કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

"કોવિડ-19 લોકડાઉન દરમિયાન એપ્રેન્ટિસને સંપૂર્ણ સ્ટાઇપેન્ડ મળતું રહેશે”: ડૉ. મહેન્દ્રનાથ પાંડે

પોસ્ટેડ ઓન: 31 MAR 2020 3:21PM by PIB Ahmedabad
  • તમામ સંસ્થાઓ સૂચિત અને વૈકલ્પિક બંને પ્રકારનાં કામકાજમાં લાગેલા એપ્રેન્ટિસ માટે સંપૂર્ણ સ્ટાઇપેન્ડ ચૂકવશે
  • એનએપીએસ સંબંધિત સૂચનાઓ અનુસાર, લોકડાઉનનાં ગાળા માટે સરકાર દ્વારા એનએપીએસ અંતર્ગત કંપનીઓને સ્ટાઇપેન્ડની ભરપાઈ કરશે

નોવેલ કોરોનાવાયરસ (કોવિડ-19)ના પ્રસારને રોકવા અને જનતાને સંપૂર્ણ સાથસહકાર આપવા સરકારની પ્રતિબદ્ધતા અંતર્ગત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ)એ આજે તમામ સંસ્થાઓને સૂચના અને વૈકલ્પિક એમ બંને કામકાજમાં લગાવવામાં આવેલા એપ્રિન્ટિસો માટે લાગુ પૂર્ણ સ્ટાઇપેન્ડની ચૂકવણી કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ (એનએપીએસ) સાથે સંબંધિત સૂચનો અનુસાર, લોકડાઉન સમયગાળા માટે સરકાર દ્વારા એનએપીએસ અંતર્ગત સંસ્થાઓને સ્ટાઇપેન્ડની ભરપાઈ કરવામાં આવશે.

એપ્રેન્ટિસ ધારા, 1961 અને એની અંતર્ગત એપ્રેન્ટિસ નિયમોમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વિશિષ્ટ કામકાજમાં સંલગ્ન એપ્રેન્ટિસમાં હડતાલ કે શટડાઉન અથવા છૂટ કરવાને કારણે એપ્રેન્ટિસ સંબંધિત તાલીમનો ગાળો પૂર્ણ ન કરી શકાય એવી સ્થિતિ ઊભી થશે, તો એપ્રેન્ટિસના બાકીનો ગાળો વધારવામાં આવશે તેમજ આ પ્રકારની હડતાલ કે શટડાઉન અથવા છૂટ કરવાની સ્થિતિ પછીના સમયગાળાને સમકક્ષ અથવા મહત્તમ છ મહિના સુધી, એમાંથી જે ઓછો ગાળો હોય, એ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. વળી એપ્રેન્ટિસ જે સંસ્થામાં તાલીમ મેળવે છે, એ સંસ્થા એની તાલીમ પૂર્ણ ન થવા માટે જવાબદાર નહીં હોય કે આ માટે તાલીમાર્થી પોતે પણ જવાબદાર નહીં હોય.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તે છે. આ પ્રકારની સ્થિતિમાં આપણે બધાએ આગળ આવવું જોઈએ અને એકબીજાનો સંપૂર્ણ સાથસહકાર કરવાની જરૂરિયાત છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેપારીઓ સાથે સહાનુભૂતિ દાખવવાની અપીલ પણ કરી છે. એને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે, અમે દેશમાં કાર્યરત યુવાનોનું મનોબળમાં ઘટાડો થવા નહીં દઈએ અને શક્ય તમામ રીતે તેમને સહયોગ આપીશું. એને ધ્યાનમાં રાખીને અમે આ સુનિશ્ચિત કરીશું કે એપ્રેન્ટિસને કોવિડ-19 લોકડાઉન દરમિયાન એમને સ્ટાઇપેન્ડ સતત મળતું રહેશે. હું એ પણ જણાવવા ઇચ્છું છું કે, તમામ સંસ્થાઓએ આ સંબંધમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવી છે અને તેઓ વિકટ સંકટના આ મહત્ત્વપૂર્ણ સમયે સેવાઓને સાતત્યપૂર્ણ રીતે પૂરી પાડવા માટે સરકારની સાથે સહયોગ કરી રહી છે.

યુવાનોને સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ પછી અતિ સરળતા સાથે રોજગારીના માર્ગે અગ્રેસર કરવા તેમને સશક્ત બનાવવા અને તમની સાથે ઉદ્યોગજગત અને તાલીમ સંસ્થાઓ વચ્ચે સંબંધોને વધારે સારાં બનાવવામાં પણ એપ્રેન્ટિસશિપ એક અસરકારક રીત ગણાય છે. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ ભારતના વર્કફોર્સનું કૌશલ્ય વધારવામાં ઘણી હદ સુધી અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે અને આ રીતે એ વિવિધ પક્ષો (કંપનીઓ, વ્યક્તિઓ અને સરકાર) વચ્ચે ખર્ચને સંયુક્તપણે વહેંચવા અને સરકારો, કંપનીઓ અને કામદારોને ભાગીદારીમાં સામેલ કરવાનો અનોખો અવસર પ્રદાન કરે છે. એપ્રેન્ટિસશિપ ઉદ્યોગજગત અને યુવાનોને જોડવાની દૃષ્ટિએ બંને માટે લાભદાયક છે, જેનાથી ભવિષ્યમાં કુશળ ભારતનાં વિઝને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ મળશે.

GP/RP


(રીલીઝ આઈડી: 1609692) મુલાકાતી સંખ્યા : 222