પ્રધાનમંત્રીનું કાર્યાલય

લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

Posted On: 06 FEB 2020 7:55PM by PIB Ahmedabad

આદરણીય અધ્યક્ષ મહોદય, હું રાષ્ટ્રપતિના પ્રવચન પર, આભાર પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. આદરણીય રાષ્ટ્રપતિજીએ ન્યુ ઇન્ડિયાનું વિઝન પોતાના ભાષણમાં રજૂ કર્યું છે. 21મી સદીના ત્રીજા દાયકાનું રાષ્ટ્રપતિજીનું આ વક્તવ્ય આ દાયકા માટે આપણને સૌને દિશા ચીંધનારુ, પ્રેરણા આપનારું અને દેશના કોટી કોટી લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરનારું આ વક્તવ્ય છે.

આ ચર્ચામાં સદનના તમામ અનુભવી આદરણીય સભ્યોએ ખૂબ સુંદર રીતે પોત-પોતાની વાતો પ્રસ્તુત કરી છે, પોત-પોતાના વિચારો રજૂ કર્યા છે. શિક્ષણને સમૃદ્ધ કરવાનો દરેક વ્યક્તિએ પોતાની રીતે પ્રયાસ કર્યો છે. શ્રીમાન અભિનંદન ચૌધરીજી, ડોક્ટર શશી થરુરજી, શ્રીમાન ઔવેસીજી, રામપ્રતાપ યાદવજી, પ્રીતિ ચૌધરીજી, મિશ્રાજી, અખિલેશ યાદવજી, અનેક નામો છે, હું બધાના નામો લઈશ તો સમય ઘણો વધુ લાગી જશે. પરંતુ હું કહીશ કે દરેક વ્યક્તિએ પોતાના વિચારો રજૂ કર્યા છે. પરંતુ એક પ્રશ્ન એ ઉઠે છે કે સરકારને આ બધા કામોની આટલી ઉતાવળ કેમ છે. બધી જ વસ્તુઓ એકસાથે કેમ કરી રહી છે.

હું શરૂઆતમાં શ્રીમાન સર્વેશ્વર દયાળજીની એક કવિતાને ઉજાગર કરવા ઈચ્છીશ અને તે જ કદાચ અમારા સંસ્કાર પણ છે, અમારી સરકારનો સ્વભાવ પણ છે. અને તે જ પ્રેરણાના કારણે અમે ઢાંચાથી દૂર થઇને ઝડપી ગતિએ આગળ વધવાની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. હાલ પુરતું સર્વેશ્વર દયાળજીએ પોતાની કવિતામાં લખ્યું છે કે..

લીક પર વે ચલે જિનકે

ચરણ દુર્બલ ઔર હારે હૈ,

હમે તો જો હમારી યાત્રા સે બને

ઐસે અનિર્મિત પંથ હી પ્યારે હૈ.

આદરણીય અધ્યક્ષ હવે એટલા માટે લોકોએ માત્ર એક સરકાર બદલી છે એવું નથી, સરોકાર પણ બદલવાની અપેક્ષા કરવામાં આવી છે. એક નવી વિચારધારાની આ ઈચ્છાના કારણે અમને અહીંયાં આવીને સેવા કરવાનો અવસર મળ્યો છે. પરંતુ જો અમે તે જ રીતે ચાલત તો જે રીતે તમે લોકો ચાલતા હતા, તે રસ્તે ચાલત જે રસ્તાની તમને આદત પડી ગઈ હતી. તો કદાચ 70 વર્ષ પછી પણ આ દેશમાંથી કલમ 370 દૂર ના થાત. તમારી જ રીતભાત પ્રમાણે ચાલત તો મુસ્લિમ બહેનોને ત્રણ તલાકની તલવાર આજે પણ ડરાવતી રહેત. તમારા જ રસ્તે જો ચાલત તો સગીર વડે રેપના કેસમાં ફાંસીની સજાનો કાયદો ના બનત. જો તમારી જ વિચારધારા પ્રમાણે ચાલત તો રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં જ રહેતી. જો તમારી જ વિચારધારા રાખત તો કરતારપુર કોરીડોર ક્યારેય ના બનત.

જો તમારી જ રીતભાતો રાખત, તમારો જ રસ્તો લીધો હોત તો ભારત બાંગ્લાદેશ સીમા વિવાદ ક્યારેય પણ ઉકેલાત નહી.

આદરણીય અધ્યક્ષ જી,

જ્યારે આદરણીય અધ્યક્ષજીને જોઉં છું, સાંભળું છું તો સૌથી પહેલા કિરણ રીજ્જુજીને અભિનંદન પાઠવું છું કારણ કે તેમણે જે થીંક ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી છે, તે થીંક ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રચાર પ્રસાર ખૂબ સુંદર રીતે કરે છે. તેઓ ભાષણ પણ આપે છે અને ભાષણની સાથે સાથે જીમ પણ કરે છે. કારણ કે આ થીંક ઇન્ડિયાને બળ આપવા માટે, તેનો પ્રચાર પ્રસાર કરવા માટે હું માન્ય સદસ્યનો આભાર પ્રગટ કરું છું.

આદરણીય અધ્યક્ષજી, કોઈ એ વાતથી ઇનકાર કરી શકે તેમ નથી કે દેશ પડકારો સામે બાથ ભીડવા માટે પ્રત્યેક ક્ષણ પ્રયાસ કરતો રહ્યો છે. ક્યારેક ક્યારેક પડકારોની સામે ન જોવાની આદત પણ દેશે જોઈ છે. પડકારોને પસંદ કરવાનું સામર્થ્ય નથી એવા લોકોને પણ જોયા છે. પરંતુ આજે વિશ્વની ભારત પાસેથી જે અપેક્ષા છે... અમે જો પડકારોને પડકાર નહી ફેંકીએ, જો અમે હિંમત નહી દેખાડીએ અને જો અમે સૌને સાથે લઈને આગળ ચાલવાની ગતિ ના વધારત તો કદાચ દેશને અનેક સમસ્યાઓ સામે લાંબા સમય સુધી ઝઝૂમવું પડત.

અને ત્યારબાદ આદરણીય અધ્યક્ષજી, જો કોંગ્રેસના રસ્તા પર અમે ચાલત તો પચાસ વર્ષ પછી પણ શત્રુ સંપત્તિ કાયદાની રાહ દેશને જોવી પડતી. 35 વર્ષ પછી પણ આગામી પેઢીના લડાયક વિમાનની રાહ દેશને જોતા રહેવી પડત. 28 વર્ષ પછી પણ બેનામી સંપત્તિ કાયદો લાગુ ના થાત. 20 વર્ષ પછી પણ ચીફ ઓફ ડીફેન્સની પસંદગી ના થઇ શકત.

આદરણીય અધ્યક્ષજી, અમારી સરકાર ઝડપી ગતિના કારણે અને અમારો ઉદ્દેશ્ય છે અમે એક નવી રેખા બનાવીને ઢાંચાથી દૂર થઈને ચાલવા માંગીએ છીએ. અને એટલા માટે અમે એ વાતને ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આઝાદીના 70 વર્ષ પછી પણ દેશ લાંબી રાહ જોવા માટે તૈયાર નથી અને હોવો પણ ના જોઈએ. અને એટલા માટે અમારો પ્રયાસ છે કે ગતિ પણ વધે, સ્કેલ પણ વધે. દ્રઢનિશ્ચય પણ હોય અને નિર્ણય પણ હોય. સંવેદનશીલતા પણ હોય અને ઉકેલ પણ હોય. અમે જે ઝડપી ગતિએ કામ કર્યું છે અને તે જ ઝડપી ગતિએ કામ કરવાનું પરિણામ છે કે દેશની જનતાએ પાંચ વર્ષમાં જોયું અને જોયા પછી તે જ ઝડપી ગતિએ આગળ વધવા માટે વધુ તાકાતની સાથે અમને ફરી એકવાર ઉભા થવાનો અવસર આપ્યો છે.

