રેલવે મંત્રાલય

કોવિડ-19ના કારણે લૉકડાઉનના સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય માલસામાનના પરિવહનની કામગીરીને પાર્સલ ટ્રેનો ખૂબ મોટાપાયે વેગ આપી રહી છે


પૂરવઠા સાંકળની કામગીરી જળવાઇ રહે તે માટે સમયપત્રક અનુસાર 10 રૂટ પર પાર્સલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે; હંગામી ધોરણે વિશેષ પાર્સલ ટ્રેનો માટે 18 નવા રૂટ તૈયાર

અત્યાર સુધીમાં, ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશના વિવિધ ગંતવ્ય સ્થળોએ 30 વિશેષ પાર્સલ ટ્રેનો મોકલવામાં આવી

ભારતીય રેલવે તંત્ર ગ્રાહકોની માંગ અનુસાર દુધ અને ખાદ્ય ઉત્પાદનો માટે પણ પાર્સલ ટ્રેન ચલાવી રહ્યું છે

રાજ્યમાં ટૂંકા અંતરમાં પરિવહન માટે રાજ્યોની માગને પહોંચી વળવા માટે રેલવેએ તમામ તૈયારીઓ કરી

કોવિડ-19ના કારણે લૉકડાઉનના આ તબક્કામાં દેશવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓની અછત ન વર્તાય તે માટે કામગીરીઓમાં તૈનાત સમગ્ર સ્ટાફ તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યો છે

Posted On: 02 APR 2020 12:56PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન, સમગ્ર દેશમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને અન્ય આવશ્યક માલસામાનની માંગને પહોંચી વળવા માટે આ વસ્તુઓના દેશવ્યાપી પરિવહન માટે ભારતીય રેલવે દ્વારા તેમની પાર્સલ ટ્રેનો દ્વારા અવિરત સેવા આપવામાં આવી રહી છે. ભારતીય રેલવે તંત્ર તેમની માલવાહક ટ્રેનો દ્વારા સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહેલાંથી જ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવે છે. ખાદ્યાન્ન, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, કોલસો, સીમેન્ટ, દુધ, શાકભાજી અને ફળ વગેરે આવશ્યક વસ્તુઓના જથ્થાબંધ પરિવહનની જરૂરિયાત માલવાહન ટ્રેનોના પરિચાલનથી પૂર્ણ કરવામાં આવી રહી છે તેની સાથે-સાથે તુલનાત્મક રીતે ઓછા જથ્થાની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવા માટે પાર્સલ ટ્રેન દ્વારા પણ પરિવહન કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં, ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં વિવિધ ગંતવ્ય સ્થળોએ 30 વિશેષ પાર્સલ ટ્રેનો દોડાવી છે જેની વિગતો નીચે પ્રમાણે છે:

ક્રમ

રવાનગી સ્થળ

ગંતવ્ય સ્થળ

ચીજવસ્તુ

1

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

2

જલગાંવ

ન્યૂ ગુવાહાટી

પરચુરણ આવશ્યક વસ્તુઓ

3

ન્યૂ તિનસુકિયા

ગોધાણી (નાગપૂર)

પરચુરણ આવશ્યક વસ્તુઓ

4

કરમબેલી (ગુજરાત)

ન્યૂ ગુવાહાટી

સામાન્ય માલસામાન

5

દહાનુ રોડ (પાલગઢ)

બડી બ્રાહમન (જમ્મુ)

સૂકું ઘાસ

6

કાંકરિયા (અમદાવાદ)

ભીમસેન (કાનપૂર)

દુધની બનાવટો

7

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

8

ન્યૂ ગુવાહાટી

કરમબેલી (ગુજરાત)

પરચુરણ ઉત્પાદનો

9

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

10

રેનીગુંટા

નિઝામુદ્દીન

દુધ

11

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

12

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

13

સાલેમ

ભટિંડા

કૃષિ બીયારણ

14

મોગા

ચંગસરી (ગુવાહાટી)

દુધની બનાવટો

15

કાંકરિયા (અમદાવાદ)

સંક્રાઇલ (હાવડા)

દુધનો પાવડર

16

દહાનુ રોડ (પાલગઢ)

બડી બ્રાહમન (જમ્મુ)

સૂકું ઘાસ

17

ભોપાલ

ગ્વાલિયર

ફળ

18

ગોધાણી (નાગપૂર)

ન્યૂ તિનસુકિયા

પરચુરણ આવશ્યક વસ્તુઓ

19

નાંગલ ડેમ

ચંગસરી (ગુવાહાટી)

FMCG ઉત્પાદનો

20

ચેન્નઇ

નવી દિલ્હી

પરચુરણ આવશ્યક વસ્તુઓ

21

યશવંતપૂર

હાવડા

પરચુરણ આવશ્યક વસ્તુઓ

22

બાંદ્રા ટર્મિનસ

લુઘિયાણા

તબીબી માલસામાન/ માસ્ક

23

રેવા

અનુપ્પુર

પરચુરણ આવશ્યક વસ્તુઓ

24

ભોપાલ

ખંડવા

પરચુરણ આવશ્યક વસ્તુઓ

25

ઇટારસી

બીના

પરચુરણ આવશ્યક વસ્તુઓ

26

ચેન્નઇ એગ્મોર

નાગરકોવિલ

દવા અને પુસ્તકો

27

સાલેમ

હિસાર

કૃષિ બીયારણ

28

નવી દિલ્હી

હાવડા

પરચુરણ વસ્તુઓ

29

કરમબેલી (ગુજરાત)

ચંગસરી (ગુવાહાટી)

પરચુરણ વસ્તુઓ

30

પાલનપુર (ગુજરાત)

પલવલ (દિલ્હી પ્રદેશ)

દુધ

 

કોવિડ-19ના કારણે લૉકડાઉનના આ તબક્કામાં દેશવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓની અછત ન વર્તાય તે માટે કામગીરીઓમાં તૈનાત સમગ્ર સ્ટાફ તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યો છે

પોતાના કર્મચારીઓની ખૂબ જ અદભૂત કામગીરીથી પ્રોત્સાહિત થઇને, ઝોનલ રેલવે દ્વારા હવે 31 માર્ચ 2020થી સમયપત્રક અનુસાર પાર્સલ ટ્રેનો ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમયપત્રક અનુસાર ટ્રેનોના રૂટ નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

રવાનગી સ્થળ

ગંતવ્ય સ્થળ

ફ્રીક્વન્સી/ રૂટ

1

બાન્દ્રા ટર્મિનસ

લુઘિયાણા

સપ્તાહમાં ત્રણ વખત (અમદાવાદ, જયપુર, દિલ્હી થઇને)

2

દિલ્હી

હાવડા

સપ્તાહમાં બે વખત

3

યશવંતપૂર

હાવડા

સપ્તાહમાં બે વખત (ચેન્નઇ થઇને)

4

સિકંદરાબાદ

હાવડા

સાપ્તાહિક

5

સંક્રાઇલ (હાવડા)

ગુવાહાટી

સાપ્તાહિક

6

ચેન્નઇ

દિલ્હી

સાપ્તાહિક

7

કાંકરિયા (અમદાવાદ)

સંક્રાઇલ (હાવડા)

સાપ્તાહિક

8

કલ્યાણ

સંક્રાઇલ (હાવડા)

સાપ્તાહિક

(નાસિર, નાગપુર, બિલાસપુર થઇને)

9

કલ્યાણ

ચંગસરી

સાપ્તાહિક

(નાસિક, નાગપુર, બિલાસપુર થઇને)

10

કરમબેલી

ચંગસરી

સાપ્તાહિક

 

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ લૉકડાઉનના આ સમય દરમિયાન સમગ્ર દેશમાં આવશ્યક માલસામાન અને જીવન જરૂરિયાતની વસ્તુઓની ઝડપથી ડિલિવરી અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, ભારતીય રેલવે દ્વારા અન્ય વિસ્તારો માટે પણ રૂટ ઓળખવામાં આવ્યા છે. માંગ અનુસાર આ રૂટ માટે પણ વિશેષ પાર્સલ ટ્રેનનું આયોજન થઇ શકે છે. ઝોનલ રેલવે દ્વારા મહત્વપૂર્ણ કોરિડોરને જોડવા માટે વિશેષ પાર્સલ ટ્રેનના રૂટ ઓળખવામાં આવ્યા છે જેમકે:

