રેલવે મંત્રાલય

કોવિડ-19ના કારણે અમલી લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ભારતીય રેલવે સતત ભોજન આપે છે; 28 માર્ચથી અત્યાર સુધીમાં 1.4 લાખ તૈયાર ભોજનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું


1 લાખ કરતા વધુ ભોજનના તૈયાર પેકેટ IRCTCના રસોડામાં બનાવવામાં આવ્યા

RPF પણ મદદમાં આવ્યું: RPF ભોજનના વિતરણમાં અગ્રણી ભૂમિકા નિભાવવા ઉપરાંત તેમના પોતાના સ્રોતો દ્વારા પણ ભોજનના અંદાજે 38600 પેકેટ આપ્યા

Posted On: 01 APR 2020 6:00PM by PIB Ahmedabad

ભારતીય રેલવે દ્વારા સતત RPF, GRP, વિવિધ ઝોનના વ્યાપારી વિભાગો, રાજ્ય સરકારો અને NGOની મદદથી IRCTCના બેઝ રસોડા મારફતે જરૂરિયાતમંદ લોકોને કાગળની ડીશોમાં તૈયાર રાંધેલું ભોજન અને સાંજે જમવા માટે તૈયાર ભોજનના ફુડ પેકેટ આપવામાં આવે છે.

IRCTC અને RPF તેમજ વિવિધ રેલવે ઝોનના અન્ય રેલવે વિભાગો દ્વારા એક ટીમમાં સાથે મળીને કામ કરીને, જરૂરિયાતમંદ લોકોને કાગળની ડીશોમાં તૈયાર રાંધેલા ભોજન અને રાત્રિના ભોજન માટે ફુડ પેકેટનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડતી વખતે, સામાજિક અંતર અને સ્વચ્છતાની પૂરી કાળજી લેવામાં આવે છે. સંબંધિત ઝોન અને ડિવિઝનના GM/DRM સતત IRCTCના અધિકારીઓ સાથે સંપર્કમાં રહે છે જેથી, IRCTCના આ પ્રયાસોને હજુ પણ વધારી શકાય અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ વિવિધ NGOની મદદથી સ્ટેશનની બહારના ભાગે પણ આસપાસમાં જરૂરિયાતમંદ લોકોની ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય.

ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ મધ્ય જેવા વિવિધ ઝોનમાં ફેલાયેલા નવી દિલ્હી, બેંગલોર, હુબલી, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ, ભુસાવળ, હાવરા, પટણા, ગયા, રાંચી, કૈહાર, દીન દયાળ ઉપાધ્યાય નગર, વિજયવાડા, ખુર્દા, કડપાલી, તિરુચિરાપલ્લી, ધનબાદ, ગુવાહાટી અને સમસ્તીપુરમાં આવેલા પોતાના રસોડામાંથી IRCTC દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 28 માર્ચથી અત્યાર સુધીમાં 102,937 ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં RPF, સરકારના અન્ય વિભાગો અને NGO પણ મદદે આવ્યા છે.

IRCTC28 માર્ચના રોજ 2700 લોકોને ભોજનથી શરૂઆત કરીને 29 માર્ચના રોજ 11530, 30 માર્ચના રોજ 20487, 31 માર્ચના રોજ 30850 અને આજે 37370 ભોજનનું વિતરણ અલગ અલગ 23 સ્થળે કર્યું છે.

ભારતીય રેલવે દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણની કામગીરીમાં રેલવે સુરક્ષા દળ પણ જોડાઇને ખૂબ જ મદદ કરી રહ્યું છે.

  • 28.03.2020ના રોજ 74 સ્થળોએ RPF દ્વારા 5419 જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, IRCTC ના રસોડામાં રાંધેલા ભોજન ઉપરાંત RPFના આંતરિક સ્રોતો દ્વારા 2719  લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું.
  • 29.03.2020ના રોજ 146 સ્થળોએ RPF દ્વારા 21568 જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, IRCTCના રસોડામાં રાંધેલા ભોજન ઉપરાંત RPFના આંતરિક સ્રોતો દ્વારા 8790 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું જ્યારે NGOના સહયોગથી 4150 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • 30.03.2020ના રોજ 186 સ્થળોએ RPF દ્વારા 30741 જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, IRCTCના રસોડામાં રાંધેલા ભોજન ઉપરાંત RPFના આંતરિક સ્રોતો દ્વારા 12453 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું જ્યારે NGOના સહયોગથી 3746 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • 31.03.2020ના રોજ 196 સ્થળોએ RPF દ્વારા 38045 જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, IRCTCના રસોડામાં રાંધેલા ભોજન ઉપરાંત RPFના આંતરિક સ્રોતો દ્વારા 14633 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું જ્યારે NGOના સહયોગથી 4072 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રેલવે તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ભારતી રેલવેના તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ પોતાના શ્રેષ્ઠ માનવીય સામર્થ્યો અને સંસાધનો સાથે જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન અને અન્ય મદદ લઇને પહોંચે. મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેએ તેમના પ્રયાસોની પહોંચ વધારવી જોઇએ અને જિલ્લા સત્તામંડળો અને NGOની મદદથી રેલવે સ્ટેશનોની હદ બહાર પણ દૂરના વિસ્તારો સુધી મદદ પહોંચાડવી જોઇએ.

અહીં નોંધનીય છે કે, કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકાયેલા લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા માટે કોઇપણ વધુ માંગની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય રેલવે દ્વારા તૈયારી કરવામાં આવી છે. ભારતીય રેલવે કોઇપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર છે અને ખાદ્યાન્ન તેમજ અન્ય સામગ્રીનો પૂરતો જથ્થો જાળવવામાં આવ્યો છે.

GP/RP



(Release ID: 1610050) Visitor Counter : 191