જો આ ઝડપી ગતિ ના હોત તો 37 કરોડ લોકોના બેંક ખાતા આટલા ઓછા સમયમાં ના ખુલત. જો ઝડપી ગતિ ના હોત તો 11 કરોડ લોકોના ઘરોમાં શૌચાલયોનું કામ પૂરું ના થયું હોત. જો ઝડપી ગતિ ના હોત તો 13 કરોડ પરિવારોમાં ગેસનો ચૂલો ના સળગત. જો ઝડપી ગતિ ના હોત તો 2 કરોડ ઘરો ના બનત ગરીબોની માટે. જો ઝડપી ગતિ ના હોત તો લાંબા સમયથી અટકેલી દિલ્હીની 1700થી વધુ કોલોનીઓ, 40 લાખથી વધુ લોકોની જિંદગી જે અધરમાં લટકેલી પડી હતી તે કામ પૂરું ના થયું હોત. આજે આપણને આપણા ઘરમાં હક પણ મળી ગયો છે.

આદરણીય અધ્યક્ષજી, અહીંયાં આગળ પૂર્વોત્તરની પણ ચર્ચા થઇ છે. પૂર્વોત્તરને કેટલા દાયકાઓ સુધી રાહ જોવી પડી, ત્યાં આગળ રાજનૈતિક સમીકરણો બદલવાનું સામર્થ્ય હોય એવી પરિસ્થિતિ નથી અને એટલા માટે રાજનૈતિક ત્રાજવા વડે જ્યારે નિર્ણયો થતા રહ્યા તો હંમેશાથી જ તે ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યો છે. અમારી માટે પૂર્વોત્તર એ વોટના ત્રાજવે તોળવા માટેનું ક્ષેત્ર નથી રહ્યું. ભારતની એકતા અને અખંડતાની સાથે સાથે દૂર-સુદૂરના ક્ષેત્રોમાં બેઠેલા ભારતના નાગરિકોની માટે અને તેમના સામર્થ્યનો ભારતના વિકાસ માટે યથોચિત ઉપયોગ થાય, શક્તિઓ કામમાં આવે, દેશને આગળ વધારવામાં કામ આવે, એ જ શ્રદ્ધાની સાથે ત્યાના એક એક નાગરિક પ્રત્યે અપાર વિશ્વાસની સાથે આગળ વધવાનો અમારો પ્રયાસ રહ્યો છે.

અને આ જ કારણે પૂર્વોત્તરમાં છેલ્લા પાંચ વર્ષોમાં જે ક્યારેક તે લોકોને દિલ્હી દૂર લાગતું હતું, આજે દિલ્હી તેમના દરવાજા પર જઈને ઉભું રહી ગયું છે. સતત મંત્રી ઓફીસની મુલાકાત લેતા રહ્યા. રાત-રાત ભર ત્યાં રોકાતા રહ્યા. નાના નાના વિસ્તારોમાં જતા રહ્યા, ટીયર 2, ટીયર ૩ નાના વિસ્તારોમાં ગયા, લોકો સાથે સંવાદ કર્યો તેમની અંદર સતત વિશ્વાસ ઉત્પન્ન કર્યો. અને વિકાસની જે જરૂરિયાતો રહેતી હતી, 21મી સદી સાથે જોડાયેલી, પછી તે વીજળીની વાત હોય, કે રેલવેની વાત હોય, પછી તે વિમાન મથકની વાત હોય કે પછી મોબાઈલ કનેક્ટિવિટીની વાત હોય, આ બધું જ કરવાનો અમે પ્રયાસ કર્યો છે.

અને તે વિશ્વાસ કેટલું મોટું પરિણામ આપે છે જે આ સરકારના કાર્યકાળમાં જોવા મળી રહ્યું છે. અહીંયાં આગળ એક બોડોની ચર્ચા કરવામાં આવી. અને એવું કહેવામાં આવ્યું કે આ તો પહેલીવાર થયું છે. અમે પણ ક્યારેય એવું નથી કહ્યું કે આ પહેલી વાર થયું છે, અમે તો એ જ કહી રહ્યા છીએ કે પ્રયોગ તો ઘણા બધા થયા છે અને હજુ પણ પ્રયોગો થઇ રહ્યા છે. પરંતુ... પરંતુ... જે કંઈ પણ થયું તે રાજનૈતિક ત્રાજવે તોલીને લેખા જોખા કરીને કરવામાં આવ્યું છે. જે પણ કરવામાં આવ્યું અડધા પડધા મનથી કરવામાં આવ્યું, જે પણ કઈ કરવામાં આવ્યું એક રીતે કામચલાઉ કામ કરવામાં આવ્યું. અને તેના કારણે સમજૂતીઓ કાગળ ઉપર તો થઇ ગઈ, ફોટા પણ છપાઈ ગયા, વાહવાહી પણ થઇ ગઈ. બહુ ગૌરવની સાથે આજે તેની ચર્ચા પણ થઇ રહી છે.

પરંતુ કાગળ પર કરવામાં આવેલ સમજૂતીઓ વડે આટલા વર્ષો પછી પણ બોડો સમજૂતીઓની સમસ્યાઓનું સમાધાન નીકળી શક્યું નહી. 4 હજારથી વધુ નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે. અનેક પ્રકારની બીમારીઓ સમાજ જીવનને જે સંકટમાં નાખી દે તેવી થતી રહી. આ વખતે જે સમજૂતી કરાર થયો છે તે એક રીતે પૂર્વોત્તરની માટે પણ  અને દેશમાં સામાન્ય નાગરિકોને ન્યાય આપનારાઓની માટે પણ એક સંદેશ આપનારી ઘટના છે. એ સત્ય છે કે અમારો જરા તે પ્રયાસ નથી જેથી અમારી વાત વારંવાર ઉજાગર થતી રહે, પ્રસર્યા કરે પરંતુ અમે મહેનત કરીશું, પ્રયાસ કરીશું.

પરંતુ આ વખતના સમજૂતી કરારની એક વિશેષતા છે. બધા જ હથિયારધારી જૂથો એકસાથે આવ્યા છે, બધા જ હથિયારો અને બધા જ અન્ડરગ્રાઉન્ડ લોકોએ શરણાગતિ સ્વીકારી છે. અને બીજું તે સમજૂતી કરારની સંધીમાં લખવામાં આવ્યું છે કે આ પછી બોડો સમસ્યાની સાથે જોડાયેલ કોઇપણ માંગણી બાકી નથી રહેતી. પૂર્વોત્તરમાં આપણે સૌથી પહેલા સૂરજ તો ઉગતો હતો પરંતુ સવાર નહોતી આવતી. સૂરજ તો આવી જતો હતો. પરંતુ અંધકાર દૂર નહોતો થતો. આજે હું કહી શકું છું કે આજે નવી સવાર પણ આવે છે, નવી પ્રભાત પણ ફૂટી છે, નવો પ્રકાશ પણ આવ્યો છે અને તે પ્રકાશ જ્યારે તમે તમારા ચશ્માં બદલશો ત્યારે જ જોવા મળશે.

હું તમારો ખૂબ ખૂબ આભારી છું કે જેથી તમે લોકો બોલવાની વચ્ચે વચ્ચે તમે મને વિરામ આપી રહ્યા છો.

ગઈકાલે અહીંયાં સ્વામી વિવેકાનંદજીના ખભે રાખીને બંદૂકો ફોડવામાં આવી. તમે તેને રીપોર્ટમાંથી કાઢી નાખ્યું છે, હું ઉલ્લેખ તો નહી કરું પરંતુ મને એક નાનકડી જૂની વાર્તા યાદ આવે છે. એક વખત રેલવેમાં કેટલાક લોકો મુસાફરી કરી રહ્યા હતા. અને જ્યારે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા તો ટ્રેન જેવી ઝડપ પકડતી હતી, જેવો પાટામાં અવાજ આવે છે.. બધાને અનુભવ છે. તો ત્યાં બેઠેલા એક સંત મહાત્મા હતા તો તેમણે કહ્યું કે જુઓ પાટામાંથી કેવો અવાજ આવે છે. આ નિર્જીવ પાટાઓ પણ આપણને કહી રહ્યા છે કે પ્રભુ કરી દો બેડો પાર... તો બીજા સંતે કહ્યું કે ના યાર મેં સાંભળ્યું, મને તો એવું સંભળાઈ રહ્યું છે કે પ્રભુ તારી લીલા અપરંપાર.. પ્રભુ તારી લીલા અપરંપાર... ત્યાં એક મૌલવીજી બેઠા હતા તેમણે કહ્યું કે મને તો સંભળાય છે બીજું... સંતોએ કહ્યું કે તમને શું સંભળાઈ રહ્યું છે તો તેમણે કહ્યું, મને સંભળાઈ રહ્યું છે કે યા અલ્લાહ તારી રહેમત... યા અલ્લાહ તારી રહેમત, તો ત્યાં એક પહેલવાન બેઠો હતો તેમણે કહ્યું મને પણ સંભળાઈ રહ્યું છે તો પહેલવાને કહ્યું મને સંભળાય છે કે ખા રબડી કર કસરત... ખા રબડી કર કસરત...

