વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કોરોના વાયરસ અંગે સ્ટાર્ટ-અપ્સની ટેકનોલોજીના મેપીંગ માટે ટાસ્ક ફોર્સની રચના કરી


બજાર હાંસલ કરવા માટે સજ્જ થયાં હોય તેવાં ડાયોગ્નોસ્ટીક, ટેસ્ટીંગ, હેલ્થકેર ડિલિવરી સોલ્યુશન્સ અને ઈક્વિપમેન્ટ ક્ષેત્રે પુરવઠો પૂરાં પાડતા એકમોને ભંડોળ પૂરૂ પાડશે

Posted On: 26 MAR 2020 4:21PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ભારતમાં ઉપલબ્ધ યોગ્ય ટેકનોલોજીસનો વ્યાપ વધારવા માટેના પ્રયાસોનુ સંકલન કરીને ભારતમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને મેન્યુફેકચરીંગના કોરોના વાયરસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ હલ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને સાથે-સાથે દેશ માટે સુસંગત હોય તેવાં નવાં અને વિકસતાં સોલ્યુશન્સની શોધ ચલાવી તેને વિકસાવશે જેથી કોરોના વાયરસ જેવી મહામારીથી ઉભી થતી સ્થિતિનો સામનો કરવા માટે દેશને સજજ કરી શકાય.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે આર એન્ડ ડી લેબ્ઝ, શેક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને લઘુ તથા મધ્યમ કદનાં એકમો (એમએસએમઈ) માંથી ડાયોગ્નોસ્ટીક્સ, ટેસ્ટીંગ, હેલ્થકેર ડિલિવરી સોલ્યુશન્સ, ઈક્વિપમેન્ટ સપ્લાય ટેકનોલોજીના મેપીંગ માટે એક કોરોના વાયરસ 19 (COVID 19) નામના ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટેકનોલોજીસમાં માસ્કસ અને અન્ય પુરવઠા સાધનો, સેનિટાઈઝર્સ, સ્ક્રીનીંગ માટેના પોસાય તેવી કિંમતની કીટ્સ, વેન્ટીલેટર્સ, અને ઓક્સિજનરેટર્સ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થીંગ્સ આધારિત કેટલાક ઉપાયો (સોલ્યુશન્સ)નો સમાવેશ થાય છે.

આ કેપેસીટી મેપીંગ ગ્રુપમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી), ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર), ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY), ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ), માઈક્રો, નાના અને મધ્યમ કદનાં એકમોના મંત્રાલય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અને ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશનના પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે. આ ટાસ્ક ફોર્સ અત્યંત આશાસ્પદ અને વિસ્તરણ માટે સજજ એકમોને માગને આધારે ઝડપથી વિસ્તરણ હાથ ધરવામાં સહાય કરશે.

સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નોડલ ઓફિસરોને સ્ટાર્ટઅપ્સ અને અન્ય સંસ્થાઓની માહિતી મેળવીને આ પ્રક્રિયાને ઝડપભેર હાથ ધરવા અને જેમની પાસે કોરોના વાયરસના કોઈ પણ મહત્વના પાસા અંગે ટેકનોલોજીના વિકલ્પો હોય તેમની માહિતી એકત્ર કરવા જણાવવામાં આવ્યુ છે.

ઝડપી વિકાસ, મેન્યુફેકચરિંગ અને સુસંગત ટેકનોલોજી લાગુ કરવા માટેના મિકેનિઝમનો ઉપયોગ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે સાયન્ટિફિક સોલ્યુશન્સ અને કોમર્શિયલ મેન્યુફેકચરીંગને ટેકો આપવા માટે સાયન્સ અને એન્જીન્યરીંગ રિસર્ચ બોર્ડ (SERB) અને ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) બંને પાસેથી નવા અને હાલનાં સોલ્યુશન્સના કોમર્શિયલ મેન્યુફેકચરિંગ માટે અલાયદી એક – એક દરખાસ્તોનો સેટ રજૂ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.

.RP


(Release ID: 1608419) Visitor Counter : 243