માનવ સંસાધન વિકાસ મંત્રાલય

UGC દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામાજિક અંતર જાળવી ઑનલાઇન શિક્ષણમાં જોડાઇને સમયનો સક્રિયપણે સદુપયોગ કરવાની સલાહ

Posted On: 25 MAR 2020 9:11PM by PIB Ahmedabad

UGC દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધીને લખવામાં આવેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આપણે સંયુક્ત રીતે કોવિડ-19નો સામનો કરવા માટે સામાજિક અંતર જાળવવીને અને ઘર/હોસ્ટેલમાં જ રોકાઇને સુરક્ષાત્મક અને સાવચેતીના પગલાં લઇ રહ્યાં છીએ ત્યારે ઑનલાઇન શિક્ષણમાં જોડાઇને સક્રિયપણે આપણા સમયનો સદુપયોગ કરી શકીએ છીએ. MHRD, UGC અને તેમના ઇન્ટર યુનિવર્સિટી કેન્દ્રો (IUC)ની કેટલીક ICT પહેલ છે જેમકે - માહિતી અને પુસ્તકાલય નેટવર્ક (INFLIBNET) અને કન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન (CEC), જે ડિજિટલ સ્વરૂપમાં છે અને યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાં શિક્ષણની ક્ષિતિજો વિસ્તારવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેનો ઍક્સેસ મેળવી શકે છે. કેટલીક ICT પહેલની યાદી અહીં તેની ઍક્સેસની લિંક સાથે આપેલી છે:

1. SWAYAM ઑનલાઇન અભ્યાસક્રમો:

https://storage.googleapis.com/uniquecourses/online.html અગાઉ SWAYAM પ્લેટફોર્મ પર પૂરા પાડવામાં આવતા શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ શીખવતા સંસાધનોનો ઍક્સેસ પૂરો પાડે છે જે હવે કોઇપણ લર્નર (શીખનાર) કોઇપણ રજિસ્ટ્રેશન વગર તદ્દન વિનામૂલ્યે જોઇ શકે છે. જાન્યુઆરી 2020 સત્રમાં રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ/લર્નર તેમની શીખવાની કામગીરી હંમેશની જેમજ ચાલુ રાખી શકે છે.

2. UG/PG MOOCs:

http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/moocs_courses.php SWAYAM નું આ પ્લેટફોર્મ UG અને PG (બિન-ટેકનોલોજી) અભ્યાસક્રમો માટે શીખવાની સામગ્રી પૂરી પાડે છે.

3. e-PG પાઠશાલા: epgp.inflibnet.ac.in પર ઉચ્ચ ગુણવત્તાની અભ્યાસક્રમ આધારિત, ઇન્ટર એક્ટિવ ઇ-સામગ્રી છે જેમાં સામાજિક વિજ્ઞાન, કળા, ફાઇન આર્ટ્સ અને માનવતા, પ્રકૃતિ અને ગણિત, વિજ્ઞાન સહિત 70 અનુસ્નાતક શાખાઓના અભ્યાસ માટે 23,000 મોડ્યૂલ (ઇ-ટેક્સ્ટ અને વીડિયો) ઉપલબ્ધ છે.

4. UG વિષયોમાં ઇ-સામગ્રી કોર્સવૅર: 24,110 ઇ-સામગ્રી મોડ્યૂલ સાથે 87 અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ઇ-સામગ્રી કોર્સવૅર છે જે CECની વેબસાઇટ http://cec.nic.in/ પર ઉપલબ્ધ છે.

5. સ્વયંપ્રભા: https://www.swayamprabha.gov.in/ એ 32 DTH ચેનલોનો સમૂહ છે જેમાં અભ્યાસક્રમ સામગ્રી આધારિત ઉચ્ચ ગુણવત્તાનો શૈક્ષણિક અભ્યાસક્રમ પૂડો પાડવામાં આવે છે જેમાં કલા, વિજ્ઞાન, વાણિજ્ય, પરફોર્મિંગ આર્ટ્સ, સામાજિક વિજ્ઞાન અને માનવતાના વિષયો, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કાયદો, દવા, કૃષિ વગેરે સહિત વિવિધ શાખાઓની સામગ્રી આજીવન શીખવામાં રસ ધરાવતા સમગ્ર દેશમાં રહેલા તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે પૂરી પાડવામાં આવે છે. આ ચેનલો ફ્રી ટૂ એર છે અને તમારા કેબલ ઑપરેટર દ્વારા તેનો ઍક્સેસ મેળવી શકાય છે. પ્રસારિત કરવામાં આવેલા વીડિયો/લેક્ચરો સ્વયંપ્રભાના પોર્ટલ પર આર્કાઇવ વીડિયોમાં પણ ઉપલબ્ધ છે.