ગઈકાલે જે વિવેકાનંદજીના નામે કહેવામાં આવ્યું જેવી મનની રચના હોય છે તેવું જ સંભળાય છે... તમારે તે જોવા માટે આટલું દૂર જવાની જરૂર નહોતી, ઘણું બધું નજીકમાં જ છે.

આદરણીય અધ્યક્ષજી, મારી ખેડૂતોના વિષયમાં પણ વાતચીત થઇ છે. ઘણા બધા કામ, અને ઘણી બધી નવી રીતભાતો વડે, નવી વિચારધારા સાથે પાછળના દિવસોમાં કરવામાં આવ્યું છે અને આદરણીય રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે. પરંતુ જે રીતે અહીંયાં ચર્ચા કરવાનો પ્રયાસ થયો છે. હું નથી જાણતો કે તે અજ્ઞાનતાપૂર્વક થયો છે કે પછી જાણી જોઇને કરી રહ્યા છે. કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે જો જાણકારીઓ હોય તો પણ કદાચ અમે આવું ના કરત.

અમે જાણીએ છીએ કે દોઢ ગણો અલગથી કરનારો વિષય છે. કેટલા લાંબા સમયથી અટકેલો પડ્યો હતો. અમારા સમયનો નહોતો, પહેલાનો હતો પરંતુ આ ખેડૂતો પ્રત્યે અમારી જવાબદારી હતી કે તે કામને પણ અમે પૂરું કરી નાખ્યું. મને નવાઈ લાગે છે. સિંચાઈ યોજનાઓ 80-90 ટકા રસ્તાઓ 20-20 વર્ષોથી પડેલા હતા. કોઈ પૂછનારું નહોતું. હોટલ કઢાવી નાખી બસ કામ થઇ ગયું. અમારે કેટલીય 99 યોજનાઓનું સાક્ષી બનવું પડ્યું. 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને તેને તેના લોજીકલ હેન્ડ સુધી લઇ ગયા અને હવે ખેડૂતોને તેનો ફાયદો થવાનો શરુ થઇ ગયો છે.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આ વ્યવસ્થા વડે કેટલાક ખેડૂતોમાં સતત વિશ્વાસ ઉત્પન્ન થયો છે. ખેડૂતો તરફથી આશરે 13 હજાર કરોડ રૂપિયા પ્રીમીયમ આવ્યું છે. પરંતુ કુદરતી આપત્તિના કારણે જે નુકસાન થયું તે અંતર્ગત આશરે 56 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને વીમા યોજનાથી પ્રાપ્ત થયા છે. ખેડૂતની આવક જે છે તે અમારી પ્રાથમિકતા છે. મૂળ ખર્ચ ઓછો થાય તે પ્રાથમિકતા છે. અને પહેલા એનએસપીના નામ પર શું થતું હતું આપણા દેશમાં પહેલા 7 લાખ ટન દાળ અને તલની ખરીદી થઇ છે. અમારા કાર્યકાળમાં 100 લાખ ટન, 7 અને 100નો કૃત સમજમાં આવશે. ઈ-નામ યોજના આજે ડીજીટલ બળ છે, આપણો ખેડૂત મોબાઇલ ફોન વડે દુનિયાના ભાવ જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે. ઈ-નામ યોજનાના નામે ખેડૂત બજારમાં પોતાનો માલ વેચી શકે છે. અને મને ખુશી છે કે ગામડાનો ખેડૂત આ વ્યવસ્થા વડે આશરે પોણા 2 કરોડ ખેડૂત અત્યાર સુધીમાં તેની સાથે જોડાઈ ચુક્યા છે. અને લગભગ લગભગ 1 લાખ કરોડનો કારોબાર ખેડૂતોએ પોતાની પેદાશનો આ ઈ-નામ યોજના વડે કર્યો છે. અમે ખેડૂતનો વિસ્તાર હોય, તેની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ પછી તે પશુપાલન હોય, મત્સ્યપાલન હોય, મરઘા ઉછેર હોય. સૌર ઉર્જાની તરફ જવાનો પ્રયાસ કર્યો હોય, સોલર પંપની વાત હોય, આવી અનેક વસ્તુઓને જોડી છે. જેના કારણે આજે તેની આર્થિક સ્થિતિમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે.

2014માં અમારા આવ્યા પહેલા કૃષિ મંત્રાલયનું બજેટ 27 હજાર કરોડ રૂપિયાનું હતું. હવે તે વધીને 5 ગણું... 27 હજાર કરોડથી વધીને 5 ગણું અને લગભગ દોઢ લાખ સુધી અમે પહોંચાડ્યું છે. પીએમ ખેડૂત સન્માન યોજના ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે. અત્યાર સુધી આશરે 45 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઇ ચુક્યા છે. કોઈ વચેટિયા નહી. કોઈ ફાઈલોની ઝંઝટ નહી. એક ક્લિક દબાવી પૈસા પહોંચી ગયા. પરંતુ હું જરૂરથી અહીંયાં આદરણીય સદસ્યોને આગ્રહ કરીશ કે રાજનીતિ કરતા રહો, કરવી પણ જોઈએ.... હું જાણું છું પરંતુ શું આપણે રાજનીતિ કરવા માટે ખેડૂતોના હિતોની સાથે રમત રમીશું. હું તે માન્ય સદસ્યગણને આ વિષય પર આગ્રહ કરીશ કે પોતાના રાજ્યમાં જુએ જેઓ ખેડૂતોના નામ પર આગળ આવીને બોલી રહ્યા છે.. તેઓ જરા વધુ જુએ કે તેમના રાજ્યમાં ખેડૂતોને પીએમ ખેડૂત સન્માન નિધિ પ્રાપ્ત થાય. તેની માટે તે સરકારો ખેડૂતોની યાદી કેમ નથી આપી રહી, તેઓ યોજનાઓની સાથે કેમ નથી જોડાઈ રહ્યા.

નુકસાન કોનું થયું, કોનું નુકસાન થયું, તે રાજ્યના ખેડૂતોનું થયું. હું ઈચ્છીશ કે અહીંયાં કોઈ એવો માન્ય સદસ્ય નહી હોય કે જે કદાચ દબાયેલ અવાજમાં જે કદાચ ખુલીને ના બોલી શકે. ઘણી બધી જગ્યાઓ પર ઘણું બધું થાય છે પરંતુ તેમને ખબર હશે તે જ રીતે હું માન્ય સદસ્યોને કહેવા માંગીશ જેમણે ઘણું બધું કહ્યું છે. તે રાજ્યોમાં જરા જુઓ તમે કે જ્યાં ખેડૂતોને વાયદાઓ કરી કરીને બહુ મોટી મોટી વાતો કરીને વોટ તો ભેગા કરી લીધા, શપથ લઇ લીધી. સત્તા સિંહાસન પ્રાપ્ત કરી લીધું પરંતુ ખેડૂતોના વાયદાઓ પૂરા કરવામાં નથી આવ્યા. ઓછામાં ઓછા અહીંયાં બેઠેલા માન્ય સદસ્ય તે રાજ્યોના પણ પ્રતિનિધિ હશે તો તેઓ જરૂરથી તે રાજ્યોને કહે કે ખેડૂતોને તેમનો હક આપવામાં પાછા ના પડે.

