ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય 
                
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં FCI દ્વારા ખાદ્યાન્નનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો
                    
                    
                        
આજે 53 રેલ રેક ભરીને સામાન લઇ જવાયો, 24 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનમાં અત્યાર સુધીમાં કુલ 352 રેકમાં અંદાજે 9.86 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન પહોંચાડવામાં આવ્યું
                    
                
                
                    Posted On:
                01 APR 2020 9:16PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                દેશમાં અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનના સમય દરમિયાન ઘઉં અને ચોખાના પૂરવઠામાં કોઇ જ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ દરેક લાભાર્થીને દર મહિને 5 રૂપિયા કિલોના ભાવે ખાદ્યન્ન પૂરું પાડવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે FCI સંપૂર્ણ સજ્જ હોવા ઉપરાંત, આગામી 3 મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 81.35 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 રૂપિયા કિલોના ભાવે પૂરવઠો પહોંચાડવાની વધારાની માંગને પહોંચી વળવા માટે પણ તૈયાર છે. 31.03.2020ના રોજ સુધીમાં FCI પાસે 56.75 મિલિયન MT (MMT) ખાદ્યાન્ન (30.7 MMT ચોખા અને 26.06 MMT ઘઉં)નો જથ્થો હોવાનું નોંધવામાં આવ્યું છે.
આ પડકારજનક સ્થિતિમાં પણ, FCI સમગ્ર દેશમાં ખાસ કરીને રેલવે દ્વારા ઘઉં અને ચોખાનો ઝડપથી પૂરવઠો પહોંચાડવાની તૈયારી કરીને ખાદ્યન્નની વધતી માંગને પહોંચી વળવા માટે સક્ષમ છે. આજે એટલે કે 01.04.2020ના રોજ કુલ 53 રેક ભરીને સામાન પહોંચાડવામાં આવ્યો હતો જેમાં અંદાજે 1.48 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્નનો જથ્થો લઇ જવાયો હતો. 24.03.2020ના રોજ અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનમાં અત્યાર સુધીમાં FCI દ્વારા 352 રેકમાં અંદાજે 9.86 લાખ મેટ્રિક ટન જથ્થો દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.
FCI દ્વારા મુક્ત બજાર વેચાણ યોજના (OMSS) હેઠળ ઇ-હરાજી કરવામાં આવી રહી છે જેથી યાદીમાં સામેલ રોલર ફ્લૉર મીલો/રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમાં ઘઉંનો જથ્થો પહોંચાડીને બજારમાં પૂરવઠા સંબંધિત અવરોધોને દૂર કરી શકાય. 31.03.2020ના રોજ યોજાયેલી છેલ્લી ઇ-હરાજીમાં 1.44 LMT ઘઉં માટે બીડ (બોલી) પ્રાપ્ત કરવામાં આવી છે.
કોવિડ-19 મહામારીના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને, નિયમિત ઇ-હરાજી ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ/ કલેક્ટરોને OMSS અનામત કિંમતે સીધા જ FCI ડીપોમાંથી સામાન ઉપાડવાની સત્તા આપવામાં આવી છે જેથી રોલર ફ્લોર મીલ અને ઘઉંના ઉત્પાદનોના અન્ય ઉત્પાદકોની જરૂરિયાતો સંતોષી શકાય. અત્યાર સુધીમાં 79027 મેટ્રિક ટન ઘઉં નીચે ઉલ્લેખ કરેલા રાજ્યોમાં આ રૂટથી ફાળવવામાં આવ્યા છે:
	
		
			| 
			 અનુક્રમ નંબર 
			 | 
			
			 રાજ્ય 
			 | 
			
			 જથ્થો (MTમાં) 
			 | 
		
		
			| 
			 i 
			 | 
			
			 ઉત્તરપ્રદેશ 
			 | 
			
			 35675 
			 | 
		
		
			| 
			 ii 
			 | 
			
			 બિહાર 
			 | 
			
			 22870 
			 | 
		
		
			| 
			 iii 
			 | 
			
			 હિમાચલ પ્રદેશ 
			 | 
			
			 11500 
			 | 
		
		
			| 
			 iv 
			 | 
			
			 હરિયાણા 
			 | 
			
			 4190 
			 | 
		
		
			| 
			 v 
			 | 
			
			 પંજાબ 
			 | 
			
			 2975 
			 | 
		
		
			| 
			 vi 
			 | 
			
			 ગોવા 
			 | 
			
			 1100 
			 | 
		
		
			| 
			 vii 
			 | 
			
			 ઉત્તરાખંડ 
			 | 
			
			 375 
			 | 
		
		
			| 
			 viii 
			 | 
			
			 રાજસ્થાન 
			 | 
			
			 342 
			 | 
		
	
 
 
વધુમાં, ચોખા માટે પણ ઇ-હરાજી કરવામાં આવી છે. 31.03.2020ના રોજ થયેલી છેલ્લી ઇ-હરાજીમાં 77000 મેટ્રિક ટન ચોખા તેલંગાણા, તામિલનાડુ તેમજ જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
વધુમાં, હાલમાં ઉભરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યોને ઇ-હરાજીમાં ભાગ લીધા વગર 22.50 રૂપિયા પ્રતિ કિલોના OMSS ભાવે ચોખા ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે જેથી NFSA દ્વારા કરવામાં આવતી ફાળવણી તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવેલી વધારાની ફાળવણી સિવાય અને તેથી ઉપરની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. અત્યાર સુધીમાં 93387 મેટ્રિક ટન (MT) ચોખા નીચે ઉલ્લેખ કરેલા રાજ્યોમાં તેમની વિનંતી અનુસાર ફાળવવામાં આવ્યા છે:
 
	
		
			| 
			 અનુક્રમ નંબર 
			 | 
			
			 રાજ્ય 
			 | 
			
			 જથ્થો (MTમાં) 
			 | 
		
		
			| 
			 i 
			 | 
			
			 તેલંગાણા 
			 | 
			
			 50000 
			 | 
		
		
			| 
			 ii 
			 | 
			
			 આસામ 
			 | 
			
			 16160 
			 | 
		
		
			| 
			 Iii 
			 | 
			
			 મેઘાલય 
			 | 
			
			 11727 
			 | 
		
		
			| 
			 Iv 
			 | 
			
			 મણીપૂર 
			 | 
			
			 10000 
			 | 
		
		
			| 
			 V 
			 | 
			
			 ગોવા 
			 | 
			
			 4500 
			 | 
		
		
			| 
			 Vi 
			 | 
			
			 અરુણાચલ પ્રદેશ 
			 | 
			
			 1000 
			 | 
		
	
 
 
GP/RP
*****
                
                
                
                
                
                (Release ID: 1610253)
                Visitor Counter : 280