વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 અને સંબંધિત શ્વસન ચેપને દૂર કરવા માટેના પ્રોજેક્ટ્સના પ્રથમ સેટને DST-SERBની મંજૂરી

Posted On: 02 APR 2020 6:21PM by PIB Ahmedabad

કોવિડ-19 વાયરસ અત્યારે સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેથી આ કટોકટીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. યોગ્ય કિમોથેરાપીને લગતા હસ્તક્ષેપ અને અસરકારક રસીની ઉપલબ્ધતાના અભાવના કારણે આખી દુનિયાના લોકો ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં મુકાઇ ગયા છે અને વર્તમાન કોરોના વાયરસ ઉપદ્રવની સામે લગભગ નિઃસહાય હાલતમાં છે. કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓની ભારતમાં વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ મહામારી વિરુદ્ધ રાષ્ટ્રીય આર એન્ડ ડીના પ્રયાસો તાત્કાલિક ઝડપી ગતિએ આગળ વધારવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ – વિજ્ઞાન અને એન્જિનિયરિંગ બોર્ડ (DST-SERB) દ્વારા કેટલાક વિશેષ સંશોધન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.

DST-SERB દ્વારા પાંચ પ્રોજેક્ટનો પ્રથમ સેટ પસંદ કરવામાં આવ્યો છે જે અમલ કરવા યોગ્ય ટેકનોલોજીમાં વધુ વિકાસ માટે સમર્થન આપશે. આમાંથી ત્રણ પ્રોજેક્ટ એન્ટિ-વાયરલ અને નિર્જીવ સપાટી જેમકે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) પર વાયરસ્ટેટિક સપાટી કોટિંગ (આવરણ) સંબંધિત અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાને આવરી લે છે; જ્યારે અન્ય એકમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીમાં મેટાબોલાઇટ બાયોમાર્કરની ઓળખ અંગે અભ્યાસ થશે જેથી રોગોપચાર લક્ષ્યની ઓળખ થઇ શકશે; અને અન્ય એક પ્રોજેક્ટ કોરોના વાયરસના સ્પાઇક ગ્લાયકોપ્રોટીનના રિસેપ્ટર-બાઇન્ડિંગ ક્ષેત્ર વિરુદ્ધ એન્ટિબોડી વિકસાવવા અંગેના સંશોધનને સમાવી લેવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ્સ નીચે દર્શાવ્યા અનુસાર છે:

લક્ષિત રોગોપચાર માટે કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓમાં ગ્લોબલ મેટાબોલાઇટ બાયોમાર્કર્સની ઓળખ

આનાથી કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓમાં ગ્લોબલ મેટાબોલાઇટ બાયોમાર્કર્સની ઓળખ થઇ શકશે. આનાથી કોવિડ-19ના ચેપ માટે સંભવિત બાયોમાર્કર સિગ્નેચર (વિશેષ)ની ઓળખ કરવામાં અને રોગોપચાર માટે નોવલ લક્ષ્ય પારખવામાં મદદ મળશે.

{વિગતો માટે, મુંબઇમાં આવેલ IIT બોમ્બેના બાયો-સાયન્સ અને બાયો-એન્જિનિયરિંગ વિભાગના ડૉ. સંજીવ શ્રીવાસ્તવનો સંપર્ક કરવો (sanjeeva@iitb.ac.in)}

સુરક્ષાત્મક અને ઓછી ખર્ચાળ એન્ટિવાયરલ એપ્લિકેશન માટે પુનઃહેતુપૂર્ણ બહુ-લક્ષિત વિરિસિડલ એજન્ટ્સ/ડ્રગ્સ સાથે કાર્યાત્મક નિર્જીવ સપાટીનું નિર્માણ કરવું

આનાથી ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ સંબંધિત નોવલ કોરોના વાયરસ SARS-CoV-2 જેવા અત્યંત ચેપી રોગકારકોના કારણે ફેલાતી ચેપી બીમારીના નિવારણ માટે ઉપયોગમાં લેવાતા સર્જિકલ માસ્ક જેવી સ્વાસ્થ્ય સંભાળ ચીજવસ્તુઓમાં ઉપયોગમાં લેવાતી નિર્જીવ સપાટી માટે વિરિસિડલ કોટિંગ વિકસાવવામાં મદદ થશે.

