સ્ટીલ મંત્રાલય

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટીલ મંત્રાલયનાં સેન્ટ્રલ પબ્લિક હોલ્ડીંગ એન્ટરપ્રાઈઝ સાથે કોરોનાવાયરસ અંગે જાહેર આરોગ્ય પ્રતિભાવ અંગે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી

પોસ્ટેડ ઓન: 31 MAR 2020 3:26PM by PIB Ahmedabad
કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટીલ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ પબ્લિક હોલ્ડીંગ એન્ટરપ્રાઈઝીઝ સાથે કોરોનાવાયરસ (COVID-19) અંગે જાહેર આરોગ્ય અંગે પ્રતિભાવ મેળવવા વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. સ્ટીલ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ફગ્ગન સિંઘ કુલસ્તે અને સચિવ (સ્ટીલ) શ્રી બિનોય કુમાર પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા હતા: 1. સેન્ટ્રલ પબ્લિક સેકટરનાં તમામ એકમો (CPSEs) ભારત સરકારે સર્ક્યુલેટ કરેલા સોશિયલ ડિસ્ટંસિંગના નિયમોનુ પોતાના કામના સ્થળે, ટાઉનશિપમાં તથા ખાણો વગેરે સ્થળોએ પાલન કરશે. 2. કોરોનાવાયરસના સંદર્ભમાં સેન્ટ્રલ પબ્લિક સેકટરનાં તમામ એકમોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને/અથવા રાજ્ય સરકારો તરફથી જણાવવામાં આવેલી હોસ્પિટલો, કવૉરન્ટાઈનની સુવિધાઓને સંપૂર્ણપણે સજજ રાખવામાં આવશે. 3. સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (સેઈલ) મારફતે હાથ ધરવામાં આવેલા સર્વિસના પ્રયાસોને સેન્ટ્રલ પબ્લિક સેકટરનાં તમામ એકમો અનુસરશે અને તેમના કર્મચારીઓ અને પરિવારો જ્યાં સામાજિક ક્ષેત્રની કોઈ પહેલ હાથ ધરતા હોય ત્યાં નોંધણી કરાવશે. આ પહેલ હેઠળ ‘આનંદન’ (સ્થળાંતર કરીને આવેલા કામદારો તથા સમાજના નબળા વર્ગના લોકોને ભોજન) માટેની પહેલને સ્ટીલ ક્ષેત્રના સેન્ટ્રલ પબ્લિક સેકટરનાં તમામ એકમો ત્વરીત અમલમાં મુકશે. આ પહેલ હેઠળ સ્ટીલ ક્ષેત્રમાં સ્થળાંતર કરીને આવેલા કામદારો તથા સમાજના નબળા વર્ગ માટે ભોજન આપવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃતિ (સીએસઆર) હેઠળ સ્ટીલ ક્ષેત્રનાં સેન્ટ્રલ પબ્લિક સેકટરનાં તમામ એકમો નીચે મુજબનુ યોગદાન આપશે:

(રીલીઝ આઈડી: 1609687) મુલાકાતી સંખ્યા : 162