આદરણીય અધ્યક્ષજી, જ્યારે સમગ્ર પક્ષોની બેઠક થઇ હતી ત્યારે મેં વિસ્તારપૂર્વક સૌની સામે એક પ્રાર્થના પણ કરી હતી અને મારા વિચારો પણ રજૂ કર્યા હતા. ત્યાર પછી સદનની શરૂઆતમાં જ્યારે મીડિયાના લોકો સાથે હું વાત કરી રહ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે આપણે સંપૂર્ણ રીતે આર્થિક વિષય, દેશની આર્થિક પરિસ્થિતિ બધા જ વિષયોને આપણે સમર્પિત કરી દઈએ. આપણી પાસે જેટલી પણ ચેતના છે, જેટલું પણ સામર્થ્ય છે, જેટલી પણ બુદ્ધિપ્રતિભા છે, એ બધાનો નીચોડ આ સત્રમાં બંને સદનોમાં અમે લઇને આવ્યા છીએ કારણ કે જ્યારે દેશ દુનિયાની આજે જે આર્થિક સ્થિતિ છે તેનો લાભ ઉઠાવવા માટે ભારત કયા પગલાઓ ભરે, કઈ દિશાને અપનાવે જેનાથી લાભ થાય. હું ઈચ્છીશ કે આ સત્ર હજુ પણ સમય છે, દેશની પછી પણ જ્યારે મળશો ત્યારે પણ સંપૂર્ણ શક્તિ હું તમામ સદસ્યોને આગ્રહ કરું છું કે આપણે આર્થિક વિષયો પર ઊંડાણપૂર્વક બોલીએ, વ્યાપકતાથી બોલીએ અને સારા નવા સૂચનોની સાથે બોલીએ જેથી કરીને વિશ્વની અંદર જે અવસરો ઉત્પન્ન થયા તેનો ફાયદો ઉઠાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી શકીએ. હું સૌને આમંત્રણ આપું છું.

હા, હું માનું છું કે આર્થિક વિષયો પર મહત્વપૂર્ણ વાતો આપણા સૌનું સામુહિક દાયિત્વ છે. અને આ જવાબદારીના બોજ હેઠળ જૂની વાતોને આપણે ભૂલી નથી શકતા કારણ કે આજે આપણે ક્યાં છીએ તેની જાણકારી ત્યારે મળે છે કે કાલે ક્યાં હતા. એ વાત સાચી છે પરંતુ આપણા આદરણીય સભ્યગણ એવું કહે છે કે આવું કેમ ના થયું, આ ક્યારે થશે, આ કઈ રીતે થશે, ક્યાં સુધીમાં કરી નાખશો. આ જે ચિંતા છે તો કેટલાક લોકોને લાગે છે કે તમે ટીકા કરો છો, હું નથી માનતો કે તમે ટીકા કરો છો, મને ખુશી છે કે તમે મને સમજી શક્યા છો. કારણ કે તમને વિશ્વાસ છે કે કરશે તો આ જ કરશે... અને એટલા માટે હું તમારી આ વાતોને ટીકા તરીકે નથી સમજતો.

હું ઓપરેશન માનું છું, પ્રેરણા માનું છું. અને એટલા માટે હું આ બધી જ વાતોનું સ્વાગત કરું છું અને સ્વીકાર કરવાનો પ્રયાસ પણ કરું છું. અને એટલા માટે આ પ્રકારની જેટલી વાતો જણાવવામાં આવી છે. તેની માટે તો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું. કારણ કે કેમ ના થયું, ક્યારે થશે, કઈ રીતે થશે, તે સારી વાતો છે. દેશની માટે આપણે વિચારીએ છીએ. પરંતુ જૂની વાતો વિના તમારી વાતને સમજવી થોડી મુશ્કેલ છે. હવે આપણે જાણીએ છીએ કે આપણો પહેલાનો કાળખંડ કેવો હતો. ભ્રષ્ટાચારની અવારનવાર ચર્ચા થતી રહેતી હતી, દરેક છાપાના મુખ્ય સમાચાર, સદનમાં પણ ભ્રષ્ટાચાર પર જ લડાઈ થયા કરતી હતી. ત્યારે પણ આવું જ બોલવામાં આવતું હતું. બિનવ્યવસાયિક બેન્કિંગ કોણ ભૂલી શકે તેમ છે. નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નીતિઓ કોણ ભૂલી શકે તેમ છે. અને સંસાધનોની બંદરબાંટ, હે ભગવાન શું કરી નાખ્યું હતું. આ બધી જ સ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે અમે સમસ્યાઓના સમાધાન શોધવાની લાંબા સમયની નિશ્ચિત દિશા પકડીને, નિશ્ચિત લક્ષ્ય પકડી રાખીને તેને પૂરું કરવાનો સતત પ્રયાસ કર્યો છે. અને મને વિશ્વાસ છે કે તેનું જ પરિણામ છે કે આજે અર્થતંત્રમાં ફિસ્કલ બેલેન્સ શીટ બની છે, મોંઘવારી નિયંત્રિત રહી છે. અને મેક્રો ઇકોનોમિક સંતુલન પણ બનેલું રહ્યું છે.

હું તમારો આભારી છું કારણ કે તમે મારા પ્રત્યે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે. આ કામ પણ અમે જ કરીશું. હા, એક કામ નહી કરીએ... એક કામ નહી કરીએ.. અને ના તો થવા દઈશું. તે છે તમારી બેરોજગારી દૂર નહી થવા દઈએ.

જીએસટીનો બહુ મોટો મહત્વપૂર્ણ નિર્ણય થયો, કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાની વાત હોય, આઈબીસી લાવવાની વાત હોય, બેંકોમાં રીકેપિટલાઈઝેશન કરવાની વાત હોય, જે પણ સમય-સમય પર જરૂરિયાતો રહી છે. અને જે પણ દીર્ઘકાલીન મજબુતી માટે જરૂરી છે એ બધા જ પગલાઓ અમારી સરકાર ઉઠાવી રહી છે, ઉઠાવશે અને તેના લાભ પણ આવવાના શરુ થયા છે. અને સુધારાઓ જેની ચર્ચા હંમેશા થઇ છે. તમારે ત્યાં પણ જે પંડિત લોકો હતા તેઓ પણ આ જ કહેતા રહેતા હતા. પરંતુ કરી નહોતા શકતા. અર્થશાસ્ત્રમાં પણ જે વાતોની વાતો કરતા હતા, આજે એક પછી એક તેને લાગુ કરવાનું કામ અમારી સરકાર કરી રહી છે. રોકાણકારોનો ભરોસો વધે, તમારી અર્થવ્યવસ્થાને મજબૂતી મળે તેને લઈને પણ અમે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

2019 જાન્યુઆરીથી 2020 પછી 6 વખત જીએસટી રેવન્યુ એક લાખ કરોડથી વધુ રહ્યું છે. જો હું એસબીઆઇની વાત કરું તો 2018 એપ્રિલથી સપ્ટેમ્બર એસબીઆઇ 82 મિલિયન ડોલર હતી. આજે તે જ એસબીઆઈમાં તે એફબીઆઈ 26 મિલિયન ડોલરને પાર કરી ગઈ છે. આ એ વાતની શિક્ષા છે કે વિદેશી રોકાણકારોમાં ભારતની પ્રત્યે ઘણો વિશ્વાસ છે. ભારતની અર્થવ્યવસ્થા ઉપર ઘણો વિશ્વાસ છે. અને ભારતમાં આર્થિક ક્ષેત્રમાં અપાર અવસર છે. તેવી માન્યતા બંધાઈ છે. ત્યારે જઈને લોકો આવે છે અને ખોટી અફવાઓ ફેલાવવા છતાં પણ લોકો બહાર નીકળીને આવી રહ્યા છે. તે પણ એક બહુ મોટી વાત છે.

અમારું વિઝન વધુ રોકાણ, વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મૂલ્ય ઉમેરણમાં વધારો અને વધુમાં વધુ રોજગાર નિર્માણ પર છે.

જુઓ હું ખેડૂતો પાસેથી ઘણું બધું શીખું છું. ખેડૂત જે હોય છે ને તે ખૂબ ગરમીમાં ખેતર ખેડીને પગ મુકે છે. તે વખતે તે બીજ વાવતો નથી. યોગ્ય સમય આવે એટલે બીજ વાવે છે અને અત્યારે છેલ્લી 10 મિનીટથી જે ચાલી રહ્યું છે ને તે મારું ખેતર ખેડવાનું કામ ચાલી રહ્યું છે. હવે બરાબર તમારા મગજમાં જગ્યા થઇ ગઈ છે. હવે હું એક-એક કરીને બીજ નાખીશ.

