ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

કોવિડ-19 લૉકડાઉન દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની ફરિયાદોના નિવારણ માટે વિશેષ સેલ તૈયાર કરાયો: કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી


જીવનજરૂરી ખાદ્યચીજોના ઉત્પાદન અને વિતરણમાં કોઇ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા MoFPI સચિવે રાજ્યોને પત્ર લખ્યો

Posted On: 26 MAR 2020 5:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરત કૌર બાદલે જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોને પડતી સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ આવે તે સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયમાં ફરિયાદ નિવારણ સેલ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રીમતી હરસીમરત કૌર બાદલે એક ટ્વીટ દ્વારા આજે જણાવ્યું હતું કે, આ ઉદ્યોગના કોઇપણ સભ્યોને ખાદ્યચીજોના ઉત્પાદન અને વિતરણની કામગીરીઓમાં કોઇપણ સમસ્યા આવતી હોય તો, તેઓ covidgrievance-mofpi[at]gov[dot]in પર તેમના પ્રશ્નો મોકલી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ-ખાદ્ય વ્યવસાય સતત જળવાઇ રહે તે માટે સરકારી તંત્ર પ્રતિબદ્ધ છે જેના માટે વ્યવસાયો અને રોકાણકારો ઝંઝટ મુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા માટે વાસ્તવિક સમયમાં સહકાર મેળવી શકે તે માટે વ્યાપર સંસાધન પૂરું પાડવાના આશયથી વ્યાપાર પ્રતિરક્ષા મંચ www.investindia.gov.in/bip તૈયાર કરવામાં આવ્યો છે.

આજે અગાઉ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MoFPI)ના સચિવ શ્રીમતી પુષ્પા સુબ્રમણ્યમે તમામ રાજ્યોના સચિવોને પત્ર લખીને ખાદ્ય ઉદ્યોગ અને તેમના પૂરવઠાકારોની કામગીરી યથાવત રહે તે સંબંધે જરૂરી પગલાં લેવા માટે જણાવ્યું હતું. આ પત્ર સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને તેના ઇનપુટની યાદી પણ જોડવામાં આવી હતી. સચિવે જણાવ્યું હતું કે, પૂરવઠા સાંકળ અવિરત જળવાઇ રહે અને લોકોને ખાવાની ચીજો મળી રહે તે માટે આ ચીજવસ્તુઓનું ઉત્પાદન વિના અવરોધે થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય લોકો સુધી ખાદ્ય પૂરવઠાની સાંકળ જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે કાચો માલ, પેકેજિંગની સામગ્રીની ઉપલબ્ધતા, તેને લઇ જવા માટે હેરફેર માટેની ટ્રકો, તેમના ગોદામો અને કોલ્ડ સ્ટોરેજની કામગીરી, કામદારો ફેક્ટરીઓ અને ગોદામો પર આવે અને કામ કરી શકે તે માટેનું સામર્થ્ય આ બધા પર ધ્યાન આપવું જરૂરી છે.

MoFPI સચિવે વધુમાં મુખ્ય સચિવોને કહ્યું હતું કે, તેઓ જિલ્લા કલેક્ટરો, પોલીસ અને પરિવહન અધિકારીઓને જરૂરી સૂચના આપે જેથી ખાદ્ય ચીજોની ફેક્ટરીઓની કામગીરી એકધારી ચાલુ રહે, તેમના ઉત્પાદનો અને ઇનપુટ/કાચામાલની હેરફેર થઇ શકે અને કામદારો ફેક્ટરીઓમાં આવીને કામ કરી શકે. તેમણે વધુમાં તેમને વિનંતી કરી હતી કે, રાજ્ય સ્તરે એક નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે જેથી MoFPI અને આ ઉદ્યોગના લોકો તેમનો સંપર્ક કરી શકે અને ક્ષેત્રમાં અસરકારક કામગીરી માટે પૂરવઠા સાંકળમાં આવતા અવરોધો અંગે તેમની સમક્ષ રજૂઆત કરી શકે.