  1. નવી દિલ્હી - ગુવાહાટી
  2. નવી દિલ્હી- મુંબઇ સેન્ટ્રલ
  3. નવી દિલ્હી- કલ્યાણ
  4. ચંદીગઢ - જયપુર
  5. મોગા - ચંગસરી
  6. કલ્યાણ - નવી દિલ્હી
  7. નાસિક - નવી દિલ્હી
  8. કલ્યાણ - સંતારાગાચી
  9. કલ્યાણ - ચંગસરી
  10. કોઇમ્બતૂર – પટેલ નગર (દિલ્હી પ્રદેશ)
  11. પટેલ નગર (દિલ્હી પ્રદેશ) – કોઇમ્બતૂર
  12. કોઇમ્બતૂર - રાજકોટ
  13. રાજકોટ - કોઇમ્બતૂર
  14. કોઇમ્બતૂર - જયપુર
  15. જયપુર - કોઇમ્બતૂર
  16. સાલેમ – ભટિંડા
  17. કંકરી - લુઘિયાણા
  18. સંક્રાઇલ – બેંગલુરુ
  19. માગ અનુસાર અન્ય રૂટ

આ સમયગાળા દરમિયાન ભારતીય રેલવે દ્વારા ગ્રાહકોની માંગ અનુસાર અન્ય પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવે – જેમાં સામેલ છે:

  1. ‘દુધ સ્પેશિયલ’ પાલનપુર (ગુજરાત) થી પલવલ (દિલ્હી નજીક) અને રેનીગુંટા (આંધ્રપ્રદેશ) થી દિલ્હી
  2. દુધની બનાવટો માટે કાંકરિયા (ગુજરાત) થી કાનપૂર (ઉત્તરપ્રદેશ) અને સંક્રાઇલ (કોલકાતા નજીક)
  3. ખાદ્યઉત્પાદનો માટે મોગા (પંજાબ) થી ચંગસરી (આસામ)

રાજ્યોમાં ટૂંકા અંતરમાં પરિવહનની જરૂરિયાતો ઓળખવા માટે ઝોનલ રેલવે દ્વારા રાજ્ય સરકારો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ રાજ્ય સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા મધ્યપ્રદેશમાં નીચે ઉલ્લેખ કરેલા પાંચ રૂટ પર પાર્સલ ટ્રેનો ચલવવાની પહેલ કરવામાં આવી હતી:

  • ભોપાલ - ગ્વાલિયર
  • ઇટારસી - બીના
  • ભોપાલ - ખંડવા
  • રેવા - અનુપ્પુર
  • રેવા - સિંગરૌલી

અહીં નોંધનીય છે કે, ભારતીય રેલવેની વિશેષ પાર્સલ સેવા નિર્ધારિત સમયપત્રક અનુસાર ચાલી રહી છે.

આ સમયપત્રક અનુસારની ટ્રેનો માટે પૂર્વ નિર્ધારિત નક્કી કરેલા સ્ટોપેજ છે. કોઇપણ ચીજવસ્તુ ‘આરંભ’થી ‘અંત’ સુધીના કોઇપણ સ્ટેશન માટે કોઇપણ જથ્થામાં બુક કરાવી શકાય છે. આ તમામ પ્રયાસો માલસામાનની કાર્યક્ષમ અને સમયસર ડિલિવરી કરવા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે કરવામાં આવે છે.

સ્થાનિક ઉદ્યોગો, ઇ-કોમર્સ કંપનીઓ, કોઇપણ અન્ય રસપ્રદ સમૂહો, સંગઠનો, વ્યક્તિગત લોકો અને સંભવિત લોડર્સ ઝોનલ સ્તરે રેલવે અધિકારીનો સંપર્ક કરી શકે છે. રેલવે અધિકારીઓના સંપર્કની વિગતો વિવિધ સ્ટેશનો પર  મોકલી દેવામાં આવી છે અને ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી કોઇપણ વ્યક્તિ પોતાના પાર્સલ મોકલી શકે. ઝોનલ રેલવે દ્વારા જાહેરખબરો સહિત વિવિધ સંપર્ક માધ્યમો દ્વારા સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

GP/RP

***


(Release ID: 1610294) Visitor Counter : 238