આદરણીય અધ્યક્ષજી, મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આ યોજનાઓએ દેશમાં સ્વરોજગારને બહુ મોટી તાકાત આપી છે. એટલું જ નહી, આ દેશમાં કરોડો-કરોડો લોકો જે પહેલી વાર મુદ્રા યોજનાથી લઈને પોતે તો રોજી-રોટી કમાવા લાગ્યા પરંતુ કોઈ એકને, બેને, ત્રણને પણ રોજગાર આપવામાં સફળ થયા છે. એટલું જ નહી પહેલી વાર બેંકો પાસેથી જે ધન મળ્યું છે મુદ્રા યોજના અંતર્ગત તેમાંથી 70 ટકા આપણી માતાઓ-બહેનો છે. જેઓ ઇકોનોમિ એક્ટીવ ક્ષેત્રમાં નહોતી. તેઓ આજે ક્યાંક ને ક્યાંક અર્થતંત્ર વધારવામાં યોગદાન આપી રહી છે. 28 હજારથી વધુ સ્ટાર્ટ અપ શોધી કાઢવામાં આવ્યા છે. અને આજે તે ખુશીની વાત છે કે ટીયર 2, ટીયર ૩ શહેરોમાં એટલે કે આપણા દેશના યુવાનો નવા સંસાધનોની સાથે આગળ વધી રહ્યા છે. મુદ્રા યોજના અંતર્ગત 22 કરોડથી વધુ ધિરાણની મંજૂરી આપવામાં આવી છે અને કરોડો યુવાનોએ રોજગાર મેળવ્યો છે.

વર્લ્ડ બેંકના data on entrepreneurs તેમાં ભારતનું વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન છે. સપ્ટેમ્બર 2017થી નવેમ્બર 2019ની વચ્ચે ઇપીએફઓ પેરોલ ડેટામાં એક કરોડ 49 લાખ નવા સબસ્ક્રાઇબર લાવ્યા. તે રોજગાર વિના પૈસા ભેગા નથી કરતા તે... મેં એક કોંગ્રેસના નેતાનું ગઈકાલે ઘોષણાપત્ર સાંભળ્યું, તેમણે જાહેરાત કરી છે કે 6 મહિનાની અંદર મોદીને ડંડા મારીશું. અને આ... આ વાત સાચી છે કે કામ બહુ અઘરું છે. તો તૈયારીની માટે 6 મહિના તો લાગે જ છે. તો 6 મહિનાનું તો સારું છે પરંતુ મેં 6 મહિના માટે નક્કી કર્યું છે કે રોજ સવારે સૂર્ય નમસ્કારની સંખ્યા વધારીશ જેથી અત્યાર સુધી લગભગ 20 વર્ષથી જે રીતે ગંદી ગાળો સાંભળી રહ્યો છું અને મારી જાતને ગાળોથી પ્રૂફ બનાવી દીધી છે. 6 મહિના એ રીતે સૂર્ય નમસ્કાર કરીશ એ રીતે સૂર્ય નમસ્કાર કરીશ કે મારી પીઠને પણ બધા ડંડા સહન કરવાની તાકાત વાળી બનાવી દે. તો હું આભારી છું કે પહેલાથી જાહેરાત કરી દેવામાં આવી છે કે મને આ 6 મહિના કસરત વધારવાનો સમય મળશે.

આદરણીય અધ્યક્ષજી, ઇન્ડસ્ટ્રી 4.૦ અને ડીજીટલ ઈકોનોમી તે કરોડો નવી નોકરીઓ માટે અવસર લઈને આવે છે. કૌશલ્ય વિકાસ, નવી યોજનાઓ બોર્ડ દ્વારા શેર કરવી, કામદાર સુધારાઓ સંસદની અંદર પહેલાથી જ એક પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો છે. અન્ય પણ કેટલાક પ્રસ્તાવો છે. મને વિશ્વાસ છે કે આ સદન તેને પણ બળ આપશે જેથી કરીને દેશમાં રોજગારના અવસરોમાં કોઈ અડચણ ન આવે. આપણે ગઈ સદીની વિચારધારા સાથે આગળ વધી ના શકીએ. આપણે બદલાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં નવી વિચારધારા સાથે આ બધા જ પરિવર્તનોની માટે આગળ આવવું પડશે. અને સદનના તમામ આદરણીય સભ્યોને પ્રાર્થના કરું છું કે કામદાર સુધારાનું કામ તેને જેટલું જલ્દી આગળ વધારશો, તેટલું જ રોજગારીના નવા અવસરો માટે સુવિધા મળશે. અને હું તે વિશ્વાસ સાથે કહું છું કે 5 ટ્રીલીયન ડોલર ઇન્ડીયન ઈકોનોમી, વેપાર કરવાની સરળતા....

આદરણીય અધ્યક્ષજી, એ વાત સાચી છે કે અમે આવનારા દિવસોમાં 16 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મિશન લઈને આગળ ચાલી રહ્યા છીએ પરંતુ પાછલા કાર્યકાળમાં પણ તમે જોયું હશે કે દેશના અર્થતંત્રને તાકાત આપવા માટે મજબૂતી આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઘણું વધુ મહત્વ રહ્યું છે. અને જેટલો વધુ ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રક્રિયાઓને આપીએ છીએ તેટલો જ તે અર્થતંત્રને પણ આપે છે, રોજગારને પણ આપે છે. નવા નવા ઉદ્યોગોને પણ અવસર મળે છે. અને એટલા માટે અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંપૂર્ણ કામમાં એક નવી ગતિ લાવ્યા નહિતર પહેલા તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે સિમેન્ટ ક્ષેત્ર જંગલોની વાત. પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે ટેન્ડરની પ્રક્રિયાઓ. નહિતર પહેલા તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે વચેટીયાઓ. આ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવતી હતી તો લોકોને એવું જ લાગતું હતું કે કંઇક વાસ આવતી હતી.

આજે અમે પારદર્શકતાની સાથે 21મી સદીમાં આધુનિક ભારત બનાવવા માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે છે તેની ઉપર ભાર મૂક્યો છે. અને અમારી માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર એક સિમેન્ટ કાઉન્ટ્રીનો ખેલ નથી આ. હું માનું છું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક ભવિષ્યને લઈને આવે છે. કારગીલથી લઈને કન્યાકુમારી અને કચ્છથી લઈને કોહિમા – આને જો જોડવાનું કામ કરવાની તાકાત હોત તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોત. મહત્વકાંક્ષાઓ અને સિદ્ધિઓને જોડવાનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે.

લોકો અને તેમના સપનાઓને પાંખ આપવાની તાકાત જો ક્યાંય છે તો તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય છે. લોકોની રચનાત્મકતાને ગ્રાહકો સાથે જોડાવાનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જ શક્ય બની શકે છે. એક બાળકને શાળા સાથે જોડાવાનું કામ ભલે ગમે તેટલું નાનું જ કેમ ના હોય પણ તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક ખેડૂતને બજાર સાથે જોડાવાનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક વેપારીને તેના ગ્રાહક સાથે જોડાવાનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. લોકોને લોકો સાથે જોડાવાનું કામ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક ગરીબ ગર્ભવતી માંને પણ દવાખાના સાથે જોડાવાનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે અને એટલા માટે સિંચાઈથી લઈને ઉદ્યોગો સુધી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, રોડથી લઈને બંદરગાહ સુધી અને હવાઈ માર્ગથી લઇને જળ માર્ગ સુધી અમે અનેક આવી પહેલો હાથ ધરી છે. છેલ્લા 5 વર્ષોમાં દેશે જોયું છે અને લોકોએ જ્યારે જોયું છે ત્યારે જ તો અહીંયાં બેસાડ્યા છે જી, આ જ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે અહીંયાં સુધી પહોંચાડે છે.

