સંરક્ષણ મંત્રાલય

ડીઆરડીઓએ જાહેર સ્થળોની અસરકારક સાફસફાઈ માટે ઉપકરણ વિકસાવ્યું

Posted On: 03 APR 2020 6:27PM by PIB Ahmedabad

કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળા સામે લડવા સ્વદેશી ઉપાયો શોધવા થઈ રહેલા સતત પ્રયાસો વચ્ચે ડીઆરડીઓએ વિવિધ કદના ક્ષેત્રોને સ્વચ્છ/સેનેટાઇઝ કરવાનું ઉપકરણ વિકસાવ્યું છે. અગ્નિ વિસ્ફોટ અને પર્યાવરણ સુરક્ષા કેન્દ્ર (સીએફઈઈએસ) દિલ્હીએ બે સેનેટાઇઝ ઉપકરણોના બે કન્ફિગરેશન વિકસાવ્યાં છે. આ અગ્નિદમન ઉપયોગિતા માટે વિકસિત ટેકનોલોજીથી અન્ય ઉત્પાદન છે.

પીઠ પર લગાવીને જગ્યાને સ્વચ્છ/સેનેટાઇઝ કરતું ઉપકરણ

દિલ્હી સ્થિત સીએફઈઈએસએ પોતાના ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને એક વહનીય સ્વચ્છ/સેનેટાઇઝ કરનાર ઉપકરણને વિકસાવ્યું છે, જેને શંકાસ્પદ વિસ્તારને સ્વચ્છ કરવા માટે એક ટકા હાઇપોક્લોરાઇટ (હાઇપો) દ્રાવણ સાથે શુદ્ધિકરણ માટે છંટકાવ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

ઓપરેશનમાં સંકળાયેલા કર્મચારીઓ આ ઉપકરણને પીઠ પર લગાવીને સેનેટાઇઝ/સ્વચ્છતાનું કામ કરવા ઉપયોગ કરી શકે છે. આ સિસ્ટમ ઓછા દબાણ સાથે બે પ્રકારનાં તરલ પદાર્થ (હવા અને કીટાણુનાશક તરલ પદાર્થ) સાથે મળીને કામ કરે છે, જેનાથી બહુ સારો ફુવારો પેદા થાય છે. આ સિસ્ટમ 300 ચોરસ મીટર સુધીના ક્ષેત્રને સ્વચ્છ અને ચેપમુક્ત બનાવવા સક્ષમ છે. એને હોસ્પિટલનાં રિસ્પેશન સેન્ટર, ડૉક્ટરનાં રૂમ, સામાન્ય નાગરિકો સાથે સંપર્કમાં રહેતી ઓફિસ, શેરી, રોડ, મેટ્રો અને રેલવે સ્ટેશન અને બસ ડેપો વગેરેને ડિસઇન્ફેક્ટ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

ટ્રોલી પર લગાવીને મોટા વિસ્તારને સ્વચ્છ/સેનેટાઇઝ કરતું ઉપકરણ

આ સંસ્થાએ પોતાના ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને એક ઉચ્ચ ક્ષમતાયુક્ત સ્વચ્છ/સેનેટાઇઝ કરનાર ઉપકરણને પણ વિકસાવ્યું છે. આ સિસ્ટમ ઓછા દબાણ સાથે એક તરલ પદાર્થ (કીટાણુનાશક તરલ પદાર્થ) સાથે કામ કરે છે, જેનાથી બહુ સારો ફુવારો પેદા થાય છે. આ સિસ્ટમ 3,000 ચોરસ મીટરના વિસ્તારને ડિસઇન્ફેક્ટ કરવામાં સક્ષમ છે. એમાં 50 લટરની ટેંક લગાવી શકાય છે અને એનાથી 12થી 15 મીટરના અંતર સુધી છંટકાવ કરી શકાય છે. આ હોસ્પિટલ, મોલ, એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, આઇસોલેશન સેન્ટર, ક્વારન્ટાઇન સેન્ટર અને વધારે જોખમકારક ક્ષેત્રોને સ્વચ્છ/સેનેટાઇઝ કરવા માટે લાભદાયક છે.

દિલ્હી પોલીસને તાત્કાલિક ઉપયોગ કરવા માટે આ સિસ્ટમને બે ઉપકરણ મદદરૂપ થઈ રહ્યા છે. ઔદ્યોગિક ભાગીદાર દ્વારા આ ઉપકરણોને અન્ય સંસ્થાઓને પણ ઉપલબ્ધ કરાવી શકાય છે.

RP


(Release ID: 1610861) Visitor Counter : 214