ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે રાજ્યોમાં બહારથી આવેલા પ્રવાસી શ્રમિકો, વિદ્યાર્થીઓ વગેરેની માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે તમામ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગદર્શિકા જાહેર કરી


માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ ‘કોવિડ – 19’ માટે સામાજિક અંતર જાળવવાની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવાનો છે

Posted On: 27 MAR 2020 3:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ‘કોવિડ-19’ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન પ્રવાસી કૃષિ શ્રમિકો, અધ્યોગિક કામદારો અને સંગઠિત ક્ષેત્રના અન્ય કારીગરોના ભોજન અને આશ્રય સહીત પૂરતી સહાયતા પૂરી પાડવાના હેતુસર તાત્કાલિક પગલા લેવા માટે તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. એ જ રીતે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી સલાહ આપવામાં આવી છે કે તેઓ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ, કામ કરતી મહિલાઓ વગેરેને તેમના વર્તમાન આવાસમાં જ સ્થાયી રહેવા માટેની ખાતરી કરવા માટે પણ જરૂરી પગલા ભરે.

એડવાઇઝરીમાં એવી સલાહ આપવામાં આવી છે અસંગઠિત ક્ષેત્રના કામદારો, ખાસ કરીને જુદી-જુદી જગ્યાઓ પર ફસાયેલા પ્રવાસી શ્રમિકોની તકલીફો હળવી કરવા માટે રાજ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશોને બિન સરકારી સંગઠનો જુદી જુદી સંસ્થાઓના સહયોગ વડે તેમને સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની સાથે-સાથે ભોજન અને આશ્રય પણ પૂરા પાડવા માટેના ઉપાયો કરવા જોઈએ.

તે સિવાય, રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ આ અસુરક્ષિત વર્ગો અથવા લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા જુદા-જુદા મજબૂત ઉપાયોથી અવગત કરાવે જેમાં પીડીએસના માધ્યમથી ખાદ્યાન્ન અને અન્ય જરૂરી વસ્તુઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવી તેનો પણ સમાવેશ થાય છે. તેની સાથે સાથે જ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરણ પદ્ધતિને સુવ્યવસ્થિત બનાવવાની પણ સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર તેનાથી આ લોકોના બિનજરૂરી આવાગમનને રોકવામાં મદદ મળશે.

ગૃહ મંત્રાલયે એવી પણ સલાહ આપી છે કે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને એ બાબતની ખાતરી કરવાની જરૂર છે કે હોટલ, ભાડે આપવામાં આવેલા ઓરડા, છાત્રાલય વગેરે સતત ચાલુ સ્થિતિમાં જ રહે અને જરૂરી વસ્તુઓની ડિલીવરીની પણ ખાતરી કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, કામ કરતી મહિલાઓ, છાત્રાલયોમાં રહેનારા વિદ્યાર્થીઓ વગેરે જરૂરી સાવધાનીઓ જાળવીને પોત-પોતાના વર્તમાન ઓરડાઓમાં અને આવાસોમાં જ આગળના સમયમાં પણ રહી શકે.

જરૂરી વસ્તુઓ અને સેવાઓની પૂર્તિની ખાતરી કરીને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વારંવાર એવા નિર્દેશો આપવામાં આવી રહ્યા છે કે તેઓ લૉકડાઉનનું કડકાઈથી પાલન કરે અને તેનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ જુદી-જુદી કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત કાર્યવાહી કરે. તે કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે અત્યંત જરૂરી છે.

RP


(Release ID: 1608688) Visitor Counter : 309