દિલ્હી

00309

નવી દિલ્હી

હાવડા

00310

2

સિયાલદાહ

નવી દિલ્હી

00311

નવી દિલ્હી

સિયાલદાહ

00312

3

સિયાલદાહ

ગુવાહાટી

00313

ગુવાહાટી

સિયાલદાહ

00314

4

હાવડા

ગુવાહાટી

00303

ગુવાહાટી

હાવડા

00304

5

હાવડા

જમાલપુર

00305

જમાલપુર

હાવડા

00306

6

સિયાલદાહ

માલદા ટાઉન

00315

માલદા ટાઉન

સિયાલદાહ

00316

7

હાવડા

છત્રપતિ શિવાજી ટર્મિનસ

00307

છત્રપતિ શિવાજી ટર્મિનસ

હાવડા

00308

 

પૂર્વ મધ્ય રેલવે

1

દિન દયાળ ઉપાધ્યાય જંકશન

સહરસા

00302

સહરસા

દિન દયાળ ઉપાધ્યાય જંકશન

00301

 

પૂર્વ કોસ્ટ રેલવે

1

વિશાખાપટ્ટનમ

કટક

00532

કટક

વિશાખાપટ્ટનમ

00531

2

વિશાખાપટ્ટનમ

સંબલપુર

00530

સંબલપુર

વિશાખાપટ્ટનમ

00529

 

ઉત્તર રેલવે

1

નવી દિલ્હી

ગુવાહાટી

00402

ગુવાહાટી

નવી દિલ્હી

00401

2

અમૃતસર

હાવડા

00464

હાવડા

અમૃતસર

00463

3

દિલ્હી

જમ્મુતવી

00403

જમ્મુતવી

દિલ્હી

00404

4

કાલકા

અંબાલા

00454

અંબાલા

કાલકા

00453

5

દહેરાદૂન

દિલ્હી

00434

દિલ્હી

દહેરાદૂન

00433

 

ઉત્તર મધ્ય રેલવે

1

પ્રયાગરાજ

ઝાંસી

00436

ઝાંસી

પ્રયાગરાજ

00435

 

ઉત્તર પૂર્વ રેલવે

1

મંદુઆદિહ

કઠગોદામ

00501

કઠગોદામ

મંદુઆદિહ

00502

 

ઉત્તર પૂર્વે ફ્રન્ટીયર રેલવે

1

ન્યુ ગુવાહાટી

અગરતલા

 

 

ઉત્તર પશ્ચિમ રેલવે

1

જયપુર-રેવાડી-જોધપુર-અમદાવાદ-જયપુર

00951

2

જયપુર-અમદાવાદ-જોધપુર-રેવાડી-જયપુર

00952

 

દક્ષિણ રેલવે

1

મદ્રાસ

નવીદિલ્હી

00646

નવીદિલ્હી

મદ્રાસ

00647

2

મદ્રાસ

કોઇમ્બતુર

00653

કોઇમ્બતુર

મદ્રાસ

00654

3

ચેન્નાઈ એગ્મોર

નાગરકોઇલ

00657

નાગરકોઇલ

ચેન્નાઈ એગ્મોર

00658

4

તિરુવનંતપુરમ

કોઝીકોડે

00655

કોઝીકોડે

તિરુવનંતપુરમ

00656

 

દક્ષિણ મધ્ય રેલવે

1

સિકંદરાબાદ

હાવડા

 

હાવડા

સિકંદરાબાદ

 

2

રેનીગુન્તા

સિકંદરાબાદ

00769

સિકંદરાબાદ

રેનીગુન્તા

00770

3

રેનીગુન્તા

સિકંદરાબાદ

00767

સિકંદરાબાદ

રેનીગુન્તા

00768

4

કાકીનાડા

સિકંદરાબાદ

00765

સિકંદરાબાદ

કાકીનાડા

00766

5

રેનીગુન્તા

નિઝામુદ્દીન

00761 (દૂધ)

 

દક્ષિણ પૂર્વ રેલવે

1

શાલીમાર

રાંચી

00801

રાંચી

શાલીમાર

00802

2

શાલીમાર

ચાંગસરી

00803

ચાંગસરી

શાલીમાર

00804

 

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે

1

દુર્ગ

છાપરા

00875

છાપરા

દુર્ગ

00876

2

દુર્ગ

અંબિકાપુર

00873

અંબિકાપુર

દુર્ગ

00874

3

દુર્ગ

કોરબા

00871

કોરબા

દુર્ગ

00872

4

ઈટવારી

ટાટા

00881

ટાટા

ઈટવારી

00882

દક્ષિણ પશ્ચિમ રેલવે

1

યેશવંતપુર

ગોરખપુર

00607

ગોરખપુર

યેશવંતપુર

00608

2

યેશવંતપુર

નિઝામુદ્દીન

00605

નિઝામુદ્દીન

યેશવંતપુર

00606

3

યેશવંતપુર

હાવડા

00603

હાવડા

યેશવંતપુર

00604

4

ગુવાહાટી

યેશવંતપુર

00610

 