આદરણીય અધ્યક્ષજી, હું એક ઉદાહરણ આપવા માંગું છું... કે આપણે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કઈ રીતે કામ થાય છે. આપણે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કઈ રીતે કામ થતું હતું, તે માત્ર આપણા દિલ્હીનો જ વિચાર લઇ લઈએ તો આ દિલ્હીમાં ટ્રાફિક, પર્યાવરણ અને હજારો ટ્રક દિલ્હીની વચ્ચેથી પસાર થઇ રહ્યા છે. 2009માં યુપીએ સરકારનો સંકલ્પ હતો કે 2009 સુધી આ દિલ્હીની આસપાસના જે એક્સપ્રેસ વે છે તેમને 2009 સુધીમાં પૂરા કરવાનો યુપીએ સરકારનો સંકલ્પ હતો. 2014માં અમે આવ્યા. ત્યાં સુધી કાગળ ઉપર જ તે રેખાઓ બનીને તે પડી રહ્યો હતો. અને 2014 પછી મિશન મોડમાં અમે કામ હાથમાં લીધું અને આજે પૈરીફેરલ એક્સપ્રેસ વેનું કામ થઇ ગયું. 40 હજારથી વધુ રસ્તાઓ અહીંયાં દિલ્હીમાં નથી આવતા, સીધા બહારથી નીકળી જાય છે અને દિલ્હીને પ્રદુષણથી બચાવવા માટેનું એક મહત્વનું પગલું આ પણ છે. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ શું હોય છે. 2009 સુધી પૂરું કરવાનું સપનું 2014 સુધી કાગળની રેખા બનીને પડ્યું રહ્યું અને આ અંતર છે. તેને સમજવા માટે થોડો સમય લાગી જશે.

આદરણીય અધ્યક્ષજી, કેટલાક અન્ય વિષયોને હું જરા સ્પષ્ટ કરવા માંગું છું. શશી થરુરજી, જરા માફ કરજો પરંતુ તેમ છતાં કારણ કે કેટલાક લોકોએ જરા વારે-વારે અહીંયાં બંધારણનો ઉલ્લેખ કરવાની વાત કરી છે અને હું પણ માનું છું કે બંધારણ બચાવવાની વાત કોંગ્રેસે દિવસમાં 100 વખત બોલવી જોઈએ. કોંગ્રેસની માટે આ મંત્ર હોવો જોઈએ. 100 વખત બંધારણ બચાવો, બંધારણ બચાવો એ જરૂરી છે... કારણ કે બંધારણની સાથે ક્યારે શું થયું, જો બંધારણનું મહત્વ સમજતા હોત તો બંધારણની સાથે આમ ના થયું હોત. અને એટલા માટે જેટલી વાર તમે બંધારણ બોલશો તો બની શકે છે કે કેટલીક વાતો તમને તમારી ભૂલોની અનુભૂતિ કરાવી દે. તમને તે ઈરાદાઓનો અહેસાસ કરાવી દેશે અને તમને હકીકતમાં બંધારણ આ દેશમાં અત્યંત મૂલ્યવાન છે તેની તાકાતનો અનુભવ કરાવશે.

આદરણીય અધ્યક્ષજી, આ જ અવસર છે ઈમરજન્સીમાં બંધારણ બચાવવાનું કામ તમને યાદ નહોતું આવ્યું. આપાતકાલ આ જ લોકો છે જેઓ બંધારણ બચાવવા માટે તેમને વારંવાર બોલવાની જરૂર છે કારણ કે ન્યાયાલય અને ન્યાયસમીક્ષાનો અધિકાર પસંદ કરવાનું જે કામ આ લોકોએ કર્યું છે તેમણે તો બંધારણ વારે-વારે બોલવું જ પડશે.

જે લોકોએ લોકો પાસેથી જીવવાનો કાયદો છીનવી લેવાની વાત કરી હતી તે લોકોએ બંધારણ વારે વારે બોલવું પણ પડશે, વાંચવું પણ પડશે. જે લોકો સૌથી વધુ વખત બંધારણની અંદર પરિવર્તન કરવાનો પ્રસ્તાવ લાવ્યા છે તે લોકોને બંધારણ બચાવવાની વાત બોલ્યા સિવાય કોઈ રસ્તો નથી. ડઝનબંધ વખત રાજ્ય સરકારોને બરખાસ્ત કરી દિધી છે. લોકોએ પસંદ કરેલી સરકારોને બરખાસ્ત કરી નાખી છે. તેમની માટે બંધારણ બચાવવું એ બોલી-બોલીને તે સંસ્કારોને જીવવાની જરૂર છે.

કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. લોકશાહી અને બંધારણ સાથે બનેલી કેબીનેટ તેણે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. તે પ્રસ્તાવને પ્રેસ કોન્ફરન્સમાં ફાડી નાખવો, આવા લોકોને બંધારણ બચાવવાની શિક્ષા લેવી ખૂબ જરૂરી છે. અને એટલા માટે તે લોકોએ વારે-વારે બંધારણ બચાવોનો મંત્ર બોલવો પણ ખૂબ જરૂરી છે.

પીએમ અને પીએમઓની ઉપર રાષ્ટ્રીય સલાહકાર સમિતિ... રીમોટ કંટ્રોલ વડે સરકાર ચલાવવાની રીત અપનાવવાવાળા લોકોએ બંધારણનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે.

આદરણીય અધ્યક્ષજી, બંધારણની વકીલાતના નામ પર દિલ્હી અને દેશમાં શું-શું થઇ રહ્યું છે. તે દેશ ખૂબ સારી રીતે જોઈ રહ્યો છે. સમજી પણ રહ્યો છે અને દેશની ચુપકીદી પણ ક્યારેક ને ક્યારેક તો રંગ લાવશે જ.

સર્વોચ્ચ અદાલત એ બંધારણ પ્રત્યે સીધે-સીધું એક મહત્વપૂર્ણ અંગ છે. દેશની સર્વોચ્ચ અદાલત વારંવાર કહી રહી છે કે આંદોલનો એવા ન હોય જે સામાન્ય માનવીને તકલીફ આપે, આંદોલનો એવા ન હોય જે હિંસાના રસ્તા પર ચાલી નીકળે.

બંધારણ બચાવવાની વાતવાળો સમય... પરંતુ આ જ વામપંથી લોકો, આ જ કોંગ્રેસના લોકો, આ જ વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો ત્યાં આગળ જઈ-જઈને ઉત્તેજિત કરી રહ્યા છે. ભડકાઉ વાતો કરી રહ્યા છે.

આદરણીય અધ્યક્ષજી, એક શાયરે કહ્યું હતું- ખૂબ પર્દા હૈ, કી ચિલમન સે લગે બૈઠે હૈ. ખૂબ પર્દા હૈ કે ચિલમન સે લગે બૈઠે હૈ, સાફ છુપતે ભી નહી, સામને આતે ભી નહિ! જનતા બધું જાણે છે, બધું સમજે છે.

આદરણીય અધ્યક્ષજી, છેલ્લા કેટલાક દિવસોમાં જે ભાષાઓ બોલવામાં આવી, જે રીતના વક્તવ્યો આપવામાં આવ્યા છે તે તેનો ઉલ્લેખ આજે સદનના મોટા-મોટા નેતાઓ પણ ત્યાં પહોંચી જાય છે તેનો બહુ મોટો અફસોસ છે. પશ્ચિમ બંગાળના પીડિત લોકો અહીંયાં બેઠેલા છે, જો તેઓ ત્યાં શું ચાલી રહ્યું છે તેની વરવી સચ્ચાઈ બહાર ખુલ્લી પાડી દેશે ને તો દાદા તમને તકલીફ થશે. નિર્દોષ લોકોને કઈ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે, તેઓ ખૂબ સારી રીતે જાણે છે.

આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસના સમયમાં બંધારણની શું સ્થિતિ હતી, લોકોના અધિકારની શું સ્થિતિ હતી; તે હું જરા તેમને પૂછવા માંગું છું. જો બંધારણ એટલું જ મહત્વપૂર્ણ છે જે અમે માનીએ છીએ; જો તમે માનતા હોત તો જમ્મુ કાશ્મીરમાં હિન્દુસ્તાનનું બંધારણ લાગુ કરવામાં તમને કોણે રોક્યા હતા? આ જ બંધારણ દ્વારા આપેલા અધિકારો વડે જમ્મુ કાશ્મીરના મારા ભાઈઓ-બહેનોને વંચિત રાખવાનું પાપ કોણે કર્યું હતું? અને શશીજી તમે તો જમ્મુ કાશ્મીરના જમાઈ રહ્યા છો, અરે તે દીકરીઓની ચિંતા કરતા, તમે બંધારણની વાત કરો છો અને એટલા માટે આદરણીય અધ્યક્ષજી, એક આદરણીય સાંસદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે પોતાની ઓળખ ખોઈ દીધી છે, કોઈએ કહ્યું, કોઈની નજરમાં તો જમ્મુ કાશ્મીરમાં હવે કોઈ દમ જ નથી રહ્યો.

