રેલવે મંત્રાલય

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન ઊર્જા, પરિવહન અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો માટે પૂરવઠા સાંકળ સંપૂર્ણ કાર્યરત રાખવાનું ભારતીય રેલવેએ સુનિશ્ચિત કર્યું


23 માર્ચ થી 3 એપ્રિલ 2020 સુધીમાં રેલવેએ 2.5 લાખ વેગન કોલસો અને 17742 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનોનું પરિવહન કર્યું

રેલવેની અવિરત કામગીરીના પરિણામે, કોવિડ-19 લૉકડાઉન વચ્ચે પણ તમામ પાવર પ્લાન્ટ્સ અને પેટ્રોલિયમ ડેપો પાસે પૂરતો જથ્થો છે

લૉકડાઉન સંબંધિત પડકારો હોવા છતાં પણ, રેલવે સ્ટાફ તમામ અવરોધો વચ્ચે શ્રેષ્ઠ પરિણામો આપી રહ્યો છે

Posted On: 04 APR 2020 4:47PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ઊર્જા, પરિવહન અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ભારતીય રેલવેએ પોતાની માલવહન સેવાઓ દ્વારા મહત્વપૂર્ણ કાચા માલ અને ઇંધણના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવીને પોતાની કટિબદ્ધતા પૂર્ણ કરી છે. લૉકડાઉનની સ્થિતિ દરમિયાન, વિવિધ માલસામાનના શેડ, સ્ટેશનો અને કંટ્રોલ ઓફિસોમાં નિયુક્ત ભારતીય રેલવેનો સ્ટાફ આ મહત્વપૂર્ણ ક્ષેત્રોની કામગીરીમાં કોઇ જ વિક્ષેપ ન પડે તે માટે આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યો છે.

કોવિડ-19 લૉકડાઉનનો અમલ હોવા છતાં પણ, રેલવેની અવિરત કામગીરીના પરિણામે, તમામ પાવર પ્લાન્ટ અને પેટ્રોલિયમ ડીપો પાસે પૂરતા પ્રમાણમાં માલનો જથ્થો છે.

23 માર્ચથી 3 એપ્રિલ 2020 સુધીના છેલ્લા 12 દિવસ દરમિયાન રેલવે દ્વારા કોલસાના 250020 વેગન, 17742 પેટ્રોલિયમ ઉત્પાદનો (એક વેગનમાં 58-60 ટન માલનો જથ્થો સમાય છે)નું પરિવહન કરવામાં આવ્યું છે. તેની વિગતો નીચે પ્રમાણે છે:

 

 

અનુક્રમ નંબર

તારીખ

કોલસાના વેગનની સંખ્યા

પેટ્રોલિયમ ઉત્પાદનોના વેગનની સંખ્યા

1.

23.03.2020

22473

2322

2.

24.03.2020

24207

1774

3.

25.03.2020

20418

1704

4.

26.03.2020

20784

1724

5.

27.03.2020

20488

1492

6.

28.03.2020

20519

1270

7.

29.03.2020

20904

1277

8.

30.03.2020

21628

1414

9.

31.03.2020

28861

1292

10.

01.04.2020

14078

1132

11.

02.04.2020

18186

1178

12.

03.04.2020

17474

1163

 

કુલ

250020

17742

 

ઊર્જા, પરિવહન અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુ માટે ઇંધણ પૂરું પાડવા માટે સામગ્રીના પરિવહનની કામગીરી વિના અવરોધે થઇ શકે તે માટે તેના પર દેખરેખ રાખવા રેલવે મંત્રાલયનું ઇમરજન્સી ફ્રાઇટ કંટ્રોલ સેન્ટર કામ કરી રહ્યું છે. માલવાહક ટ્રેનોની આવકજાવન પર દરેક ઉપલા સ્તરના અધિકારીઓ દ્વારા નીકટથી દેખરેખ રાખવામાં આવે છે. રેલવેને ઘણા ટર્મિનલ પોઇન્ટ પર લોડિંગ અને અનલોડિંગની કામગીરીમાં અગાઉ જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેને અસરકારક રીતે ઉકેલી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય સાથે મળીને ભારતીય રેલવે સતત રાજ્ય સરકારોના સંપર્કમાં રહે છે જેથી પરિચાલન સંબંધિત સમસ્યા જેવા કોઇપણ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.


(Release ID: 1611095) Visitor Counter : 231