રેલવે મંત્રાલય

રેલવે મંત્રાલયે મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવાનો નિર્ણય 14 એપ્રિલ 2020 સુધી લંબાવ્યો


જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે માલવાહક ટ્રેનો ચાલુ રહેશે

प्रविष्टि तिथि: 25 MAR 2020 5:14PM by PIB Ahmedabad

કોવિડ-19ને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા પગલાંને અનુસરીને, રેલવે મંત્રાલયે ભારતીય રેલવેની મુસાફર ટ્રેનોની સેવાઓ એટલે કે, તમામ મેલ/એક્સપ્રેસ ટ્રેનો (પ્રીમિયમ ટ્રેનો સહિત), ઉપનગરીય ટ્રેનો અને મેટ્રો રેલવે, કોલકાતાની ટ્રેનો રદ કરવાનો નિર્ણય 14 એપ્રિલ 2020ના રોજ 2400 કલાક સુધી લંબાવ્યો છે.

જોકે, જીવન જરૂરિયાતની ચીજોનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે માલવાહન ટ્રેનોની કામગીરી ચાલુ રહેશે.

 

SD/RP

 


(रिलीज़ आईडी: 1608158) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , हिन्दी , Bengali , Assamese , Punjabi , Punjabi , Kannada , Malayalam