6. CEC-UGC યૂટ્યૂબ ચેનલ: https://www.youtube.com/user/cecedusat લેક્ચર આધારિત અમર્યાદિત શૈક્ષણિક અભ્યાસક્રમ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે.

7. રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય: https://ndl.iitkgp.ac.in/ એક ડિજિટલ ભંડાર છે જેમાં ખૂબ જ વિપુલ સંખ્યામાં વિવિધ પ્રારૂપમાં શૈક્ષણિક સામગ્રી છે અને સંશોધકો તેમજ આજીવન શીખનારા લોકો સહિત તમામ શૈક્ષણિક સ્તરો, તમામ પ્રશાખાઓ અને ઍક્સેસ માટેના તમામ લોકપ્રિય ઉપકરણો અને દિવ્યાંગ લર્નરો માટે મુખ્ય ભારતીય ભાષાઓમાં ઇન્ટરફેસ સપોર્ટ આપે છે.

8. શોધગંગા: https://shodhganga.inflibnet.ac.in/ એ 2,60,000 ભારતીય ઇલેક્ટ્રોનિક શોધપત્રો અને નિબંધોનું ડિજિટલ ભંડાર છે જેના પર સંશોધનના વિદ્યાર્થીઓ તેમના પી.એચ.ડી.ના શોધ નિબંધો મૂકી શકે છે અને સમગ્ર વિદ્વાન સમુદાય માટે તેને ઓપન ઍક્સેસ તરીકે ઉપલબ્ધ કરાવે છે.

9. ઇ-શોધ સિંધુ: https://ess.inflibnet.ac.in/ 15,000થી વધુ મૂળભૂત અને પીઅર-રીવ્યૂડ જર્નલનો વર્તમાન તેમજ આર્કાઇવ ઉપરાંત વિવિધ પ્રશાખાઓના સંખ્યાબંધ પ્રકાશકો અને સંગ્રાહકો પાસેથી સંખ્યાબંધ ગ્રંથસૂચિ, પ્રશંસાપત્રો અને તથ્યપૂર્ણ ડેટાબેઝના સંગ્રહનો ઍક્સેસ તેમની સંભ્ય સંસ્થાઓને ઉપલબ્ધ કરાવે છે જેમાં UGC અધિનિયમની કલમ 12(B) અને 2(f) અંતર્ગત આવરી લેવામાં આવેલી કેન્દ્રના ભંડોળથી ચાલતી ટેકનિકલ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજો પણ સામેલ છે.

10. વિદ્વાન: https://vidwan.inflibnet.ac.in/ એ નિષ્ણાતોનો ડેટાબેઝ છે જે નિષ્ણાતો વિશે સાથીદારો, સંભવિત સહયોગીઓ, ભંડોળ પુર પાડતી એજન્સી, નીતિ ઘડનારાઓ અને સંશોધનના વિદ્યાર્થીઓને નિષ્ણાતોની માહિતી પૂરી પાડે છે. ફેકલ્ટી સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વિદ્વાન પોર્ટલ પર નોંધણી કરાવે જેથી નિષ્ણાતોના ડેટાબેઝનું વિસ્તરણ કરવામાં મદદ મળી શકે.

આશા છે કે, ICTની આ પહેલો, જેમાં વિશાળ રેન્જમાં વિષયો અને અભ્યાસક્રમો સમાવી લેવામાં આવ્યા છે અને નિષ્ણાતો દ્વારા તે તૈયાર કરવામાં આવ્યા છે તે, આપ સૌને શિક્ષણનો શ્રેષ્ઠ અનુભવ આપશે.

પૂછપરછ અથવા સ્પષ્ટીકરણ માટે UGC, INFLIBNET અને CECનો સંપર્ક અનુક્રમે eresource.ugc[at]gmail[dot]com, eresource.inflibnet[at]gmail[dot]com અને eresource.cec[at]gmail[dot]com પર થઇ શકે છે.

RP



(Release ID: 1608316) Visitor Counter : 335