પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને ઓમાનનાં સુલ્તાન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 07 APR 2020 5:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનનાં સુલ્તાન મહામહિમ હાઇતામ બિન તારિક સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારી દ્વારા ઊભા થયેલા આરોગ્યલક્ષી અને આર્થિક પડકારો પર ચર્ચા કરી હતી તથા બંને દેશોએ હાથ ધરેલા પગલાં વિશે ચર્ચા કરી હતી. તેઓ સંમત થયા હતા કે બંને દેશો આ કટોકટીનો સામનો કરવા એકબીજાને શક્ય તમામ સાથસહકાર આપશે.

મહામહિમ સુલ્તાને પ્રધાનમંત્રીને ઓમાનમાં વર્તમાન સ્થિતિમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી જાળવવાની ખાતરી આપી હતી. તેમણે ભારતમાં ઓમાનનાં નાગરિકોને ભારત સરકારે તાજેતરમાં પ્રદાન કરેલા સાથસહકાર બદલ પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ મહામહિમ સુલ્તાન કાબૂસના નિધન પર શોકની લાગણી પુનઃવ્યક્ત કરી હતી. તેમણે મહામહિમ સુલ્તાન હાઇતામના શાસન માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા ઓમાનનાં લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ઓમાનને પોતાના વિસ્તૃત પડોશી તરીકે અતિ મહત્ત્વપૂર્ણ ગણે છે.

 

GP/RP


(Release ID: 1612005) Visitor Counter : 195