સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

કોવિડ-19ના કારણે ઉભી થતી તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિ દરમિયાન દિવ્યાંગ લોકોની સુરક્ષા અને સલામતી માટે DEPwDએ રાજ્યોના આયુક્તોને પત્ર લખીને દિવ્યાંગો માટે વ્યાપક વિકલાંગતા સમાવેશી માર્ગદર્શિકાના અમલીકરણ માટે જણાવ્યું

Posted On: 31 MAR 2020 5:08PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય હેઠળ આવતા દિવ્યાંગ સશક્તીકરણ વિભાગ (DEPwD) દ્વારા તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિવ્યાંગ લોકોના રાજ્ય આયુક્તોને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થતી તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિ દરમિયાન દિવ્યાંગ લોકો (PwDs) (દિવ્યાંગજન)ની સુરક્ષા અને સલામતી માટે 26 માર્ચ 2020ના રોજ DEPwD દ્વારા બહાર પાડવામાં આવેલી દિવ્યાંગો માટે વ્યાપક વિકલાંગતા સમાવેશી માર્ગદર્શિકાનો અમલ કરવામાં આવે- જેમાં સંભાળ લેનારા, NGO/PwDs માટે પાસ ઇશ્યુ કરવાનો ઉલ્લેખ છે.

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ માર્ગદર્શિકા અનુસાર અગાઉ કહેવામાં આવ્યું છે કે, રાજ્યના આયુક્તો આના અમલીકરણ માટે રાજ્ય નોડલ અધિકારી તરીકે ભૂમિકા નિભાવે તે જરૂરી છે જેમાં તેમણે તમામ સંબંધિત સત્તાધીશો જેમકે, રાજ્ય/જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાધીશો, આરોગ્ય અને કાયદાના અમલીકરણના સત્તાધીશો વગેરે સાથે ખૂબ નીકટતાથી સંકલનમાં રહેવાનું છે જેથી લૉકડાઉનના સમય દરમિયાન દિવ્યાંગ લોકોને પડતી મુશ્કેલીઓમાં શક્ય એટલો ઘટાડો કરી શકાય. એવી આશા છે કે, રાજ્યના આયુક્તો ઉપરોક્ત માર્ગદર્શિકાને સુસંગત જરૂરી પગલાં સક્રીયપણે લઇ રહ્યા છે.

આ માર્ગદર્શિકાઓ અનુસાર, (a) લૉકડાઉનના સમયગાળા દરમિયાન દિવ્યાંગ લોકોની સંભાળ લેતી સ્થાનિક વ્યક્તિ માટે પ્રાથમિકતાના ધોરણે સરળ રીતે પાસ ઇશ્યુ કરવામાં આવે અને (b) દિવ્યાંગ વ્યક્તિઓને પણ ખાદ્ય ચીજો, પાણી અને દવાઓ પહોંચતી કરવામાં આવે. વધુમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, NGO, દિવ્યાંગ લોકોના સંગઠનો પણ દિવ્યાંગજનોને તેમના દૈનિક જીવન અને આવશ્યક ચીજવસ્તુઓમાં મદદરૂપ થવા માટે કામ કરી રહ્યા છે. આવા સંગઠનો સાથે પણ સતત સંકલન કરવાની જરૂર છે જેથી દિવ્યાંગ લોકોને સહાયક સેવાઓ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરી શકાય.

DEPwDને સતત ફરિયાદો મળી રહી છે કે, NGO/દિવ્યાંગ સંગઠનો/સંભાળ લેનારાઓ વગેરેને મુસાફરી માટેના પાસ ઇશ્યુ કરવામાં આવ્યા ન હોવાથી દિવ્યાંગ લોકોને સંભાળ લેનારાઓ, નોકરોની સેવા મેળવવામાં અને આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિવ્યાંગ લોકોના રાજ્ય આયુક્તોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ સંબંધિત સત્તાધીશો સાથે જોડાણ કરીને દિવ્યાંગજન સંગઠનો/NGO/ સંભાળ લેનારા સ્થાનિક લોકોને મુસાફરીના પાસ ઇશ્યુ કરવાની કામગીરી સરળ કરે જેથી દિવ્યાંગજનોને જરૂર સહાય પૂરી પાડવામાં કોઇ જ વિલંબ ન થાય. તેમને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે, આ સંબંધે સ્થાનિક કાયદાના અમલીકરણ અધિકારીઓ (પોલીસ/ SDM વગેરે) સંવદેનશીલતા સાથે કામ કરે. DEPwD દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે, દિવ્યાંગ કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સંભાળ સંસ્થાઓમાંથી બહાર જવું ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે.

GP/RP


(Release ID: 1609696) Visitor Counter : 191