આદરણીય અધ્યક્ષજી, કાશ્મીરમાં જે લોકોને માત્ર જમીન દેખાય છે ને તેમને આ દેશનો થોડો અંદાજ છે અને તે તેમની બૌદ્ધિક દરિદ્રતાનો પરિચય કરાવે છે. કાશ્મીર એ ભારતનો મુકુટ મણી છે.

આદરણીય અધ્યક્ષજી, કાશ્મીરની ઓળખ બોમ્બ, બંદૂક અને અલગાવવાદી બનાવી દેવામાં આવી હતી. 19 જાન્યુઆરી, 1990, જે લોકો ઓળખની વાત કરી રહ્યા છે; 19 જાન્યુઆરી, 1990, તે કાળી રાત, તે જ દિવસે કેટલાક લોકોએ કાશ્મીરની ઓળખને દબાવી દીધી હતી. કાશ્મીરની ઓળખ સૂફી પરંપરા છે, કાશ્મીરની ઓળખ સર્વપંથ સમભાવની છે. કાશ્મીરના પ્રતિનિધિમાં લાલદેડ, નંદઋષિ, સૈયદ બુલબુલ શાહ, મીર સૈયદ અલી હમદાની, આ કાશ્મીરની ઓળખ છે.

આદરણીય અધ્યક્ષજી, કેટલાક લોકો કહે છે કલમ 370 દૂર કર્યા બાદ આગ લાગી જશે, કેવા ભવિષ્યવેત્તાઓ છે આ. આગ લાગી જશે, 370 દૂર કર્યા બાદ. અને આજે જે લોકો બોલે છે, હું તેમને કહેવા માંગું છું, કેટલાક લોકો કહે છે કેટલાક નેતાઓ જેલમાં છે. જરા હું આ સદન... આ બંધારણની રક્ષા કરનારું સદન છે, આ બંધારણને સમર્પિત સદન છે, આ બંધારણનું ગૌરવ કરનારું સદન છે, આ બંધારણની પ્રત્યે જવાબદારી નિભાવનાર સભ્યોથી ભરેલું સદન છે... હું તમામ આદરણીય સભ્યોની આત્માને આજે સ્પર્શવાનો પ્રયાસ કરવા માંગું છું, જો છે તો!

આદરણીય અધ્યક્ષજી, મહેબૂબા મુફ્તીજીએ 5 ઓગસ્ટના રોજ શું કહ્યું હતું- મહેબૂબા મુફ્તીજીએ કહ્યું હતું, અને બંધારણને સમર્પિત લોકો જરા ધ્યાનથી સાંભળજો, મહેબૂબા મુફ્તીજીએ કહ્યું હતું, ભારતે... આ શબ્દો ખૂબ ગંભીર છે, તેમણે કહ્યું હતું કે ભારતે કાશ્મીર સાથે દગો કર્યો છે. અમે જે દેશની સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, તેણે અમારી સાથે દગો કર્યો છે. એવું લાગે છે કે અમે 1947માં ખોટી પસંદગી કરી લીધી હતી. શું આ બંધારણને માનનારા લોકો આ પ્રકારની ભાષાને સ્વીકાર કરી શકે છે ખરા? તેમની વકીલાત કરો છો? તેમને ટેકો આપો છો? એ જ રીતે શ્રીમાન ઉમર અબ્દુલ્લાજીએ કહ્યું હતું, તેમણે કહ્યું હતું- કલમ 370ને દૂર કરવાની વાત એવો ભૂકંપ લાવશે કે કાશ્મીર ભારતથી અલગ થઇ જશે.

આદરણીય અધ્યક્ષજી, ફારુખ અબ્દુલ્લાજીએ કહ્યું હતું- 370 દૂર થવાથી કાશ્મીરના લોકોને આઝાદીનો માર્ગ મોકળો થશે. જો 370 દૂર કરવામાં આવશે તો ભારતનો ઝંડો ફરકાવનાર કાશ્મીરમાં કોઈ નહી બચે. શું આ પ્રકારની ભાષા વડે, આ ભાવના વડે શું હિન્દુસ્તાનના બંધારણને સમર્પિત કોઇપણ વ્યક્તિ આને સ્વીકાર કરી શકે છે ખરો, શું તેની સાથે સહમત થઇ શકે છે ખરો? હું આ વાત એ લોકો માટે કહી રહ્યો છું જેમની પાસે આત્મા છે.

આદરણીય અધ્યક્ષજી, આ એવા લોકો છે જેમને કાશ્મીર, જેમને કાશ્મીરની જનતા પર ભરોસો નથી અને એટલા માટે જ આવી ભાષા બોલે છે. અમે એવા લોકો છીએ જેમને કાશ્મીરની જનતા પર ભરોસો છે. અમે ભરોસો કર્યો, અમે કાશ્મીરની જનતા પર ભરોસો કર્યો અને કલમ 370ને દૂર કરી. અને આજે ઝડપી ગતિએ વિકાસ પણ કરી રહ્યા છીએ. ભારતના કોઇપણ ક્ષેત્રની હાલત બગડવાની મંજૂરી આપી શકાય તેમ નથી પછી તે કાશ્મીર હોય, કે પછી પૂર્વોત્તર હોય, કે પછી તે કેરળ હોય, કોઇપણ પરવાનગી આપી શકાય તેમ નથી. અમારા મંત્રીઓ પણ છેલ્લા કેટલાક દિવસો સતત જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે, જનતાની સાથે સંવાદ કરી રહ્યા છે. જનતાની સાથે સંવાદ કરીને ત્યાંની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

આદરણીય અધ્યક્ષજી, હું આજે આ સદનમાં જમ્મુ કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે, જમ્મુ કાશ્મીરના લોકોની આશા-અપેક્ષાઓને પૂરી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે બંધારણને સમર્પિત લોકો બધા જ કટિબદ્ધ છીએ. પરંતુ સાથે-સાથે હું લદ્દાખના વિષયમાં પણ કહેવા માંગું છું.

આદરણીય અધ્યક્ષજી, આપણા દેશમાં સિક્કિમ એક એવો પ્રદેશ છે જેણે પોતાની જાતને એક ઓર્ગેનિક રાજ્યના રૂપમાં તેણે પોતાની ઓળખ બનાવી છે. અને એક રીતે દેશના અનેક રાજ્યોને સિક્કિમ જેવા નાના રાજ્યએ પ્રેરણા આપી છે. સિક્કિમના ખેડૂતો, સિક્કિમના નાગરિકો તેની માટે અભિનંદનના અધિકારી છે. લદ્દાખ- હું માનું છું કે લદ્દાખના વિષયમાં મારા મનમાં ચિત્ર ખૂબ સ્પષ્ટ છે. અને એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે લદ્દાખ જે રીતે આપણી પડોશમાં ભૂતાનની ભરપુર પ્રશંસા થાય છે, પર્યાવરણને લઈને, કાર્બન ન્યુટ્રલ કન્ટ્રીના રૂપમાં દુનિયામાં તેની ઓળખ બનેલી છે. આપણે દેશવાસી સંકલ્પ કરીએ છીએ અને આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે લદ્દાખને પણ એક કાર્બન ન્યુટ્રલ માપદંડના રૂપમાં વિકસિત કરીશું. દેશની માટે એક નવી ઓળખ બનાવીશું. અને તેનો લાભ આવનારી પેઢીઓને એક મોડલના રૂપમાં મળશે, તેવો મને પૂરો વિશ્વાસ છે. અને હું જ્યારે લદ્દાખ જઈશ, તેમને તેમની સાથે રહીને હું તેની એક ડીઝાઇન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છું.

