સંરક્ષણ મંત્રાલય
મહામારી કોવિડ-19 દરમિયાન એનસીસીના વિદ્યાર્થીઓએ 'એનસીસી યોગદાન કવાયત' હેઠળ લોકોની સેવા શરૂ કરી
Posted On:
06 APR 2020 3:58PM by PIB Ahmedabad
મહામારી કોવિડ-19 સામે લડવામાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ના વિદ્યાર્થીઓના સીનિયર ડિવિઝનની સેવાઓ મેળવવા માટે નાગરિક અને પોલિસ વહીવટીતંત્રએ માંગ શરૂ કરી દીધી છે. કેટલાક વિદ્યાર્થીઓએ આજથી સેવાઓ આપવાનું શરૂ દીધું છે. સંરક્ષણ મંત્રાલય (એમઓડી)એ ગયા સપ્તાહે ‘એક્સરસાઈઝ એનસીસી યોગદાન’ (એનસીસી યોગદાન કવાયત) હેઠળ એનસીસીના વિદ્યાર્થીઓને કામચલાઉ રોજગારને મંજૂરી આપી હતી અને આ સંદર્ભે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. આ વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને રાહતના પ્રયાસો વધારવામાં મદદ કરશે.
કેન્દ્ર શાસિક પ્રદેશ લદ્દાખે સપ્લાય ચેઇનના સંચાલનમાં આઠ વિદ્યાર્થીઓને રોજગાર આપવા માંગણી કરી છે. નીમુચના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સેવાઓ માટેના નિયામક પાસે સપ્લાય ચેઇન અને ટ્રાફિકના સંચાલનની સેવાઓ માટે 245 વિદ્યાર્થીઓની માગણી કરી છે. સાત મહિલાઓ સહિત 64 જેટલા સીનિયર ડિવિઝનના વિદ્યાર્થીઓને રોજગાર અપાયો છે. બિલાસપુરના કલેક્ટરે કોવિડ-19ના રક્ષણાત્મક પગલાંની તાલીમ માટે એનસીસીના સ્વયંસેવક વિદ્યાર્થીઓની સેવા માંગી છે. આ વિદ્યાર્થીઓને ભાવિ રોજગાર માટે તાલીમ અપાઈ રહી છે.
પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢ (પીએચએચપીસી)ના નિયામકને હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર પાસેથી 14મી એપ્રિલ, 2020 સુધી સેવા માટે 86 વિદ્યાર્થીઓની સેવા મેળવવા માટેનો માગણીપત્ર મળ્યો છે. આ વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સુનિશ્ચિત કરવા પોલિસની મદદ કરવાની છે.
તામિલનાડુમાં કાંચીપુરમના ડિસ્ટ્રિક્ટ પોલિસે એનસીસીના વિદ્યાર્થીઓની સેવાઓ મેળવવા માટે કોવિડ-19ના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો. બે મહિલાઓ સહિત 57 વિદ્યાર્થીઓને એકત્ર કરાયા અને તેમને રોજગાર અપાઈ રહ્યો છે. તામિલનાડુ, પુડુચેરી અને આંદામાન નિકોબારના નિયામકે સેવા માટે તામિલનાડુમાં 75 અને પુડુચેરીમાં 57 વિદ્યાર્થીઓને મોકલ્યા છે.
ઉત્તર પ્રદેશમાં બલરામપુર જિલ્લા વહીવટીતંત્રએ પણ ગોરખપુરના એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ પાસેથી સેવા આપી શકે તેવા સ્વયંસેવક વિદ્યાર્થીઓની માગણી કરી છે. તેમાં કેટલાક વિદ્યાર્થીઓને રોજગાર મળી રહ્યો છે.
એપ્રિલ 6-8, 2020 દરમિયાન અનાજના વિતરણ ઉપર દેખરેખ અને સેનિટાઈઝેશનમાં મદદ કરવા માટે 80 જેટલા વિદ્યાર્થીઓ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં મેઘાલય પોલીસને મદદ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓને સોંપાતાં કાર્યોમાં હેલ્પલાઈન/કોલ સેન્ટર્સનાં કામકાજ, રાહત સામગ્રી, દવાઓ, ખોરાક/ આવશ્ય ચીજવસ્તુઓનું વિતરણ, સમુદાયને મદદ, ડેટા મેનેજમેન્ટ અને કતાર બનાવીને ટ્રાફિક સંચાલન ઉપરાંત કન્ટ્રોલ રૂમમાં સીસીટીવી પર દેખરેખ વગેરેનો સમાવેશ થાય છે.
રોજગાર માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારો/જિલ્લા વહીવટીતંત્રએ પોતાના રાજ્યના એનસીસી નિયામક મારફતે સ્વયંસેવક વિદ્યાર્થીઓના રોજગાર માટેની માગણી કરતો વિનંતી પત્ર મોકલવો પડે છે. નિયામક/ગ્રુપ હેડક્વાર્ટર્સ/યુનિટ કક્ષાએ વિગતોનું સંકલન રાજ્ય સરકાર/શહેરના સ્થાનિક વહીવટીતંત્ર સાથે કરાય છે. વિદ્યાર્થીને ફરજ માટે રોકતાં પહેલાં વાસ્તવિક પરિસ્થિતિ અને નિર્ધારિત જરૂરિયાતોને પહોંચી વળાય, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
GP/RP
*******
(Release ID: 1611724)
Visitor Counter : 223