ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો દરમિયાન ખેતીવાડીના યંત્રો, સ્પેરપાર્ટ્સ અને રિપેરિંગની દુકાનો; ટ્રક રિપેરિંગની દુકાનો અને ચા ઉદ્યોગને બાકાત રાખવા ગૃહ મંત્રાલયે પરિશિષ્ટ બહાર પાડ્યું

Posted On: 03 APR 2020 10:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કોવિડ-19 સામેની લડાઇમાં લાગુ કરવામાં દેશવ્યાપી લૉકડાઉન સંબંધિત માર્ગદર્શિકામાં ઉમેરા માટે તમામ મંત્રાલયો/ વિભાગોને પરિશિષ્ટ અને અનુગામી પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યા છે (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1607997).

 

આ પરિશિષ્ટમાં લૉકડાઉન પ્રતિબંધ દરમિયાન ખેતીવાડીના યંત્રો અને તેના સ્પેરપાર્ટ્સ (તેની પૂરવઠા સાંકળ સહિત) અને રિપેરિંગની દુકાનો; ધોરીમાર્ગો પર ટ્રક રિપેરિંગની દુકાનો ખાસ કરીને ઇંધણ પંપના રિપેરિંગની દુકાનો; અને મહત્તમ 50% કામદારો સાથે વાવેતર સહિત ચા ઉદ્યોગને બાકાત રાખવાનું જણાવવામાં આવ્યું છે.

 

પરિશિષ્ટનો દસ્તાવેજ

 

GP/RP(Release ID: 1611068) Visitor Counter : 236