વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

SEZના એકમો/ ડેવલપર્સ/ સહ-ડેવલપર્સને જરૂરી સંમતિઓ લેવામાંથી રાહત આપવામાં આવી

Posted On: 30 MAR 2020 2:52PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના અચાનક ઉપદ્રવ અને તેના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે છે અને કેટલીક કચેરીઓ કટોકટી સેવાઓ વગેરેમાં સંકળાયેલી છે અને ખૂબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. આ કારણે વાણિજ્ય વિભાગે વિશેષ આર્થિક ઝોન (SEZ)માં એકમો/ ડેવલપર્સ/ સહ-ડેવલપર્સને જરૂરી સંમતિઓ લેવામાંથી રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે સંમતિઓમાં રાહત આપવામાં આવી છે તેમાં નીચે ઉલ્લેખિત પણ સામેલ છે:

  • ડેવલપર્સઓ/ સહ-ડેવલપર્સઓએ સ્વતંત્ર ચાર્ટર્ડ એન્જિનયર દ્વારા પ્રામણિક ત્રિમાસિક પ્રગતી અહેવાલ (QPR) સોંપવાની આવશ્યકતા.
  • IT/ITES એકમોએ ભરવાનું SOFTEX ફોર્મ.
  • SEZ એકમો દ્વારા જમા કરવામાં આવતો વાર્ષિક કામગીરી અહેવાલ (APR)
  • માન્યતા પત્ર (LoA)નો સમય સમાપ્ત થતો હોય તો, નીચે દર્શાવેલા કિસ્સામાં તેની મુદત લંબાવાશે:
    • ડેવલપર્સ/સહ-ડેવલપર્સ કે જેઓ SEZના વિકાસ અને પરિચાલનની ચાલુ કામગીરીમાં હોય;
    • જે એકમોને NFE આકારણી માટે તેમનો 5 વર્ષનો બ્લૉક પૂર્ણ થવાનો હોય;
    • જે એકમોનું પરિચાલન હજુ શરૂ થવાનું બાકી હોય.

SEZના ડેવલમેન્ટ કમિશનરોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ઉપરોક્ત વિક્ષેપના કારણે આ સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારની સંમતિ ન લેવી અથવા અનુપાલન ન કરી શકવાની સ્થિતિમાં ડેવલપર્સ/ સહ-ડેવલપર્સ/ એકમોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના વિરુદ્ધ કોઇપણ શિક્ષાત્મક પગલાં ન લેવામાં આવે તે સુનિશ્ચિત કરે. વધુમાં, શક્ય હોય ત્યાં સુધી, તમામ LoAની મુદત લંબાવવા અને અન્ય સંમતિઓની કામગીરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમયસર કરી આપવી. જો ઇલેક્ટ્રોનિક માધ્યમથી મુદત લંબાવવાનું શક્ય ન હોય અથવા પ્રત્યક્ષ મુલાકાત જરૂરી હોય તેવા કિસ્સામાં, ડેવલપમેન્ટ કમિશનરોને કહેવામાં આવ્યું છે કે તેઓ ડેવલપર્સ/ સહ-ડેવલપર્સ/એકમોને વિક્ષેપના આ સમયગાળા દરમિયાન મુદતની માન્યતા પૂરી થવાના કારણે કોઇ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરે. કોઇપણ પક્ષપાત વગર 30.06.2020 સુધી અથવા આ બાબતે વિભાગ દ્વારા આપવામાં આવતી આગામી સૂચનાઓમાંથી જે પણ તારીખ પહેલાં આવતી હોય ત્યાં સુધી એડ-હૉક વચગાળાનું એક્સટેન્શન/સમાપ્તિ તારીખ મુલતવી રાખવા જેવા પગલાં પણ લઇ શકાય.

GP/RP

 



(Release ID: 1609316) Visitor Counter : 229