માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય તેમજ તેની સ્વાયત્ત સંસ્થાઓ અને પેટા કચેરીઓ 3 અઠવાડિયા સુધી બંધ રહેશે

Posted On: 25 MAR 2020 12:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 24.3.2020ના રોજ આપવામાં આવેલા આદેશના અનુપાલનમાં, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે આપેલા નિર્દેશો અનુસાર માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય તેમજ તેની સ્વાયત્ત સંસ્થાઓ અને પેટા કચેરીઓ ત્રણ અઠવાડિયા સુધી બંધ રહેશે. જોકે, આ આદેશમાં જણાવવામાં આવ્યું છે તે અનુસાર, તમામ અધિકારીઓ અને સ્ટાફને ઘરેથી કામ કરવાનું રહેશે.

કાર્યાલયના વડા અને વિભાગીય વડાઓએ ખાસ કરીને પગાર અને પેન્શન સહિત આર્થિક ચૂકવણી સંબંધિત તમામ કાર્યો બરાબર પાર પડે તેની ખાતરી કરવાની રહેશે.

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે એવા પણ નિર્દેશ આપ્યા છે કે, CBSE, NIOS અને NTAએ પરીક્ષાઓના સુધારેલા સમયપત્રક પર કામ કરવાનું રહેશે. સ્વાયત્ત સંગઠનો અને NCERTએ વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડરનો મુસદ્દો તૈયાર કરવાનો રહેશે.


(Release ID: 1608194) Visitor Counter : 106