નાણા મંત્રાલય
ટીડીએસ અને ટીસીએસની જોગવાઈઓનુ પાલન કરવામાં કરદાતાઓને પડતી તકલીફોનુ નિવારણ કરવા સીબીડીટીએ આવકવેરા ધારા, 1961ની કલમ 119 હેઠળ હૂકમો બહાર પાડ્યા
Posted On:
04 APR 2020 4:38PM by PIB Ahmedabad
કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાને કારણે લગભગ તમામ ક્ષેત્રોની સામાન્ય કામગીરીઓ કરવામાં તકલીફો નડી રહી છે. કરદાતાઓની આ કારણે પડી રહેલી તકલીફોનુ નિવારણ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ડિરેકટ ટેક્સિસ(સીબીડીટી)એ તેને આવકવેરા ધારાની કલમ 1961ની કલમ 119 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે મુજબના નિર્દેશો /સ્પષ્ટતાઓ બહાર પાડી છે.
જેમણે ટીડીએસ અથવા ટીસીએસની ઓછી અથવા તો શૂન્ય કપાત માટે અરજી ફાઈલ કરી છે અને જેમની અરજીઓનો આજની તારીખે નિકાલ થવાનો બાકી છે તેવા તમામ કરદાતા અને જેમને નાણાંકિય વર્ષ 2019- 20 માટે આવાં પ્રમાણપત્રો ઈસ્યુ થઈ ચૂક્યાં છે તેવાં પ્રમાણપત્રો નાણાંકીય વર્ષ 2020-21માં તા. 30- 06- 2020 સુધી અથવા તો એસેસીંગ ઓફિસર તેનો નિકાલ કરે ત્યાં સુધી, એટલે કે બંનેમાંથી જે વહેલુ હશે ત્યાં સુધી માન્ય ગણાશે. આર્થિક વ્યવહારો અને ડિડકટર / કલેટરલના કિસ્સાઓ, જો કોઈ હોય તો, આવા કિસ્સાઓમાં નાણાંકિય વર્ષ 2019-20માં ઈસ્યુ કરવામાં આવેલુ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.
એવા કિસ્સા કે જેમાં એસેસી નાણાંકિય વર્ષ 2020-21ના ટ્રેસીસ પોર્ટલમાં ટીડીએસ અથવા ટીસીએસના ઓછા અથવા તો શૂન્ય ડિડકશન માટે અરજી કરી શક્યો ન હોય તો તા. 30-06-2020 સુધીમાં ઈસ્યુ કરવામાં આવેલાં પ્રમાણપત્રો નાણાંકિય વર્ષ 2019-20માં માન્ય ગણવામાં આવશે. આમ છતાં, તેમણે વ્યવહારની વિગતો દર્શાવી વહેલામાં વહેલી તકે અરજી કરવાની રહેશે અને ટીડીએસ અથવા ટીડીએસ કલેકટરે ટીડીએસ અથવા ટીસીએસ એસેસીંગ ઓફિસરને નિર્ધારીત પ્રક્રિયા મુજબ અરજી કરી દેવાની રહેશે.
આ ઉપરાંત ભારતમાં કાયમી એસ્ટાબલીશમેન્ટ ધરાવતા નોન-રેસીડેન્ટસ (વિદેશની કંપનીઓ સહિત) ને કરવાની ચૂકવણી બાબતે જ્યાં પર મુજબની અરજીઓ પેન્ડીંગ હશે ત્યાં ચૂકવણી પર ભરેલો વેરો, આવી ચૂકવણીઓને લાગુ પડતા વેરા અને સેસ સહિત 10 ટકાના રાહત દર નાણાંકીય વર્ષ 2020-21માં તા. 30-06-2020 સુધીમાં કાપવામાં આવશે અથવા તો તેમની અરજીઓના નિકાલ સમયે, બંનેમાંથી જે વહેલુ હોય તે રીતે કાપવાનો રહેશે. (હૂકમ તા. 31-03-2020ના રોજ પાસ કરવામાં આવ્યો છે).
એવા કિસ્સા કે જેમાં ટીડીએસ અથવા ટીસીએસની ઓછી અથવા તો શૂન્ય કપાત માટે અરજી પેન્ડીંગ હોય તેમાં એસેસીંગ ઓફિસરોને તા. 27-04 -2020 સુધીમાં અરજીઓનો ઉદાર પ્રક્રિયાથી નિકાલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેથી કરદાતાએ વધારાનો વેરો ભરવાની જરૂર પડે નહી અને તેમને પ્રવાહિતાની સમસ્યા ઉભી થાય નહી. (હૂકમ તા. 03-04 -2020ના રોજ પાસ કરવામાં આવ્યો છે).
નાના કર દાતાઓની હાડમારીમાં ઘટાડો કરવા માટે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2019- 20નાં બેંક અથવા તો અન્ય સંસ્થાઓના માન્ય 15G અને 15H ફોર્મ સબમીટ કર્યાં હોય તો આ ફોર્મ તા. 30-06-2020 સુધી માન્ય રહેશે. આમ થવાથી નાના કર દાતાઓને માથે કોઈ કર જવાબદારી ના હોય તો તેવા કિસ્સાઓમાં ટીડીએસ સામે સુરક્ષા પ્રાપ્ત થશે (હૂકમ તા. 03-04 -2020ના રોજ પાસ કરવામાં આવ્યો છે)
આ તમામ હૂકમો આવકવેરા કાયદા 1961ની કલમ 119 હેઠળ પાસ કરવામાં આવ્યા છે અને તે મિસેલનિયસ કોમ્યુનિકેશન્સ ના હેડ હેઠળ www.incometaxindia.gov.in પર ઉપલબ્ધ છે.
GP/RP
(Release ID: 1611114)
Visitor Counter : 239