સંરક્ષણ મંત્રાલય
કોવિડ-19 સામે લડવા સંરક્ષણ PSU, OFB દ્વારા સઘન તૈયારીઓ
Posted On:
05 APR 2020 10:38AM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની રાષ્ટ્રીય લડાઇમાં આગળ પડતો ભાગ લેવા સંરક્ષણ મંત્રાલય (MoD)ના સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSUs) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
તબીબી સુવિધાઓ
OFB દ્વારા દેશાં છ રાજ્યોમાં આવેલી 10 હોસ્પિટલોમાં 280 આઇસોલેશન બેડ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે વ્હિકલ ફેક્ટરી જબલપુર, ધાતુ અને સ્ટીલ ફેક્ટરી ઇશાપોર (પશ્ચિમ બંગાળ), ગન અને શેલ ફેક્ટરી કોશિપોર (પશ્ચિમ બંગાળ), એમ્યુનેશન ફેક્ટરી ખડકી (મહારાષ્ટ્ર), ઓર્ડનન્સ ફેક્ટરી ખાનપુર (ઉત્તરપ્રદેશ), ઓર્ડનન્સ ફેક્ટરી ખમારિયા, હેવી વ્હિકલ ફેક્ટરી અવદી (તામિલનાડુ અને ઓર્ડનન્સ ફેક્ટરી મેડક (તેલંગણા) ખાતે આવેલી છે.
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) બેંગલુરુ દ્વારા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં 3 પથારીઓ અને વૉર્ડમાં 30 પથારીઓ ધરાવતી આઇસોલેશન વૉર્ડ સુવિધા શરૂ કરાઇ છે. વધુમાં, આ ઇમારતમાં 30 ઓરડાઓ તૈયાર કરવામાં આવ્યાં છે. સમગ્ર રીતે HALના આ એકમ ખાતે 93 વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય છે.
OFBએ ખૂબ જ ટૂંકા ગાળામાં અરૂણાચલ પ્રદેશ સરકારની સૂચના અનુસાર કોવિડ-19 દર્દીઓમાં વિશિષ્ટ રીતે તૈયાર કરેલા 50 ટેન્ટનું ઉત્પાદન કર્યુ છે અને તેમને પૂરા પાડ્યાં છે.
સેનિટાઇઝર
OFBની ફેક્ટરીઓમાં WHOના માપદંડ અનુસાર હેન્ડ સેનિટાઇઝર વિકસાવવાની અને તેનું જથ્થાબંધ ઉત્પાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની ઉપલબ્ધીના કેન્દ્રિકરણ માટે ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સ્થાનિક સંસ્થા HLL લાઇફકેર લિમિટેડ (HLL) તરફથી OFBને 13,000 લીટરની માંગણી કરવામાં આવી છે. કોર્ડાઇટ ફેક્ટરી એરુવાન્કાડુ (તમિલનાડુ) તરફથી 31મી માર્ચ, 2020ના રોજ સેનિટાઇઝરના 1,500 લીટરનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. ઓર્ડનન્સ ફેક્ટરી (OF) ઇટારસી (મધ્યપ્રદેશ) અને ઓર્ડનન્સ ફેક્ટરી ભંડારા (મહારાષ્ટ્ર) નામની વધુ બે ફેક્ટરી તેના જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર છે. રાષ્ટ્રીય જરૂરિયાતને પહોંચી વળવા માટે તેઓ ભેગા મળીને સેનિટાઇઝરના પ્રતિદિન 3000 લીટરના જથ્થાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
સંરક્ષક સાધનોઃ જીવનરક્ષક વસ્ત્રો અને માસ્ક
કાનપુર, શાહજહાપુર, હજરતપુર (ફિરોજાબાદ) અને ચેન્નાઇ ખાતે આવેલી ઓર્ડનન્સ ઇક્વિપમેન્ટ ફેક્ટરી કવરઓલ (તબીબી પહેરણો) અને માસ્ક વિકસાવવામાં કાર્યરત છે. વધુમાં તેમણે ખૂબ જ ટૂંકા ગાળાની સૂચના પર આ વસ્ત્રોના ઉત્પાદન માટે ખાસ હિટ સિલિંગ મશીનની વ્યવસ્થા કરી છે.
ફેક્ટરી બોર્ડે સંરક્ષણ સંશોધન અને વિકાસ એકમ, ગ્વાલિયરને તેની વિનંતી કરી હતી અને ગ્વાલિયર ખાતે કવરઓલના પ્રથમ નમૂનાઓ મેળવવામાં સફળ રહી હતી. કોઇમ્બતુર ખાતે આવેલી દક્ષિણ ભારત કાપડ સંશોધન સંગઠન (SITRA) ખાતે માસ્કનું પરીક્ષણ કરવાનું ચાલુ રાખવામાં આવશો. OFB ટૂંક સમયમાં દર અઠવાડિયે 5,000થી 6,000 નંગોના કવરઓલના જથ્થાનું ઉત્પાદન શરૂ કરી રહી છે. ત્રણ મશીન વિકસાવવામાં આવ્યાં છે, જેને કવરઓલ અને માસ્કની ક્ષમતાના પરીક્ષણ માટે SITRA દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે.
વેન્ટિલેટર
આગામી ત્રણ મહિનાની અંદર ICUs માટે 30,000 વેન્ટિલેટરના ઉત્પાદન અને તેને પુરા પાડવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરાયેલી વિનંતીના આધારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) કામગીરી શરૂ કરી છે. આ વેન્ટિલેટરની ડિઝાઇન વાસ્તવમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસાવવામાં આવી હતી, જેમાં મેસર્સ સ્કાનરાય દ્વારા સુધારો કરાયો છે, જેની સાથે BELએ જોડાણ કર્યું છે. ઓર્ડનન્સ ફેક્ટરી, મેડાકે હૈદરાબાદની જુદી-જુદી હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સના મરામતની કામગીરી હાથ ધરી છે.
GP/RP
******
(Release ID: 1611338)
Visitor Counter : 242
Read this release in:
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam