રસાયણ અને ખાતર મંત્રાલય

કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા દવાઓની ખેંચ નહીં પડે


ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અન્ય વિભાગો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ સાથે દવાઓની ઉપલબ્ધતા, પુરવઠા અને સ્થાનિક સમસ્યાઓનું સમાધાન કરવા અને એનું વિતરણ કરવા સતત નજર રાખે છે

Posted On: 31 MAR 2020 5:10PM by PIB Ahmedabad
  1. ભારત સરકારનાં ખાતર અને રસાયણ મંત્રાલયનાં ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અન્ય વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ સાથે દવાઓની ઉપલબ્ધતા, પુરવઠો અને દવાઓની સ્થાનિક સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા અને એનું સતત વિતરણ કરવાની કામગીરી પર સતત નજર રાખી રહ્યો છે. વિભાગે સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ [011-23389840] સ્થાપિત કરવામાં આવ્યો છે, જે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કામ કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ અન્ય એક કન્ટ્રોલ રૂમ [Helpline No. 1800111255] પણ સ્થાપિત કર્યો છે, જે સતત કાર્યરત છે. કન્ટ્રોલ રૂમો પ્રશ્રો/ફરિયાદો સાથે સંબંધિત બાબતોનું સમાધાન કરે છે તથા કોવિડ-19 રોગચાળા સાથે સંબંધિત સંદેશાઓનું સંચાલન કરે છે તેમજ દવાઓ અને તબીબી ઉપકરણો સાથે સંબંધિત પરિવહન અને અન્ય લોજિસ્ટિક્સ સેવાઓના સંકલનનું પણ સમાધાન કરે છે.
  2. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કસ્ટમ્સ ઓથોરિટીઝ, કેન્દ્ર અને રાજ્ય સરકારનાં દવા નિયંત્રકો, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો તથા વિવિધ દવા અને તબીબી ઉપકરણ સંગઠનો જેવા વિભાગો સાથે સંકલન સ્થાપિત કરવા કામ કરે છે.
  3. ચીનમાં કોરોનાવાયરસ રોગચાળો ફેલાયો ત્યારથી ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દવાઓના ઉત્પાદન પર સતત નજર રાખી રહ્યો છે. લોકડાઉન પછી વિભાગ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો સહિત વિવિધ સત્તામંડળો સાથે ચર્ચાવિચારણા કરીને સૌથી વધુ પ્રાથમિકતા સાથે શક્ય એટલી ઝડપથી સમયેસમયે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન કરવામાં ઉદ્યોગને મદદ કરે છે. અન્ય મંત્રાલયો/વિભાગો સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાના કેસમાં કે ફાર્માસ્યુટિકલ વિભાગના ધ્યાનમાં આવેલી સમસ્યાનું સમાધાન કરવા આંતરવિભાગ સંકલનના ભાગરૂપે અને સક્ષમ જૂથો દ્વારા સંબંધિત સત્તામંડળ સમક્ષ એને ઉઠાવે છે. એનપીપીએએ ઉત્પાદકોને કોઈ પણ સમયે આવશ્યક દવાઓના પર્યાપ્ત સ્ટોકનું ઉત્પાદન કરવા અને એને જાળવવાની સૂચના આપી છે. લોકડાઉનના ગાળા દરમિયાન દવાઓનું ઉત્પાદન અને તબીબી ઉપકરણોનું સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે.
  4. ઉપરાંત વિભાગ ડિજિટલ પ્લેટફોર્મ્સનો વિસ્તૃત ઉપયોગ કરે છે, જેમાં વ્હોટ્સએપ ગ્રૂપ્સ/ઇમેલ સિસ્ટમ સામેલ છે તથા વિવિધ સ્તરે ત્વરિત કામગીરી સુનિશ્ચિત કરવા વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાનો ઉપયોગ કરે છે.

(Release ID: 1609703) Visitor Counter : 194