નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય

લૉકડાઉનના કારણે પુનઃપ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓ લંબાવવામાં આવશે

Posted On: 26 MAR 2020 12:04PM by PIB Ahmedabad

શ્રી આનંદકુમાર, MNRE (નવી અને અક્ષય ઊર્જાનું મંત્રાલય)ના સચિવે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, હાલમાં લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને પરિયોજના સાથે કામ કરતા લોકોની ફરી ગતિશીલમાં સમય લાગી શકે તેમ હોવાથી અક્ષય ઊર્જાને લગતી તમામ પરિયોજનાઓનો સમય લંબાવવામાં આવશે.

“કોરોના વાયરસના ફેલાવાની સાંકળ તોડવી ખૂબ જ આવશ્યક છે” તેમ જણાવીને ભારતના પ્રધાનમંત્રીએ મંગળવારે મધ્યરાત્રિથી સમગ્ર દેશમાં આગામી 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે RE (રિન્યુએબલ એનર્જી) પરિયોજનાઓમાં ઉપયોગમાં લેવાતા ભાગોના પૂરવઠાની સાંકળ તો તુટી જ છે, સાથે-સાથે તેના કારણે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોની ઉપલબ્ધતાને પણ અસર પડી છે. આ બાબતને ધ્યાનમાં રાખતા, પરિયોજનાઓનો સમય લંબાવવાની જાહેરાત કરવાથી RE ક્ષેત્રના તમામ હિતધારકોને ખૂબ જ મોટી રાહત મળશે.

RP

 



(Release ID: 1608352) Visitor Counter : 191