રસાયણ અને ખાતર મંત્રાલય
જમ્મુ-કાશ્મીરે NPPAના PMRU એકમની સ્થાપના કરી
દેશ જ્યારે કોવિડ-19 સામે લડી રહ્યો છે ત્યારે આ પગલું વિશેષ મહત્વ ધરાવે છે
Posted On:
01 APR 2020 2:05PM by PIB Ahmedabad
જમ્મુ અને કશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ એ દેશનો 12મો પ્રદેશ કે રાજ્ય બની છે કે જ્યાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઑથોરીટી (એનપીપીએ) દ્વારા પ્રાઈસ મોનીટરીંગ એન્ડ રિસોર્સ યુનિટ (પીએમઆરયુ)ની શરૂઆત થઇ છે. એનપીપીએ દ્વારા 11 રાજ્યોમાં પહેલેથી જ પીએમઆરયુ શરૂ છે, જેમાં કેરળ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નાગાલેન્ડ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને મિઝોરમનો સમાવેશ થાય છે.
એક નોંધાયેલ સંસ્થાન પીએમઆરયુ એ સ્ટેટ ડ્રગ કંટ્રોલર ઑફ જમ્મુ અને કાશ્મીરના સીધા નિયંત્રણ અને દેખરેખ અંતર્ગત કાર્ય કરશે. આ એકમને તેના રીકરીંગ અને નોન રીકરીંગ ખર્ચાઓ માટે એનપીપીએ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. પીએમઆરયુ એનપીપીએ અને સ્ટેટ ડ્રગ કંટ્રોલરને દવાઓની પોષણક્ષમ ભાવે ઉપલબ્ધતા અને પહોંચ અંગેની ખાતરી પૂરી પાડશે. તે સૌ માટે ઉપલબ્ધતા અને સસ્તી દવાઓના ક્ષેત્રમાં સેમિનારો, તાલીમ કાર્યક્રમો અને અન્ય માહિતી, શિક્ષણ તથા કમ્યુનિકેશનના (આઈઈસી) કાર્યોક્રમનું પણ આયોજન કરે તેવી સંભાવનાઓ છે.
પીએમઆરયુ એ ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ)ની જોગવાઈ અંતર્ગત પગલાઓ લેવા માટે દવાઓની ઉપલબ્ધતા અને વધુ ભાવના સંદર્ભમાં દવાઓના નમૂનાઓ એકત્રિત કરવાનું, માહિતી એકઠી કરી તેની સમીક્ષા કરવાનું અને અહેવાલ તૈયાર કરવાનું કાર્ય પણ કરશે. દેશ જ્યારે કોવિડ-19 રોગચાળા સામે લડી રહ્યો છે તેવા સમયમાં આ પગલાનું વિશેષ મહત્વ જોવામાં આવી રહ્યું છે કારણ કે પીએમઆરયુ, જમ્મુ અને કાશ્મીર હવેથી એનપીપીએ અને સરકારને વર્તમાન સમયમાં વધતા ભાવો અને તેમના કારણો શોધી કાઢવામાં અને તંગી અથવા જમાખોરી જેવા સ્થાનિક મુદ્દાઓને પહોંચી વળવા માટે મદદ કરશે.
GP/RP
******
(Release ID: 1609926)
Visitor Counter : 177