માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ નવી દિલ્હીમાં AICTE દ્વારા તૈયાર કરવામાં આવેલ MHRD AICTE કોવિડ-19 વિદ્યાર્થી હેલ્પલાઇન પોર્ટલ શરુ કર્યું

Posted On: 03 APR 2020 7:45PM by PIB Ahmedabad

કોવિડ-19ના મહામારી અને માર્ચ 25થી શરુ થયેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખતા કેટલાક વિદ્યાર્થીઓ કોલેજો અને હોસ્ટેલ્સ બંધ થવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આથી આવા વિદ્યાર્થીઓને મદદ અને સહાયતા પૂરી પાડવા માટે AICTE (All India Council for Technical Education) દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે એક નવીન MHRD AICTE COVID-19 વિદ્યાર્થી હેલ્પલાઇન પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

https://helpline.aicte-india.org ના યુઆરએલ સાથેની વેબસાઈટ આદરણીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા આજે લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રૉ. અનીલ સહસ્ત્રબુદ્ધે, ચેરમેન, AICTE, શ્રી એમ પી પુનિયા, વાઈસ ચેરમેન AICTE, શ્રીબુદ્ધા ચંદ્રશેખર, ચીફ કોઓર્ડીનેટિંગ ઓફિસર, AICTE અનેગ્રાફિક એરા યુનિવર્સિટીના વિદ્યાર્થી ઇન્ટર્નસ શિવાંશુ અને આકાશ કે જેમણે એક દિવસના વિક્રમી સમયગાળામાં આ પોર્ટલ તૈયાર કર્યું હતું તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ ચોકકસપણે એવા લોકોને જોડવા માટેનું છે કે જેઓ જેમને જરૂરિયાત છે તેમને મદદ પૂરી પાડવા માગે છે. આ મદદના પ્રકારોમાં આવાસ, ભોજન, ઓનલાઈન ક્લાસ, હાજરી, પરીક્ષાઓ, શિષ્યવૃત્તિઓ, આરોગ્ય, વાહનવ્યવહાર અને કોઈ હેરાનગતી થઈ રહી હોય તો તેના માટે મદદ વગેરેનો સમાવેશ થાય છે.

મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહત્વના સમયે 6500થી વધુ કોલેજો પહેલાથી જ સહાયતા કરવા માટે આગળ આવી ચુકી છે. આ પોર્ટલના માધ્યમથી મુશ્કેલીમાં રહેલા વિદ્યાર્થીઓને સીધા તેમની સાથે સંપર્ક સાધવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે. શ્રી નિશંકે જે વિદ્યાર્થીઓએ આ નવીન મંચ તૈયાર કર્યું છે તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

તેઓ એ બાબત જાણીને ખુશ થયા હતા કે ઘણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમના સંશોધનના માધ્યમથી આરોગ્ય કાળજીને મજબૂત બનાવીને સરકારને મદદ કરવા માટે આગળ આવી રહી છે. પ્રૉ અનીલ સહસ્રબુદ્ધે, ચેરમેન AICTEએ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંગઠનો, સમાજસેવકોને પણ આગળ આવવા અને 6500 કોલેજોની જેમ જ તેમની સહાયતા પૂરી પાડવા માટે વિનંતી કરી હતી.

રસ ધરાવતા સામાજિક સંગઠનો, એનજીઓ, સમાજસેવકો AICTEને અહી સંપર્ક કરી શકે:

cconeat@aicte-india.org

RP



(Release ID: 1610865) Visitor Counter : 147