મંત્રીમંડળ
મંત્રીમંડળે ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઇપીજીએલ)ને ડીપીઇ માર્ગદર્શિકાના અમલમાંથી મુક્તિ આપી
Posted On:
26 FEB 2020 3:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બેઠકે આજે ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઇપીજીએલ)ને ડીપીઈ માર્ગદર્શિકામાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી હતી, જેમાં રિઝર્વેશન અને વિજિલન્સ નીતિઓ સામેલ નથી.
જહાજ મંત્રાલયનાં વહીવટી નિયંત્રણ હેઠળ આઇપીજીએલની રચના કંપની ધારા, 2013 હેઠળ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ તરીકે થઈ હતી, જેને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) (અંગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)એ પ્રમોટ કરી હતી. એનો આશય ઇરાનમાં ચાબહારનાં શહિદ બેહેસ્તીનું ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ કરવાનો હતો.
સંયુક્ત વિસ્તૃત કાર્યયોજના (જેસીપીઓએ)માંથી અમેરિકા બહાર નીકળ્યા પછી વિદેશ મંત્રાલયે જહાજ મંત્રાલયને 29 ઓક્ટોબર, 2018નાં રોજ અમેરિકાનાં પ્રતિબંધોની અસરની શક્ય અસરમાંથી જેએનપીટી અને ડીપીટીને બાકાત રાખ્યા હતા.
એને આધારે તથા સક્ષમ સમિતિની મંજૂરી સાથે જેએનપીટી અને ડીપીટીના તમામ શેરની ખરીદી “સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ” (એસડીસીએલ) 17 ડિસેમ્બર, 2018નાં રોજ કરી હતી. એસડીસીએલ એ કેન્દ્ર સરકારનું જાહેર સાહસ છે અને એટલે એની પેટાકંપની તરીકે આઇપીજીએલ પણ કેન્દ્ર સરકારનું જાહેર સાહસ છે. પરિણામે ડીપીઇની માર્ગદર્શિકા આઇજીપીએલ પર ટેકનિકલ રીતે લાગુ થવાને પાત્ર છે.
વ્યૂહાત્મક ઉદ્દેશો સાથે ચાબહાર બંદર દેશનો પ્રથમ વિદેશી પોર્ટ પ્રોજેક્ટ હોવાથી જહાજ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સૂચનાઓ પછી આઇપીજીએલને 5 વર્ષનાં સમયગાળા માટે લાગુ ડીપીઇની માર્ગદર્શિકા વિના બોર્ડ મેનેજ કંપની તરીકે કામ કરવાની છૂટ આપવાની તાતી જરૂર છે. એ મુજબ જહાજ મંત્રાલયે આઇપીજીએલને પ્રોજેક્ટનાં સરળ અમલીકરણ માટે ડીપીઇની માર્ગદર્શિકામાંથી મુક્તિ આપવાની વિનંતી કરી હતી.
SD/GP/DS/RP
(Release ID: 1604428)
Visitor Counter : 171
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam