રસાયણ અને ખાતર મંત્રાલય
ઇન્ડિયન પોટાશ લિમિટેડે પીએમ કેર્સ ફંડમાં રૂ. 5 કરોડનુ દાન આપતાં ફર્ટિલાઈઝર ક્ષેત્રનાં જાહેર એકમોનુ કુલ યોગદાન રૂ. 32 કરોડ થયું
શ્રી ગૌડાએ નેશનલ ફર્ટિલાઈઝર લિમિટેડ અને ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડના કર્મચારીઓની એક દિવસનુ વેતન આપવા બદલ પ્રશંસા કરી
Posted On:
03 APR 2020 4:27PM by PIB Ahmedabad
કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય હેઠળના ફર્ટિલાઈઝર વિભાગના એક જાહેર ક્ષેત્રના એકમ ઇન્ડિયન પોયાશ લિમિટેડે (આઈપીએલ) પ્રધાનમંત્રીના સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઇન ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (પીએમ-કેર્સ)માં રૂ. 5 કરોડનુ યોગદાન આપીને સરકારની કોરોના મહામારી સામેની લડતના પ્રયાસોને સહયોગ આપ્યો છે. આ દાન સાથે ફર્ટિલાઈઝર ક્ષેત્રનાં જાહેર એકમોનું યોગદાન રૂ. 32 કરોડ થયું છે.
ઇન્ડિયન પોયાશ લિમિટેડ (આઈપીએલ)ના યોગદાનની પ્રશંસા કરતાં શ્રી ગૈડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે આનાથી કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી ભારત સરકાર મારફતે હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોને બળ બનશે તથા તેને સહયોગ પ્રાપ્ત થશે.
બે અલગ અલગ ટ્વીટ કરી મંત્રીશ્રીએ ફર્ટિલાઈઝર ક્ષેત્રનાં જાહેર એકમો, નેશનલ ફર્ટિલાઈઝર લિમિટેડ (NFL) અને ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ (FACT)ના કર્મચારીઓનુ એક દિવસનુ વેતન અનુક્રમે રૂ. 88 લાખ અને રૂ. 50 લાખ આપવા બદલ પ્રશંસા કરી હતી.
ફર્ટિલાઈઝર ક્ષેત્રનાં ઈફકો, ક્રિભકો અને એનએફએલ-કિસાન જેવાં અન્ય એકમોએ પણ પીએમ કેર્સ ફંડમાં રૂ. 27 કરોડથી વધુ રકમનુ યોગદાન આપ્યું છે. શ્રી ગૈડાએ તેમના મંત્રાલય હેઠળનાં તમામ નફો કરતાં એકમોને તેમના સીએસઆર ફંડનો હિસ્સો પીએમ કેર્સ ફંડમાં દાન કરવા માટે અનુરોધ કર્યો છે. જાહેર ક્ષેત્રનાં તમામ એકમોના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરોને મોકલેલા એક પત્રમાં શ્રી ગૈડાએ જણાવ્યું હતુ કે ભારત સરકાર કોરોનાવાયરસનો પ્રસાર અટકાવવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે, આમ છતાં, જાહેર આરોગ્યની આટલી વ્યાપક સ્થિતિ માટે સમાજના તમામ વર્ગોના સંયુક્ત પ્રયાસો વડે યોગદાન આપે તે જરૂરી બન્યુ હોવાથી હું આપ તમામને તમારા સીએસઆર બજેટમાંથી શક્ય તેટલી મહત્તમ રકમ પીએમ કેર્સ ભંડોળમાં આપવા અનુરોધ કરૂ છું.
તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે કોરોનાવાયરસ મહામારી જેવી તાકીદની પરિસ્થિતિમાં અથવા તો અન્ય પીડાદાયક પરિસ્થિતિમાં સહાય આપી શકાય તેવા પ્રાથમિક ઉદ્દેશથી પીએમ કેર્સ ફંડની રચના કરી છે. અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફંડમાં અપાયેલુ યોગદાન કંપનીઓના કાયદા 2013 હેઠળ સીએસઆર ખર્ચ તરીકે માન્ય ગણાશે.
GP/RP
(Release ID: 1610725)
Visitor Counter : 181