પત્ર સાથે સૂચિત ખાદ્ય ચીજોની યાદી જોડવામાં આવી છે

ખાદ્યચીજને સમજવાના હેતુથી, ખાદ્ય સલામતી અને માપદંડ અધિનિયમ 2006 મુજબ ‘ખાદ્યચીજ’ ની વ્યાખ્યા લાગુ થશે

  • ઉત્પાદન, પરિવહન, વિતરણ અને છૂટક વેચાણની ચીજો
  • ફળો અને શાકભાજી
  • ચોખા, ઘઉંનો લોટ, અન્ય ધાન્ય અને કઠોળ
  • ખાંડ અને મીઠું, તેજાના અને મસાલા
  • બેકરી અને ડેરી (દુધ અને દુધની બનાવટો)
  • ચા અને કોફી
  • ઇંડા, માંસ અને માછલી
  • અનાજ, તેલ, મસાલા અને ખાદ્ય પદાર્થો
  • પેકિંગ વાળી ખાદ્યચીજો અને પીણા
  • સ્વાસ્થ્ય પૂરકો, ન્યુટ્રાસ્યુટિકલ્સ, વિશેષ ડાયેટરી ઉપયોગ માટે ખાદ્યચીજ (FSDU) અને વિશેષ તબીબી હેતુ માટે ખાદ્યચીજ (FSMP)
  • નવજાત/બાળક માટે ખાદ્યચીજ
  • પ્રાણીજ ખોરાક/પાલુત પ્રાણીનો ખોરાક
  • ઉપરોક્ત ઉલ્લેખિત ઉત્પાદનો માટે ખાદ્યચીજ ડિલીવરી સેવાઓ અને ઇ-કોમર્સ
  • ખાદ્યચીજોના ઉત્પાદનો માટેના કોલ્ડ સ્ટોરેજ/ગોદામ
  • પ્લાન્ટ/ ફેક્ટરીઓનું કામકાજ ચાલુ રહે/ ઉત્પાદન ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી ઇંધણ જેમકે કોલસો, ડાંગરનું ભૂસું, ડીઝલ/ ભઠ્ઠીનું તેલ અને અન્ય જરૂરી ચીજો.
  • ઉપરોક્ત ઉલ્લેખિત ઉત્પાદનો માટે જરૂરી તમામ કાચોમાલ, મધ્યસ્થીઓ, પેકેજિંગ સામગ્રી.

ઉદાહરણ તરીકે, પેકિંગમાં આવતી ખાદ્યચીજ અને પીણાં ઉદ્યોગ માટે જરૂરી કાચામાલની યાદી સૂચવેલ છે -

પેકિંગમાં આવતી ખાદ્યચીજો અને પીણાં

  • પ્રીઝર્વેટીવ્સ; પ્રોટીન સાંદ્રણો; આવશ્યક એમિનો એસિડ; આયોડાઇઝ્ડ મીઠું; કેનોલા તેલ; ખાદ્ય વનસ્પતિ તેલ અને ચરબી; દુધનો પાવડર; વિવિધ કાર્બોહાઇડ્રેટ્સ જેમકે, સુક્રોઝ, ડેક્સટ્રોઝ, ડેક્સ્ટ્રીન, મેલ્ટોઝ ડેક્સ્ટ્રીન, લેક્ટોઝ, મધ, કોર્ન સિરપ, માલ્ટ, પ્રવાહી ગ્લૂકોઝ.
  • ફળોનો રસ, પલ્પ, સાંદ્રણો, ખાંડ, પીણાં આધારિત સાંદ્રણો
  • ખાદ્ય ઉમેરકો – ઇમલ્સીફાયર, pH એડજસ્ટિંગ એજન્ટ, પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ઝાઇમ્સ, લીવનિંગ એજન્ટ્સ, રંગો, સુગંધ, એસિડિટી નિયંત્રક, ડિહાઇડ્રેટેડ ઉત્પાદનો.

RP


(Release ID: 1608401) Visitor Counter : 253