ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સફળતા વૈશ્વિક લડત માટે મહત્વની છે
રાષ્ટ્રીય લોકડાઉનનું પ્રથમ સપ્તાહ ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે અને આગામી બે સપ્તાહ ખૂબ જ મહત્વના છે
ભારતના જુગાડ, ઈરાદો અને ઈનોવેશન તરફ વિશ્વનુ ધ્યાન ખેંચાયું છે
જો કોઈ મુદ્દો હોય તો તે અંગે વિવાદને કોઈ સ્થાન નથીઃ પરિસ્થિતિ સંગઠીત લડત માગે છે
ઉપરાષ્ટ્રપતિએ લોકોને લાંબો સમય ઘરમાં રહેવાની બાબતને સદ્દગુણ ગણાવી
Posted On:
31 MAR 2020 5:39PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાની અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુએ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે દેશની 130 કરોડની વસતિ માટે જાહેર કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનનું પ્રથમ સપ્તાહ પ્રતિભાવ, સહયોગ અને નિર્ણયશક્તિની દ્રષ્ટિએ ખૂબ જ સફળ ગણાવ્યું છે.
લૉકડાઉનના પ્રથમ સપ્તાહની સમીક્ષા કરતાં શ્રી નાયડુએ નોંધ લીધી હતી કે કરિયાણાંના સ્ટોર્સ તથા શાકભાજીના બજારોમાં કરાયેલા વર્તુળો અને બોક્સ ભૌતિક અંતર સૂચવે છે. લૉકડાઉનનો અમલ કરાવતું સરકારી તંત્ર અને રેલવેના વેગનને આઈસોલેશન વોર્ડમાં ફેરવવાના ભારતીય જુગાડની તથા કેટલા વૈજ્ઞાનિકો અને સંગઠનોએ ઝડપભેર તૈયાર કરેલા ટેસ્ટીંગ ટુલ્સ અને કીટ્સ તથા વેન્ટીલેટર્સને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને તેના થકી કોરોના વાયરસ સામેના પડકારો હલ કરવાના અને અન્ય લોકોને માર્ગ બતાવવાના ભારતના પ્રયાસોની પ્રશંસા થઈ છે.
શ્રી નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અગાઉ જોવા મળ્યા ના હોય તેવા વ્યાપક પ્રમાણમાં સામાજીક અને ભૌતિક લૉકડાઉનને કારણે પાક લેવાના સમયે સ્થળાતર કરી જતા મજૂરો અને ખેડૂતો અંગે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર અને રાજ્યોની સરકારો આ સમસ્યાનું નિવારણ કરશે. તેમણે સંતોષપૂર્વક એવી નોંધ લીધી હતી કે પ્રથમ સપ્તાહમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો અને ઉપલબ્ધિ જળવાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી હતી કે લૉકડાઉનના હવે પછીના બે સપ્તાહ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે ખૂબ જ મહત્વના છે. તેમણે લોકોને આ દિશામાં થઈ રહેલા પ્રયાસોમાં સહયોગ આપવા અને પોતાની કટિબદ્ધતા વધારવા માટે અનુરોધ કર્યો હતો.
શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આપણી વસતિનું અને આરોગ્ય અંગેની માળખાગત સુવિધીઓનું જંગી કદ જોતાં કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સફળતા આ ઘાતક વાયરસ સામેની વિશ્વની લડત માટે ખૂબ જ મહત્વની બની રહે છે. આ વાયરસે વિવિધ દેશોમાં આરોગ્ય અને સંપત્તિનો મોટો વિનાશ નોંતર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોતાના સાથી માનવો તરફ ભારતીયોની જવાબદારી છે અને તેમણે પોતાના સામુહિક પ્રયાસોનો આ વૈશ્વિક કટોકટી સમયે આ ધર્મનું પાલન કરીને યોગ્ય વલણ અપનાવવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલનો સમય સંગઠીત થઈને લડત આપવાનો હોવાથી આપણે એક વિખરાયેલા મોરચા તરીકે કામ કરી શકીએ નહીં. શ્રી નાયડુએ બૌદ્ધિકો અને અન્ય લોકોને જો કોઈ વિવાદીત મુદ્દા હોય તો આ કપરો સમય પૂરો થાય ત્યાં સુધી રોકી રાખવા અને પડકારના અસરકારક સામના માટે સૂચનો આપવા અનુરોધ કર્યો છે.
GP/RP
(Release ID: 1609699)
Visitor Counter : 223