નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લાઇફલાઇન ઉડાન અંતર્ગત અત્યાર સુધીમાં 74 ફ્લાઇટ્સે ઉડાન ભરી; એક જ દિવસમાં 22 ટનથી વધુ માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું

Posted On: 01 APR 2020 3:57PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી લાઇફલાઇન ઉડાન પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં દેશના વિવિધ ભાગોમાં તબીબી માલસામાનનું પરિવહન કરવા માટે 74 ફ્લાઇટ્સે ઉડાન ભરી છે. આજની તારીખ સુધીમાં કુલ 37.63 ટન માલસામનનું પરિવહન કરવામાં આવ્યું છે જેમાંથી 22 ટનથી વધુ સામાનનું પરિવહન 31 માર્ચ 2020ના રોજ કરવામાં આવ્યું હતું.

31 માર્ચના રોજ, નીચે દર્શાવ્યા અનુસાર ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી હતી:

લાઇફલાઇન 1 : એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ: મુંબઇથી નવી દિલ્હીથી ગુવાહાટીથી મુંબઇમાં મેઘાલય, આસામ, ICMR માટે માલનો જથ્થો, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ અને પૂણે માટે માલનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો.

લાઇફલાઇન 2 : એર ઇન્ડિયા ફ્લાઇટ્સ: નવી દિલ્હીથી હૈદરાબાદથી ત્રિવેન્દ્રમથી ગોવાથી દિલ્હી: તેમાં આંધ્રપ્રદેશ, કેરળ, ICMR, ગોવા માટે માલનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો.

લાઇફલાઇન 3 : અલાયન્સ એર ફ્લાઇટ: હૈદરબાદથી બેંગલુરુથી હૈદરાબાદમાં કાપડ મંત્રાલયનો માલનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો.

લાઇફલાઇન 4 : એર ઇન્ડિયાની ફ્લાઇટ: ચેન્નઇથી પોર્ટબ્લેરથી ચેન્નઇ.

લાઇફલાઇન 5 : IAFની ફ્લાઇટ: હિન્દોન (દિલ્હી)થી પોર્ટબ્લેર વાયા સુલૂર

ભારતની કોવિડ-19 સામેની લડાઇના ભાગરૂપે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે જેથી સમગ્ર દેશમાં અને વિદેશમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડી શકાય.

ફ્લાઇટ્સની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

અનુક્રમ નંબર

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

ચલાવવામાં આવેલી કુલ ફ્લાઇટ

1

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

04

10

06

--

-

20

5

30.3.2020

04

-

03

--

-

07

6

31.3.2020

09

02

01

   

12

 

કુલ ફ્લાઇટ્સ

27

29

10

06

02

74

* લદ્દાખ, દીમાપૂર, ઇમ્ફાલ, ગુવાહાટી અને પોર્ટબ્લેર માટે એર અન્ડિયા અને IAF વચ્ચે જોડાણ કરવામાં આવ્યું છે.

  • મેડિકલ એર કાર્ગો સંબંધિત એક સમર્પિત વેબસાઇટ શરૂ કરવામાં આવી છે અને આજથી તે સંપૂર્ણ કાર્યરત છે. આ વેબસાઇટની લિંક MoCAની વેબસાઇટ (www.civilaviation.gov.in) પર ઉપલબ્ધ છે.
  • સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ: બ્લુ ડાર્ટ અને સ્પાઇસજેટ વ્યાપારિક ધોરણે માલવાહક ફ્લાઇટ્સનું પરિચાલન કરી રહ્યા છે.

GP/RP

****


(Release ID: 1610012) Visitor Counter : 251