ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે FCI એ 24 માર્ચથી 14 દિવસ દરમિયાન દેશભરામાં 18.54 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન માટે 662 રેક્સ ચલાવ્યા
Posted On:
06 APR 2020 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના અમલીકરણ માટે FCI દ્વારા સમગ્ર દેશના રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં માલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે જેમાં ખાદ્યાન્ન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત આગામી ત્રણ મહિના માટે દરેક વ્યક્તિને દર મહિને 5 કિલોનો જથ્થો આપવામાં આવશે જે તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે વિતરિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા, આસામ, હિમાચલ પ્રદેશ. મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કેરળ, મિઝોરમ જેવા ઘણા રાજ્યોએ પહેલાંથી જ આ યોજના અંતર્ગત FCIમાંથી ખાદ્યાન્ન ઉપાડવાનું શરૂ કરી દીધું છે. આગામી થોડા દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ PMGKAY અંતર્ગત વિતરણ માટે ખાદ્યાન્ન ઉપાડવાનું શરૂ કરવામાં આવશે. FCI દ્વારા અથાક પ્રયાસો ચાલી રહ્યા છે અને તેઓ સુનિશ્ચિત કરી રહ્યા છે કે, દેશના દરેક હિસ્સામાં પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે. કોવિડ-19 સામેની લડાઇમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી 24.03.2020 પછી છેલ્લા 13 દિવસમાં FCI દ્વારા દરરોજ સરેરાશ 1.41 લાખ મેટ્રિક ટનનું વિતરણ કરવામાં આવે છે. આ હિસાબે જોવામાં આવે તો FCI અગાઉ લૉકડાઉન પૂર્વે સરેરાશ દરરોજ 0.8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવતું હતું તેની તુલનાએ અત્યારે વધુ વિતરણ કરવામાં આવે છે. દેશભરમાં 05.04.2020 સુધીમાં લગભગ 16.88 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન લઇ જવા માટે કુલ 603 રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 1.65 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન લઇ જવા માટે અન્ય 59 રેક આજે લોડ કરવામાં આવ્યા છે.
NFSA અંતર્ગત ખાદ્યાન્નની નિયમિત જરૂરિયાતો પૂરી કરવા અને PMGKAY અંતર્ગત વધારાની ફાળવણી કરવા ઉપરાંત, FCI દ્વારા રાજ્ય સરકારને સીધી ઇ-હરાજીના માધ્યમથી ઘઉં અને ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી ખાદ્યાન્નનો પૂરવઠો નિરંતર પહોંચી શકે. ઘઉંના લોટ અને ઘઉંના અન્ય ઉત્પાદનોના ઉત્પાદકોની આવશ્યકતા પૂર્ણ કરવા માટે ઘઉંનો જથ્થો સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી આવશ્યકતાઓના મૂલ્યાંકનના આધારે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં FCIએ આ મોડેલ અંતર્ગત 13 રાજ્યોમાં 1.38 લાખ મેટ્રિક ટન ઘઉં અને 8 રાજ્યોમાં 1.32 લાખ મેટ્રિક ટન ચોખાની ફાળવણી કરી છે.
GP/RP
(Release ID: 1611999)
Visitor Counter : 231