માનવ સંસાધન વિકાસ મંત્રાલય

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા વિવિધ પરીક્ષાઓ માટે ઑનલાઇન અરજી ફોર્મ દાખલ કરવાની તારીખ લંબાવાઇ

પોસ્ટેડ ઓન: 30 MAR 2020 10:50PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના કારણે માતાપિતા અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (નેશનલ ટેસ્ટીંગ એજન્સી - NTA)  દ્વારા વિવિધ પરીક્ષાઓ માટે ઑનલાઇન અરજી ફોર્મ દાખલ કરવાની મુદત લંબાવવામાં આવી છે/તારીખ સુધારવામાં આવી છે.

તદઅનુસાર, લંબાવેલી/સુધારેલી તારીખની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે-

ક્રમ

પરીક્ષા

વર્તમાન તારીખ

સુધારેલી/લંબાવેલી તારીખ

તારીખથી

તારીખ સુધી

તારીખથી

તારીખ સુધી

01

નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ (NCHM) JEE-2020

01.01.2020

31.03.2020

01.01.2020

30.04.2020

02

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) પ્રવેશ પરીક્ષા-2020 પી.એચ.ડી. અને ઓપન મેટ (MBA) માટે

28.02.2020

23.03.2020

28.02.2020

30.04.2020

03

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ (ICAR)-2020

01.03.2020

31.03.2020

01.03.2020

30.04.2020

04

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા (JNUEE)-2020

02.03.2020

31.03.2020

02.03.2020

30.04.2020

05

UGC - નેશનલ એલિઝિબલિટી ટેસ્ટ (UGC-NET)- જૂન 2020

16.03.2020

16.04.2020

16.03.2020

16.05.2020

06

CSIR- નેશનલ એલિઝિબલિટી ટેસ્ટ (CSIR-NET)- જૂન 2020

16.03.2020

15.04.2020

16.03.2020

15.05.2020

07

અખીલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા (AIAPGET)-2020

01.04.2020

30.04.2020

01.05.2020

31.05.2020

 

‘*’ ઑનલાઇન અરજી ફોર્મ 4.00 PM સુધી ફી 11.50 PM સુધી સ્વીકારવામાં આવશે.

આવશ્યક ફી ક્રેડિટ/ડેબિટ કાર્ડ/ નેટ બેંકિંગ/UPI અને પેટીએમ દ્વારા ચૂકવી શકાશે

પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ અને પરીક્ષાની તારીખના ઉલ્લેખ સાથેનું વિગતવાર સમયપત્રક 15.04.2020 પછી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ સંબંધિત પરીક્ષાની વેબસાઇટ (વેબસાઇટ્સ) અને www.nta.ac.in પર અલગથી મૂકવામાં આવશે.

NTA શૈક્ષણિક વર્ષ અને તેના સમયપત્રકનું મહત્વ સમજે છે, પરંતુ વિદ્યાર્થીઓ સહિત તમામ નાગરિકોના સવાસ્થ્ય અને આરોગ્યની ચિંતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

NTA અપેક્ષા રાખે છે કે, વિદ્યાર્થીઓ અને માતાપિતા તેમની પરીક્ષાઓ અંગે ચિંતા કરશે નહીં. વધુમાં, માતાપિતાને વિનંતી છે કે, તેઓ તેમના નાના બાળકોને પરીક્ષાની તૈયારી કરવામાં અને મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન આપવામાં માટે આ સમયનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય જેથી અભ્યાસમાં રહેલી કોઇપણ ઉણપો દૂર થઇ શકે. NTA કોઇપણ તાજેતરના સુધારા કે ફેરફાર અંગે વિદ્યાર્થીઓને માહિતગાર રાખશે અને સમયની સાથે થતા ફેરફારોની જાણ કરશે.

ઉમેદવારો અને તેમના માતાપિતાને સલાહ છે કે, તાજેતરના અપડેટ્સ વિશે માહિતી માટે સંબંધિત પરીક્ષાની વેબસાઇટ અને www.nta.ac.in ની મુલાકાત લેવાનું ચાલુ રાખે.

વિદ્યાર્થીઓ કોઇપણ વધુ સ્પષ્ટતા માટે 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 પર કૉલ કરીને પણ માહિતી મેળવી શકે છે.

GP/RP

 

*****


(રીલીઝ આઈડી: 1609511) મુલાકાતી સંખ્યા : 262