નીતિ આયોગ
ભારત સરકાર દ્વારા નીતિ આયોગના સીઇઓની અધ્યક્ષતામાં સક્ષમ જૂથની રચના
Posted On:
05 APR 2020 10:06AM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની લડાઈ સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે ખાનગી ક્ષેત્ર, બિનસરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકલન પર સક્ષમ ગ્રૂપ # 6
- સક્ષમ જૂથ 6ની રચના 29/03/2020ના રોજ આદેશ O.M No. 40-3/2020/DM-I(A) દ્વારા હિતધારકોના ત્રણ જૂથો સાથે સમસ્યાઓની ઓળખ કરવા, અસરકારક સમાધાન કરવા અને યોજનાઓ બનાવવા સાથે સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવા માટે થઈ છે. આ હિતધારકો છે -
- સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ, વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક
- નાગરિક સમાજ સંસ્થાઓ અને વિકાસ ભાગીદારો
- ઉદ્યોગ સંગઠનો – સીઆઇઆઈ, ફિક્કી, એસોચેમ, નાસ્કોમ
નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંતની અધ્યક્ષતામાં સક્ષમ સમિતિના સભ્યોમાં પીએસએ ડૉ. વિજય રાઘવન, કમલ કિશોર (સભ્ય, એમડીએમએ); સંદીપ મોહન ભટનાગર (સભ્ય, સીબીઆઇસી); અનિલ મલિક (એએસ, એમએચએ); વિક્રમ દોરાઈસ્વામી (એએસ, એમઇએ); પી હરિશ (એએસ, એમઇએ); ગોપાલ બાગ્લે (જેએસ, પીએમઓ); ઐશ્વર્યા સિંહ (ડીએસ, પીએમઓ); ટીના સોની (ડીએસ, કેબિનેટ સેક્રેટરિયટ); અને ઇજી6ના કામ સંયુક્ત સમદાર (સલાહકાર, એસડીજી, નીતિ આયોગ) દ્વારા કરવામાં આવે છે.
2. છ બેઠકો 30 માર્ચ અને 3 એપ્રિલ ઉદ્યોગના સંગઠનો, આઇઓ અને સીએસઓ સાથે યોજાઈ હતી, જેમાં કોવિડ-19 સામે તેમના યોગદાન વિશે, આગામી અઠવાડિયાઓ માટે તેમની યોજનાઓ અને તેમને પડતી સમસ્યાઓ તથા સરકાર પાસેથી તેમની અપેક્ષાઓ વિશે ચર્ચા થઈ હતી. તમામ 3 જૂથોએ સક્રિયપણે સરકારના સહકારની જરૂર હોય એવા મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમને ઝડપી અને વધારે અસરકારક પ્રતિસાદ અને સંકલન માટે અન્ય ઇજી (સક્ષમ જૂથો) સાથે સંપર્કમાં રાખવામાં આવ્યાં છે. ઇજી 6ની તમામ 6 બેઠકોની કામગીરી જાહેર કરવામાં આવી છે.
3. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ – ઇજી6 ભારતમાં સંયુક્ત રાષ્ટ્રનાં રહેવાસી સંકલનકર્તા તથા વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ), યુનિસેફ, યુએનએફપીએ, યુએનડીપી, આઇએલઓ, યુએન વિમેન, યુએન-હેબિટેટ, એફએઓ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકના કન્ટ્રી હેડ સાથે વિસ્તૃત બેઠકો યોજી હતી. આ આઇઓ સાથે નિરીક્ષણ અને સર્વેલન્સ સિસ્ટમમાં ટેકનિકલ સપોર્ટ, આરોગ્ય અને પોષણ સેવાઓ મજબૂત કરવા, ક્ષમતા નિર્માણ, નાણાકીય સંસાધનો અને મહત્ત્વપૂર્ણ ઉપકરણોના ટેકા વગેરે પર ચર્ચા કર્યા પછી ભારતમાં સંયુક્ત રાષ્ટ્રએ સંયુક્ત પ્રતિસાદ યોજના કાર્યક્રમ બનાવ્યો છે અને નીતિ આયોગને સુપરત કર્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રો અને રાજ્યોમાં તેમની સ્પષ્ટ પ્રવૃત્તિઓ અને પ્રદાન કરી શકાય એવી ચીજવસ્તુઓ કે સાધન-સામગ્રીઓને પરિભાષિત કરી છે, જેમાં આ સંસ્થાઓ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે જોડાણ ધરાવે છે.
4. નાગરિક સમાજ સંસ્થાઓ અને વિકાસ સહભાગીઓ
- ઇજી 6 દેશના વિવિધ ભાગોમાં કાર્યરત 40થી વધારે પ્રસિદ્ધ સીએસઓ અને એનજીઓ તેમજ વિવિધ સમુદાયો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ સીએસઓએ રજૂ કરેલા કેટલાંક પડકારો અને મુદ્દાઓનું સમાધાન ઇજી6 દ્વારા કરવામાં આવ્યું હતું, ખાસ કરીને કટોકટીના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં તેમના કાર્યોને સુલભ બનાવવા.
- નીતિ આયોગના સીઇઓએ નીતિ આયોગની પોર્ટલ દર્પણ પર રજિસ્ટર્ડ 92000 એનજીઓ/સીએસઓને પત્ર લખીને તેમને હોટસ્પોટની ઓળખ કરવામાં સરકારને સહાય કરવા તથા સ્વયંસેવકો ઉતારવા તથા વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગજનો, બાળકો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તથા અન્ય વંચિત જૂથોની વ્યક્તિઓને સારવાર આપવા તેમજ નિવારણ, સોશિયલ ડિસ્ટન્સિંગ, આઇસોલેશન અને ભેદભાવ સામે જાગૃતિ લાવવા, બેઘર લોકોને ઘર આપવા, રોજિંદા મજૂરી કરીને કામ કરતાં લોકોને મદદ કરવા તથા શહેરી ગરીબ પરિવારોને સેવા કરવા, માઇગ્રન્ટ લોકો માટે સામુદાયિક રસોડા સ્થાપિત કરવા, સેવાઓ આપવા અપીલ કરી હતી.
