કાયદો અને ન્યાય મંત્રાલય
કોવિડ-19 મહામારીને લીધે લૉકડાઉનના પગલે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલે નિયમિતપણે સંવાદાત્મક સત્રો શરુ કર્યા
પોસ્ટેડ ઓન:
03 APR 2020 6:33PM by PIB Ahmedabad
આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ (ITAT) દ્વારા કોવિડ-19 સામે લડવા માટે 21 દિવસના લૉકડાઉનના સમય દરમિયાન ઉપલબ્ધ સમયનો ઉત્પાદક રીતે ઉપયોગ કરવા માટે આજે નિયમિત સંવાદાત્મક સત્રોનો સમાવેશ કરતા વીડિયો કોન્ફરન્સની એક શ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ITATના અધ્યક્ષ શ્રી જસ્ટીસ પી પી ભટ્ટે ઉપરાષ્ટ્રપતિ અને ટ્રીબ્યુનલના સભ્યો સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું હતું કે, કેસોના નિકાલ દરને કઈ રીતે સુધારી શકાય અને સાથે સાથે ન્યાયિક વ્યવસ્થાની ગુણવત્તાને કઈ રીતે વધારી શકાય તે માટેના વિચારોનું આદાનપ્રદાન કરવા અને વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે આ પ્રકારની બેઠકોનો ઉપયોગ કરી શકાય તેમ છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લૉકડાઉનનું સામાજિક અંતર જાળવીને અને જાતે એકાંતમાં રહીનેકડકપણે પાલન કરવામાં આવે તે અંગે પુનરોચ્ચાર કરીને જસ્ટીસ ભટ્ટે જણાવ્યું હતું કે ઓફીસમાંથી કામ કરવું અને સામાન્ય કામના દિવસો જેવી જ ઉત્પાદકતા પણ જાળવી રાખવી એ વર્તમાન સમયમાં અઘરું કાર્ય થઇ ગયું છે. આમ છતાં, એ બાબત અગત્યની છે કે આપણે આ સમયનો ઉપયોગ આપણા કૌશલ્ય અને ક્ષમતાઓને વધારવા માટે કરીએ, તેમણે ઉમેર્યું હતું.
શ્રી જસ્ટીસ ભટ્ટે જણાવ્યું હતું કે, “ન્યાયિક પ્રક્રિયા ચલાવવાના આપણા રોજીંદા કાર્યક્રમ દરમિયાન વહીવટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓની શિસ્ત વગેરે જેવા મુદ્દાઓને ઉકેલવા માટેનો સમય નથી મળી શકતો. આથી, આ પ્રકારના સંવાદો આપણા વહીવટી કામમાં પણ ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે સહાયભૂત બનશે.”
સોમવાર, 13 એપ્રિલ સુધી તમામ કાર્યના દિવસો દરમિયાન સંવાદાત્મક સત્રોના સાત વિષયોમાં કાર્ય ક્ષેત્રની સાથે બિનકાર્ય ક્ષેત્રના વિષયો પણ સમાવિષ્ટ છે અને રાષ્ટ્રીય અને ઝોનલ સ્તર પર જુદા-જુદા સત્રો હશે જેમાં કેટલાય મોટી બેંચના સભ્યોનો સમાવેશ થશે. કાર્ય ક્ષેત્રના વિષયોમાં આવકવેરો અને સંલગ્ન કાયદાનો સમાવેશ થાય છે જ્યારે બિન કાર્ય ક્ષેત્રના વિષયો વધુ સારા જીવન સાથે સંકળાયેલ છે જેવા કે આરોગ્ય, ધ્યાન, સમગ્રતયા આરોગ્ય વગેરે. પ્રત્યેક સ્ટેશનના સભ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી સમસ્યાઓને લગતા સ્થાનિક મુદ્દાઓ અંગે અંદરોઅંદર બેઠકો યોજવા જણાવવામાં આવ્યું છે.
જે વર્તમાન મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થવાની છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- જનરલ એન્ટી અવોઇડન્સ રુલ (GAAR) – મૂલ્યાંકનોમાં GAARની અરજી વડે ઉત્પન્ન થતા મુદ્દાઓ
- પ્રત્યક્ષ કર– વિવાદથી વિશ્વાસ કાયદો, 2020– ITAT પાસેથી અને તેની અપેક્ષાઓ.
- નાણાકીય કાયદામાં સુધારા, 2020
- કાયમી આવાસો અને વ્યવસાય જોડાણો અંગે બદલાતા ખ્યાલો તથા BEPSના સંદર્ભમાં ડિજિટલ ઈકોનોમીની કર પદ્ધતિ અને કાયદાકીય સુધારાઓ.
- મૂલ્યાંકનમાં ICDSની અસરો અને તેમાંથી ઉદભવતા મુદ્દાઓ
સંવાદાત્મક સત્રોમાં ચર્ચા કરવામાં આવનાર મૂળભૂત મુદ્દાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- બિઝનેસ કનેક્શન
- સેક્શન 9, FTS અને રોયલ્ટીઝ અંતર્ગત અનુમાનિત આવક
- કાયમી સ્થાપના અને લાભ આરોપણ (Permanent Establishment and Profit Attribution)
- કેસ સ્ટડીઝ – કેટલાક મહત્વના ન્યાયિક પૂર્વ નિર્ણયોની અસર
- મૂલ્યાંકન ફરી શરુ કરવું અને મૂલ્યાંકનનું પુનઃનિરીક્ષણ
મુખ્ય કાર્યથી અલગ વિષયોના સત્રોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- આર્ટ ઑફ લિવીંગ – મહામારીના લૉકડાઉનનો સકારાત્મકતા સાથે સામનો કરવો
- ઘરે બેઠા કામ (WFH) – વર્ક લાઈફ સંતુલન જાળવી રાખવા માટેની એક તક
- યોગ સત્ર
ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતા આજે શ્રી જસ્ટીસ ભટ્ટે જણાવ્યું કે તેમણે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા શ્રી જસ્ટીસ શરદ અરવિંદ બોબડેને વિનંતી કરી છે કે તેઓ ITATના વાઈસ પ્રેસીડેન્ટ અને સભ્યો સહિતના કોઈ એક સંવાદાત્મક સત્રને સંબોધન કરે. તેમણે ઉમેર્યું કે પ્રખ્યાત ન્યાયાધીશો જુદા-જુદા સત્રોને સંબોધન કરશે અને સંવાદમાં ભાગ લેશે.
RP
******
(રીલીઝ આઈડી: 1610880)
મુલાકાતી સંખ્યા : 138