ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે FCIએ 24 માર્ચથી 14 દિવસ દરમિયાન સમગ્ર દેશમાં કુલ 20.19 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નના પરિવહન માટે 721 રેક દોડાવ્યા

Posted On: 07 APR 2020 8:59PM by PIB Ahmedabad

FCI દ્વારા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં માલસામાન પહોંચાડવામાં આવી રહ્યો છે જેથી ખાદ્યાન્ન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના અમલીકરણ દ્વારા આગામી ત્રણ મહિના માટે વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલોનો જથ્થો આપી શકાય. આ જથ્થાનું વિતરણ તમામ લાભાર્થીઓમાં વિનામૂલ્યે કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા, આસામ, હિમાચલ પ્રદેશ. મેઘાલય, સિક્કીમ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કેરળ, મિઝોરમ જેવા ઘણા રાજ્યોએ પહેલાંથી જ આ યોજના અંતર્ગત FCIમાંથી ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવાનું શરૂ કરી દીધું છે. આગામી થોડા દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ PMGKAY અંતર્ગત વિતરણ માટે ખાદ્યાન્ન ઉપાડવાનું શરૂ કરવામાં આવશે. FCI દ્વારા અવિરત કામગીરી ચાલી રહી છે અને તેમણે દેશના દરેક હિસ્સામાં પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત કર્યું છે. કોવિડ-19 સામેની લડાઇમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી 24.03.2020 પછી છેલ્લા 14 દિવસમાં FCI દ્વારા દરરોજ સરેરાશ 1.44 લાખ મેટ્રિક ટનનું પરિવહન કરવામાં આવે છે. જ્યારે FCI દ્વારા લૉકડાઉન પૂર્વે સરેરાશ દરરોજ 0.8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવતું હતું આથી અગાઉની તુલનાએ અત્યારે વધુ વિતરણ કરવામાં આવે છે. દેશભરમાં 06.04.2020 સુધીમાં લગભગ 18.42 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન લઇ જવા માટે કુલ 658 રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 1.76 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન લઇ જવા માટે અન્ય 63 રેક આજે લોડ કરવામાં આવ્યા છે.

NFSA અંતર્ગત ખાદ્યાન્નની નિયમિત જરૂરિયાતો પૂરી કરવા અને PMGKAY અંતર્ગત વધારાની ફાળવણી કરવા ઉપરાંત, FCI દ્વારા ઇ-હરાજી રૂટના બદલે મુક્ત બજાર વેચાણ દરે સીધો જ ઘઉં અને ચોખાનો જથ્થો પહોંચાડવામાં આવે છે જેથી મુક્ત બજારમાં ખાદ્યાન્નનો પૂરવઠો નિરંતર પહોંચી શકે. ઘઉંના લોટ અને ઘઉંના અન્ય ઉત્પાદનોના ઉત્પાદકોની આવશ્યકતા પૂર્ણ કરવા માટે ઘઉંનો જથ્થો સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રજૂ કરવામાં આવેલી માગના મૂલ્યાંકનના આધારે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં FCIએ આ મોડેલ અંતર્ગત 13 રાજ્યોમાં 1.38 લાખ મેટ્રિક ટન ઘઉં અને 8 રાજ્યોમાં 1.32 લાખ મેટ્રિક ટન ચોખાની ફાળવણી કરી છે.

રેક્સના લોડ અને અનલોડની વિગતો નિચે મુજબ છે:

RP



(Release ID: 1612127) Visitor Counter : 178