ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામેની લડાઈમાં રાષ્ટ્રીય લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનાં પુરવઠાની સાંકળનો પ્રવાહ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારોની પાયાના સ્તરની સમસ્યાઓનું સમાધાન કરવા સ્પષ્ટતાઓ કરી

રાજ્યોને આ સ્પષ્ટતા બાબતે જિલ્લા અધિકારીઓ અને ક્ષેત્રની એજન્સીઓને જાણ કરવા સલાહ આપવામાં આવી જેથી મૂળભૂત સ્તરે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ઉભી ન થાય

Posted On: 03 APR 2020 10:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ ભારત સરકારના મંત્રાલયો/વિભાગો, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોએ કોવિડ-19 રોગચાળાને દેશમાં નિયંત્રણમાં લેવા માટે લીધેલા લૉકડાઉનનાં પગલાં પર 24.03.2020નાં રોજ સંગઠિત માર્ગદર્શિકા જાહેર કરી હતી તથા એમાં 25.03.2020, 26.03.2020 અને 02.04.2020નાં રોજ વધારે સુધારા જાહેર કર્યા હતા.

આ માર્ગદર્શિકાનો પાલનમાં મૂળભૂત સ્તરે અલગ-અલગ અર્થઘટન કરવામાં આવ્યું છે અને અપવાદરૂપ ચીજવસ્તુઓનો અર્થ જુદો જુદો કરવામાં આવ્યો છે, જેના પરિણામે આ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સાંકળના સરળ પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે. આ માર્ગદર્શિકાના સંબંધમાં કેટલાંક તબક્કાઓમાંથી સૂચનો પણ મળ્યાં છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લાએ રાજ્યોનાં તમામ મુખ્ય સચિવોને કોવિડ-19 રોગચાળા સામે લડવા રાષ્ટ્રીય લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનાં પુરવઠાની સાંકળ સરળતાપૂર્વક જળવાઈ રહે એવી સુનિશ્ચિતતા કરવા રાજ્યોને પડતી મુશ્કેલીઓ પર સ્પષ્ટતા કરતા પત્રો લખ્યાં છે. આ પત્રોમાં લૉકડાઉનના નિયંત્રણોમાંથી મુક્ત રાખવામાં આવેલી આવશ્યક ચીજવસ્તુઓની જુદી-જુદી કેટેગરી સાથે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

પ્રયોગાશાળાઓના કેસમાં આ પત્રોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લૉકડાઉનનાં નિયંત્રણોમાંથી પ્રયોગાશાળાઓને મુક્તિ આપવામાં આવી છે. એમાં કોવિડ-19ના નમૂનાઓની ચકાસણી કરવા માટે ખાનગી ક્ષેત્રમાં કાર્યરત પરીક્ષણ પ્રયોગશાળાઓ સામેલ છે. આ નમૂનાઓ વિવિધ કલેક્શન સેન્ટરમાંથી મેળવવામાં આવ્યાં છે અને પછી કથિત પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યાં છે. એમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, કામચલાઉ કલેક્શન સેન્ટર ખોલવા, પ્રયોગાશાળાના ટેક્નિશિયનોની અવર-જવર અને કલેક્શન સેન્ટરમાંથી નમૂનાઓને પ્રયોગાશાળામાં લઈ જવાની છૂટ આપવામાં આવી છે અને લૉકડાઉનના કોઈ પણ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હવે આવશ્યક ચીજવસ્તુઓની વાત કરી તો આ પત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ખાદ્ય પદાર્થો, અનાજ-કરિયાણું, ફળફળાદિ અને શાકભાજી, ડેરી અને દૂધના ઉત્પાદનો, માંસ અને માછલી, પશુચારો, બિયારણો, ખાતરો અને જંતુનાશકો, કૃષિ ઉત્પાદન, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, તેમની કાચી સામગ્રી અને આંતરિક ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ (ઇકોમર્સ દ્વારા સહિત), ઉત્પાદન, વેરહાઉસિંગ અને પરિવહનને મુક્તિ આપવાનો કથિત માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ઉલ્લેખ થયો છે. 29 માર્ચ, 2020ના રોજ એક પત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ગ્રોસરીમાં સાફસફાઈના ઉત્પાદનો સામેલ હશે, જેમ કે હેન્ડ વોશ, સાબુ, ડિસઇન્ફેક્ટન્ટ્સ, બોડી વૉશ, શેમ્પૂ, સર્ફેસ ક્લીનર્સ, ડિટરજન્ટ અને ટિશ્યૂ પેપર, ટૂથપેસ્ટ/ઓરલ કેર, સેનિટરી પેડ્સ અને ડાયપર, ચાર્જર અને બેટરી સેલ વગેરે.

આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સતત જાળવી રાખવા નીચેની સ્પષ્ટતા કરવામાં આવી છે:-

  1. ખાદ્ય પદાર્થો અને ગ્રોસરીમાં કઈ ચીજવસ્તુઓ સામેલ છે એના પર પ્રશ્રો પૂછવામાં આવ્યાં છે. માર્ગદર્શિકાઓમાં ખાદ્ય પદાર્થો અને ગ્રોસરીની દરેક ચીજનો ઉલ્લેખ કરવા વ્યવહારિક નથી કે ઇચ્છનિય પણ ન હોવાથી રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને રોજિંદા ધોરણે લોકો દ્વારા ઉપયોગ થતી ખાદ્ય સામગ્રી અને ગ્રોસરીની તમામ ચીજવસ્તુઓને આ ચીજવસ્તુઓમાં સામેલ કરી હોવાનું અર્થઘટન કરવાની સલાહ આપવામાં આવી છે.
  2. માર્ગદર્શિકાઓમાં છૂટછાટ આપવામાં આવેલી બાબતોમાં આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેરહાઉસિંગ અને એનું પરિવહન સામેલ છે તથા જિલ્લા વહીવટીતંત્રો છૂટછાટ આપવામાં આવેલી કેટેગરીમાં આવરી લેવામાં આવેલા વ્યવસાયોમાં સંકળાયેલા લોકોને વ્યક્તિગત પાસ ઇશ્યૂ કરે છે. જોકે આવશ્યક ચીજવસ્તુઓની રાષ્ટ્રવ્યાપી પુરવઠા સાંકળ ધરાવતા વ્યવસાયોને પાસ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાનું સમાધાન કરવા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને આવશ્યક ચીજવસ્તુઓની રાષ્ટ્રવ્યાપી પુરવઠા સાંકળ ધરાવતી કંપનીઓ/સંસ્થાઓને અધિકૃત પત્રો ઇશ્યૂ કરવાની સલાહ આપવામાં આવી છે, તેમને રાષ્ટ્રીય સ્તરે પુરવઠાની સાંકળ જાળવવા મહત્ત્વપૂર્ણ સ્ટાફ અને વર્કર્સની સરળ અવરજવર માટે પ્રાદેશિક પાસ ઇશ્યૂ કરવાની છૂટ આપવામાં આવી છે. વધુમાં આ પ્રકારના ઓથેરાઇઝેશનની સંખ્યા લઘુતમ જાળવવાની સલાહ આપવામાં આવી છે.
  3. જ્યારે કાર્ગો અવરજવર માટે રેલવે, એરપોર્ટ અને સીપોર્ટ કાર્યરત છે, ત્યારે રાહત અને સ્થળાંતરણને માર્ગદર્શિકા હેઠળ છૂટ આપવામાં આવી છે. કેટલાંક કેસોમાં જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પાસ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાનું સમાધાન કરવા તથા દેશભરમાં ચીજવસ્તુઓનું અનલોડિંગ અને અવરજવર વધારવા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેલવે, પોર્ટ અને એરપોર્ટ અંતર્ગત નિયુક્ત સત્તામંડળોને આ પ્રકારની કામગીરી માટે આવશ્યક મહત્ત્વપૂર્ણ સ્ટાફ અને કરારબદ્ધ કામદાર માટે પાસ ઇશ્યૂ કરવાની છૂટ આપવામાં આવશે.
  4. તમામ ટ્રકો અને અન્ય ગૂડ્સ/કેરિયર વાહનોની રાજ્યની અંદર અને રાજ્યો વચ્ચે અવરજવર, જેમાં એક ડ્રાઇવર અને એક વધારાની વ્યક્તિને છૂટ આપવામાં આવી છે અને આ માટે ડ્રાઇવરે માન્ય લાઇસન્સ સાથે રાખવું પડશે. જો ટ્રક/વાહન ખાલી પ્રવાસ કરતો હશે, તો ડ્રાઇવરે ડિલિવરી કરી હોવાનું કે ચીજવસ્તુઓ ભરવા માટે જરૂરી ઇનવોઇસ, વે-બિલ વગેરે પ્રસ્તુત કરવા પડશે. ડ્રાઇવર અને એક વ્યક્તિની તેમના નિવાસસ્થાનથી ટ્રક સુધી અવરજવર કરવાની સુવિધા સ્થાનિક સત્તામંડળે કરવી પડશે.
  5. પાસ ધરાવતી તમામ વ્યક્તિઓની અવરજવર સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટેના નીતિનિયમોનું કડક પાલન કરવાને આધિન રહેશે, જે કોવિડ 19ના સંદર્ભમાં જરૂરી છે.

આ પત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, જિલ્લા સત્તામંડળો અને ફિલ્ડ સંસ્થાઓ ઉપરોક્ત બાબતો સાથે માહિતગાર રહી શકશે, જેથી મૂળભૂત સ્તરે કામગીરી દરમિયાન કોઈ અસ્પષ્ટતા કે ગૂંચવાડો ટાળી શકાય.

GP/RP



(Release ID: 1611092) Visitor Counter : 135