{વિગતો માટે કાનપુર ખાતે આવેલી IIT કાનપુરના રસાયણશાસ્ત્ર વિભાગના ડૉ. નગ્મા પરવીનનો સંપર્ક કરવો (nagma@iitk.ac.in)}

ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે થતો ચેપનો ફેલાવો નિવારવા માટે એન્ટિ-વાયરલ સપાટીનું કોટિંગ વિકસાવવું

કોઇપણ સપાટી પર વાયરસ ચોંટે તેના કારણે ઘાતક ચેપ ફેલાતો હોવાથી, આ પ્રસ્તાવનો મૂળ ઉદ્દેશ્ય વિવિધ સપાટી પર એવા નાના મોલેક્યૂલર અને પોલીમેરિક કમ્પાઉન્ડ (સંયોજન) તૈયાર કરવાનો છે જે સહસંબંધથી અને બિન-સહસંબંધથી આવરીત હશે, અને શ્વસન સંબંધિત વાયરસ તેના સંપર્કમાં આવતા જ તેને ખતમ કરી દેશે.

{વિગતો માટે બેંગલોરમાં આવેલા JNCASR ના ડૉ. જયંતા હલ્દરનો સંપર્ક કરવો jayanta@jncasr.ac.in)}

નિર્જીવ સપાટી પરથી વાયરલ વિશુદ્ધિકરણ માટે ફોર્મ્યુલેશન તૈયાર કરવા

આનાથી એવી સામગ્રી તૈયાર કરવામાં મદદ મળશે જેનો ઉપયોગ વાયરસ ટેક્ટિક તરીકે થઇ શકે અને મોપ (પોતા) પર લગાવીને સપાટીને બિનચેપી બનાવવા માટે અને તેના પર ચોંટેલા કોઇપણ વાયરસ અથવા બેક્ટેરિયા દૂર કરવા માટે થઇ શકે.

{IIT દિલ્હીમાં ટેક્સટાઇલ અને ફાઇબર એન્જિનિયરિંગ વિભાગના ડૉ. બી. એસ. બુતોલા (bsbutola@iitd.ac.in)}

મૂળરૂપે જેલ અવસ્થામાં રહેલા લિપિડનો ઉપયોગ કરીને 2019-nCoVનું એન્ટિબોડી આધારિત કેપ્ચર અને તેનું નિષ્ક્રિયકરણ

આ પ્રોજેક્ટ ઝીંક પેપ્ટિડેઝ એન્જિઓટેન્સિન- કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 તરીકે ઓળખાતા હોસ્ટ સેલ-સર્ફેસ રિસેપ્ટરને ઓળખવામાં સામેલ CoVના સ્પાઇક ગ્લાયકોપ્રોટીનના રિસેપ્ટર-બાઇન્ડિંગ ક્ષેત્ર વિરુદ્ધ એન્ટિબોડી વિકસાવવામાં મદદરૂપ થશે. આનો અન્ય એક હેતુ બિન સાંદ્રિત મુક્ત ફેટી એસિટ આધારિત જેલ અવસ્થામાં રૂપાંતરિત કરેલું પ્રવાહી મિશ્રણ તૈયાર કરવાનો છે જેથી પ્રવેશની જગ્યાએ વાયરસને નિષ્ક્રિય કરી શકાય.

{મુંબઇ, IIT મુંબઇના બાયો-સાયન્સ અને બાયો-એન્જિનિયરિંગ વિભાગના ડૉ. કિરણ કોન્ડાબાગીલ (kirankondabagil@iitb.ac.in)}

આ તમામ પ્રોજેક્ટ કોવિડ-19 પ્રોજેક્ટ્સ માટે વિશેષ નિષ્ણાંતોની સમિતિ દ્વારા સમકક્ષ- સમીક્ષા અને મૂલ્યાંકન પછી પસંદ કરવામાં આવ્યા છે.

{કોવિડ-19 માટે DST-SERBના આર એન્ડ ડી પ્રયાસો સંબંધિત વધુ માહિતી માટે તમે નીચે ઉલ્લેખિત વ્યક્તિનો સંપર્ક કરી શકો છો:

પ્રોફેસર સંદીપ વર્મા, સચિવ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ, ઇમેલ: secretary@serb.gov.in}

 

RP

 

*****



(Release ID: 1610492) Visitor Counter : 164