 

 

 

પશ્ચિમ રેલવે

1

બાંદ્રા ટર્મિનસ

લુધિયાણા

00901

લુધિયાણા

બાંદ્રા ટર્મિનસ

00902

2

મદ્રાસ

કાંકરિયા

00908

3

અમદાવાદ

ગુવાહાટી

00915

ગુવાહાટી

અમદાવાદ

00916

4

સુરત

ભાગલપુર

00917

ભાગલપુર

સુરત

00918

5

મુંબઈ સેન્ટ્રલ

ફિરોઝપુર

00911

ફિરોઝપુર

મુંબઈ સેન્ટ્રલ

00912

6

પોરબંદર

શાલીમાર

00913

શાલીમાર

પોરબંદર

00914

7

લીંચ

સાલ્ચાપ્રા

00909

સાલ્ચાપ્રા

લીંચ

00910

8

ભુજ

દાદર

00924

દાદર

ભુજ

00925

9

બાંદ્રા ટર્મિનસ

ઓખા

00921

ઓખા

બાંદ્રા ટર્મિનસ

00920

 

 

 

 

પશ્ચિમ મધ્ય રેલવે

1

ભોપાલ

ગ્વાલિયર

 

ગ્વાલિયર

ભોપાલ

 

2

ઇટારસી

બીના

 

બીના

ઇટારસી

 

3

ભોપાલ

ખાંડવા

 

ખાંડવા

ભોપાલ

 

4

રેવા

અનુપપુર

 

અનુપપુર

રેવા

 

5

રેવા

સિંગરૌલી

 

સિંગરૌલી

રેવા

 

 

 

 

 

કુલ રૂટ્સ: 58

             

 

અત્યાર સુધીમાં ઇન્ટર રેલવે (લાંબા અંતરની) તરીકે પાર્સલ વિશેષ ટ્રેનોની 32 જોડીઓને નિર્દિષ્ટ કરવામાં આવી છે જ્યારે બાકીની ઇન્ટ્રા રેલવે (ટૂંકા અંતરની) છે.

આ પાર્સલ વિશેષ ટ્રેનો માટેના કેટલાક લાંબા અંતર નીચે મુજબ છે:

  1. કલ્યાણ – સંતરાગાચી
  2. કલ્યાણ – ચાંગસરી
  3. નવી દિલ્હી– ચેન્નાઈ
  4. સાલેમ – ભટીંડા
  5. સાલેમ – હિસ્સાર
  6. યેશવંતપુર– હઝરત નિઝામુદ્દીન
  7. યેશવંતપુર– હાવડા
  8. યેશવંતપુર– ગોરખપુર
  9. યેશવંતપુર– ગુવાહાટી
  10. અમદાવાદ – ગુવાહાટી
  11. કારાંબેલી– ચાંગસરી
  12. કાંકરિયા – સંકરેલ

આ ટ્રેનોના માધ્યમથી પાર્સલ પહોંચાડવાની સુવિધા કોઇપણ વ્યક્તિ અથવા કંપની દ્વારા ઉઠાવી શકાય છે. ઉપલબ્ધ પ્રવાહો અનુસાર નીચેનો માલસામાન સમગ્ર દેશના ખૂણાઓમાં પહોંચાડવામાં આવી રહ્યો છે:

  1. નાશ પામે તેવી વસ્તુઓ (ઈંડા, ફળો, શાકભાજીઓ, માછલીસહીત)
  2. દવાઓ, દવાના સાધનો, માસ્ક
  3. દૂધ અને દૂધના ઉત્પાદનો
  4. બિયારણ (કૃષિના ઉપયોગ માટે)
  5. અન્ય સામાન્ય વસ્તુઓ જેવી કે ઈ-કોમર્સ કન્સાઈન્મેન્ટ, પેકેજીંગવાળા ખાદ્યાન્ન પદાર્થો, પુસ્તકો, સ્ટેશનરી, પેકિંગ સામગ્રી વગેરે.
  6. ટ્રેનોને અનુકુળ હોય તેવા તમામ સ્ટેશનો ઉપર રોકાણ સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને મહત્તમ શક્ય હોય તેટલું પાર્સલ કલીયરન્સ કરી શકાય.તમામ ઝોનલ રેલવે મુખ્ય સમાચાર પત્રોમાં આ ટ્રેનોના સમયપત્રક છાપી રહી છે. આ ઉપરાંત, નિયમિત ગ્રાહકો અને સરકારી સંસ્થાઓને પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

RP

*****



(Release ID: 1612306) Visitor Counter : 206