- ઉપરાંત સીઇઓએ તમામ મુખ્ય સચિવોને લખીને એનજીઓ અને સીએસઓ દ્વારા ઉપલબ્ધ શારીરિક અને માનવીય સંસાધનોનો ઉપયોગ કરવા જિલ્લા સ્તરે સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપવા અપીલ કરી છે.
5. ઉદ્યોગ સંગઠનો – સીઆઇઆઈ, ફિક્કી, એસોચેમ, નાસ્કોમ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ
- સમિતિએ ખાનગી ક્ષેત્રો અને સ્ટાર્ટ અપ્સની અંદર વિવિધ ક્ષેત્રો વચ્ચે સંવાદ સ્થાપિત કર્યો છે, જેથી આરોગ્યના ઉપકરણો અને પીપીઇનું ઉત્પાદન કરવા તેમની વચ્ચે સહયોગ સ્થાપિત થાય. ઇનોવેટિવ હેલ્થકેર સોલ્યુશનમાં 8 સ્ટાર્ટ-અપ્સ કાર્યરત છે, સીઆઇઆઇમાંથી ઉદ્યોગનાં ટોચના 12 આગેવાનો, ફિક્કી ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સમાંથી 6 સીઇઓ, નાસ્કોમમાંથી ટોચની ટેક-આધારિત કંપનીઓના 14 સીઇઓ પીપીઇ, વેન્ટિલેટર્સ અને તબીબી ઉપકરણ માટે અંદાજિત જરૂરિયાતની તમામ પ્રકારની સમસ્યાઓ પર ચર્ચાવિચારણા અને સમાધાન માટે, માગને પૂર્ણ કરવા સ્થાનિક ઉત્પાદનનું રિટ્રોફિટિંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટની સમસ્યાઓ, ઇનોવેટિવ ટેકનોલોજી-સંચાલિત સમાધાનો, સર્ટિફિકેશન ઇશ્યૂ કરવું, જીએસટી, કમ્પોનેન્ટ પર આયાત વેરો, ખરીદીની સમસ્યા, તાલીમ, લૉકડાઉન પછીની પ્રક્રિયા વગેરે મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી રહ્યાં છે.
- સ્ટાર્ટ અપ્સ AgVa, બાયોડિઝાઇન ઇનોવેશન લેબ, કાઇનાટ, ક્વૉર એઆઈદ્રોના મેપ્સ, એમફાઇન, માઇક્રોગો, સ્ટેક્યુ વેન્ટિલેટરની નવીન ડિઝાઇન, ટેસ્ટિંગ ટૂલ અને ટ્રેકિંગ સોલ્યુશન પર કાર્યરત છે, જેમનો સંપર્ક કરીને તેમના સ્કેલ અને સંભવિત પ્રદાનની સમજણ મેળવવામાં આવી છે.
- ઉદ્યોગના પ્રતિનિધિઓએ જાહેર હિમાયત, દાન, સીએસઆરમાં હાથ ધરવામાં આવેલી વિગતો પણ આપી છે, જેમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સ્થાપિત કરીને ભોજન તૈયાર કરવા ફેક્ટરી કિચન ચલાવવા, ભોજનનું નિઃશુલ્ક વિતરણ કરવાનું, ફેક્ટરી હોસ્પિટલો/સંકુલો/ગેસ્ટ હાઉસોને ક્વૉરન્ટાઇન અને આશ્રય સુવિધા તરીકે ઉપલબ્ધ કરાવવા જેવી બાબતો સામેલ છે.
- ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ઇજી 6એ વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી તથા હેલ્થકેર હસ્તક્ષેપના મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કેટલાંક પડકારોનું સમાધાન કર્યું હતું, વેન્ટિલેટર્સ, પીપીઇ, ટેસ્ટિંગ કિટના ઉત્પાદનને વધારવા અને ખરીદી સાથે સંબંધિત પડકારોનું સમાધાન અન્ય ઇજી સાથે જોડાણમાં કર્યું છે, તેમજ આ ઉપરાંત રાહત અને પુનર્વસન અને માહિતીના પ્રસારની રીતો વિશે વાત કરી છે.
- તમામ હિતધારકોને ઇજી6એ સરકારનાં અત્યાર સુધીનાં પ્રયાસો વિશે જાણકારી આપી છે – જેમાં પીપીઇ અને વેન્ટિલેટર્સની ખરીદી, એમઇએની ભૂમિકા, સીએસથી લઈને તમામ રાજ્યોમાં સંચાર, 92,000 સીએસઓને પત્ર, એકબીજા સાથે હિતધારકોનો સંપર્ક કરાવવો, પ્રતિસાદ આપવા સંકલનમાં ખાનગી ક્ષેત્રને પડતી સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન લાવવાની બાબતો સામેલ છે. ઉપરાંત ખરીદી સાથે સંકળાયેલા સંકળાયેલા જૂથ (ઇજી 3), લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા જૂથ (ઇજી 5) અને અન્ય કેટલાંક ઇજીને ઉદ્યોગ સાથે જોડવામાં આવ્યાં છે, જેથી ઉદ્યોગ સાથે જોડાણ કરીને ચોક્કસ સમસ્યાનું સમાધાન કરવા સંકલન સ્થાપિત થયું છે.
GP/RP
*****
(Release ID: 1611341)
|