રેલવે મંત્રાલય

રેલવેએ 2500 કોચને આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કર્યા; રેલવેએ અડધુ પ્રારંભિક લક્ષ્ય ખૂબ જ ઝડપથી હાંસલ કર્યું


તાકીદની સ્થિતિને પહોંચી વળવા 40000 આઇસોલેશન બેડ તૈયાર

દરરોજ સરેરાશ 375 કોચનું રૂપાંતરણ કરાય છે

સમગ્ર ભારતમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે

Posted On: 06 APR 2020 12:52PM by PIB Ahmedabad

કોવિડ-19ને ખતમ કરવાના રાષ્ટ્રના પ્રયાસોમાં વધુ મદદ કરવા માટે ભારતીય રેલવેએ તમામ તાકાત અને સંસાધનોને દેશના આ પ્રયાસો પાછળ કામે લગાડી દીધા છે. ખૂબ ટૂંકાગાળામાં, રેલવેએ પ્રારંભિક સ્તરે 5000 કોચનું રૂપાંતરણ કરવાના લક્ષ્યમાંથી અડધું લક્ષ્ય હાસલ કરીને 2500 કોચને આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કરી દીધા છે.

લૉકડાઉનના સમય દરમિયાન, જ્યારે ખૂબ મર્યાદિત સંખ્યામાં જ માણસો ઉપલબ્ધ છે અને તેમના પ્રત્યે વધુ વ્યવહાર રહેવાની અને તેમને ફેરવતા રહેવાની જરૂર છે ત્યારે, રેલવેના વિવિધ ઝોને આટલા ટૂંકા સમયગાળા મોટી સંખ્યામાં કોચનું રૂપાંતરણ કરવાનું અશક્ય લાગતું કામ પાર પાડ્યું છે. 2500 કોચનું રૂપાંતરણ કરવાથી હવે તાકીદની સ્થિતિને  પહોંચી વળવા માટે 40000 આઇસોલેશન બેડ તૈયાર થઇ ગયા છે.

આઇસોલેશન કોચની પ્રતિકૃતિને મંજૂરી મળી ગઇ પછી તાત્કાલિક ઝોનલ રેલવે દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ સરેરાશ 375 કોચનું રૂપાંતરણ કરવામાં આવે છે. આ કામ દેશમાં 133 જગ્યાએ થઇ રહ્યું છે.

તબીબી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી તે અનુસાર કોચ તૈયાર કરવામાં આવ્યા છે. જરૂરિયાત અને માપદંડો અનુસાર દર્દીઓને શક્ય હોય તેવી શ્રેષ્ઠ સુવિધા અને તબીબી દેખરેખ મળી રહે તેવા પ્રયાસો અહીં કરવામાં આવ્યા છે.

અહિં નોંધપાત્ર છે કે, આ આઇસોલેશન કોચ માત્ર આકસ્મિક સ્થિતિની તૈયારી તરીકે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે અને કોવિડ-19 સામેની લડાઇમાં આરોગ્ય મંત્રાલયના પ્રયાસોનો એક હિસ્સો છે.
 



(Release ID: 1611625) Visitor Counter : 262