આદરણીય અધ્યક્ષજી, અહીંયાં આગળ જે એક કાયદો સદનમાં પસાર કરવામાં આવ્યો, જે સંશોધન બંને સદનમાં પસાર થયું, જે નોટિફાય થઇ ગયું, તેના સંબંધમાં કંઇક ને કંઇક પ્રયાસો થઇ રહ્યા છે, સીએએ લાવવાના. કેટલાક લોકો કહી રહ્યા છે કે સીએએ લાવવાની આટલી ઉતાવળ શા માટે હતી? કેટલાક આદરણીય સભ્યોએ એવું કહ્યું કે આ સરકાર ભેદભાવ કરી રહી છે, આ સરકાર હિંદુ અને મુસ્લિમ કરી રહી છે. કેટલાકે કહ્યું છે કે અમે દેશના ટુકડા કરવા માંગીએ છીએ, ઘણું બધું કહેવામાં આવ્યું અને અહીની બહાર પણ ઘણુબધું બોલવામાં આવે છે. કાલ્પનિક ભય ઉત્પન્ન કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દેવામાં આવી છે. અને તે લોકો બોલી રહ્યા છે જે લોકો દેશના ટુકડા કરનારા લોકોની બાજુમાં જઈને ફોટા પડાવી રહ્યા છે. દાયકાઓથી પાકિસ્તાન આ જ ભાષા બોલતું આવ્યું છે, પાકિસ્તાન આ જ વાતો કરી રહ્યું છે.

ભારતના મુસલમાનોને ભડકાવવા માટે પાકિસ્તાને કોઈ કસર છોડી નથી. ભારતના મુસલમાનોને ગુમરાહ કરવા માટે પાકિસ્તાને દરેક ખેલ કર્યા છે અને રંગ દેખાડ્યા છે. અને હવે તેમની વાત ચાલતી નથી, પાકિસ્તાનની વાત વધી નથી રહી. ત્યારે, જ્યારે મને નવાઈ લાગે છે કે જેમને હિન્દુસ્તાનની જનતાએ સત્તાના સિંહાસન પરથી ઘરે મોકલી દીધા છે, તે લોકો આજે આ કામ કરી રહ્યા છે જે ક્યારેય આ દેશ વિચારી પણ શકે તેમ નથી. અમને યાદ અપાવવામાં આવી રહ્યું છે કે ..... ઇન્ડિયાનો નારો આપનારા, જય હિન્દનો નારો આપનારા આપણા મુસલમાનો જ હતા. સમસ્યા એ જ છે કે કોંગ્રેસ અને તેની નજરમાં આ લોકો હંમેશાથી માત્ર અને માત્ર મુસ્લિમ  જ હતા. અમારી માટે, અમારી નજરમાં તેઓ ભારતીય છે, હિન્દુસ્તાની છે. ખાન અબ્દુલ ગફર ખાન હોય..

આદરણીય અધ્યક્ષજી, મારું સૌભાગ્ય રહ્યું છે કે કિશોર અવસ્થામાં ખાન અબ્દુલ ગફર ખાનજીના ચરણ સ્પર્શ કરવાનો મને અવસર મળ્યો હતો. હું તેને મારું ગૌરવ સમજુ છું.

આદરણીય અધ્યક્ષજી, ખાન અબ્દુલ ગફર ખાન હોય, અશફાક ઉલ્લાં ખાન હોય, બેગમ હજરત મહલ હોય, વીર શહીદ અબ્દુલ કરીમ હોય કે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન એપીજે અબ્દુલ કલામ હોય, બધા જ અમારી નજરમાં ભારતીય છે.

આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસ અને તેના જેવા દળોએ જે દિવસે ભારતને ભારતની નજરથી જોવાનું શરુ કરી દીધું, ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે, થશે, થશે જ. સાહેબ, હું કોંગ્રેસનો અને તેમના ઇકો સિસ્ટમનો પણ ખૂબ આભારી છું કે તેમણે નાગરિકતા સુધારા કાયદાને લઈને હો હા મચાવીને રાખી છે. જો આ લોકો વિરોધ ના કરત, આ લોકો આટલો હોબાળો ના કરત તો કદાચ તેમનું અસલી રૂપ દેશને ખબર ના પડત. આ દેશે જોઈ લીધું છે કે દળની માટે કોણ છે અને દેશની માટે કોણ છે. અને હું ઇચ્છુ છું, ‘જ્યારે ચર્ચા નીકળી પડી છે તો વાત દૂર સુધી જતી રહેશે.’

આદરણીય અધ્યક્ષજી, પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા કોઈને પણ થઇ શકે છે અને તેમાં કઈ ખોટું પણ નથી. પરંતુ કોઈને પ્રધાનમંત્રી બનવું હતું એટલા માટે હિન્દુસ્તાનની ઉપર એક રેખા ખેંચી દેવામાં આવી અને દેશનું વિભાજન કરી દેવામાં આવ્યું. વિભાજન પછી જે રીતે પાકિસ્તાનમાં હિંદુઓ, શીખો અને અન્ય લઘુમતી સમુદાયો પર અત્યાચાર થયા, જુલમ થયા, બળ જબરી થઇ તેની કલ્પના સુદ્ધા થઇ શકે તેમ નથી. હું કોંગ્રેસના સાથીઓને જરા પૂછવા માંગું છું, શું તમે ક્યારેય ભુપેન્દ્ર કુમાર દત્તનું નામ સાંભળ્યું છે? કોંગ્રેસની માટે જાણવું બહુ જરૂરી છે અને જે લોકો અહીંયાં નથી તેમણે પણ જાણવું ખૂબ જરૂરી છે.

ભૂપેન્દ્ર કુમાર દત્ત એક સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં હતા, તેના સદસ્ય હતા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 23 વર્ષ તેમણે જેલમાં વિતાવ્યા હતા. તેઓ એક એવા મહાપુરુષ હતા જેમણે ન્યાયની માટે 78 દિવસ જેલની અંદર ભૂખ હડતાલ કરી હતી અને આ પણ તેમના નામે એક રેકોર્ડ છે. વિભાજન બાદ ભૂપેન્દ્ર કુમાર દત્ત પાકિસ્તાનમાં જ રોકાઈ ગયા હતા. ત્યાંની બંધારણ સભાના તેઓ સદસ્ય પણ હતા. જ્યારે બંધારણનું કામ ચાલી જ રહ્યું હતું, હજુ તો બંધારણનું કામ ચાલી જ રહ્યું હતું, શરૂઆત જ થઇ હતી અને તે વખતે ભૂપેન્દ્ર કુમાર દત્તે તે બંધારણ સભામાં જે કહ્યું હતું, તેને આજે હું ફરી યાદ કરવા માંગું છું. કારણ કે જે લોકો અમારી ઉપર આરોપ મૂકી રહ્યા છે તેમની માટે આ સમજવું ખૂબ જરૂરી છે.

ભૂપેન્દ્ર કુમાર દત્તે કહ્યું હતું- જ્યાં સુધી પાકિસ્તાન પક્ષ તરફથી વાત છે તો લઘુમતી સમુદાયને એક રીતે નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આપણામાંના જેઓ અહીંયાં જીવી રહ્યા છે તેઓ પૂર્વ બંગાળમાં રહેતા કેટલાક નાના જૂથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે હતાશા અને નિરાશાની સ્થિતિમાં જીવી રહ્યા છે. આ ભૂપેન્દ્ર કુમાર દત્તે વિભાજનના થોડાક જ સમય પછી ત્યાંની બંધારણ સભામાં આ શબ્દો વ્યક્ત કર્યા હતા. આ હાલત હતી, સ્વતંત્રતાના શરૂઆતના દિવસો પછી તરત જ લઘુમતિઓની, ત્યાંના લઘુમતિઓની. તે પછી પાકિસ્તાનમાં સ્થિતિ એટલી બધી ખરાબ થઇ ગઈ કે ભૂપેન્દ્ર દત્તને ભારત આવીને શરણ લેવી પડી અને પછીથી તેમનું નિધન પણ આ માં ભારતીના ખોળામાં થઇ ગયું.

આદરણીય અધ્યક્ષજી, તે વખતના પાકિસ્તાનમાં એક બીજા મોટા સ્વતંત્રતા સેનાની રોકાઈ ગયા હતા, જોગીન્દ્રનાથ મંડલ. તેઓ સમાજના ખૂબ જ પીડિત, શોષિત, કચડાયેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમને પાકિસ્તાનના સૌપ્રથમ કાયદા મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 9 ઓક્ટોબર, 1950- હજુ આઝાદી અને વિભાજનના બે ત્રણ વર્ષ જ થયા હતા. 9 ઓક્ટોબર, 1950ના રોજ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાંના એક ફકરા, રાજીનામાંમાં જે લખ્યું હતું તેને હું ટાંકવા માંગું છું. તેમણે લખ્યું હતું- મારે કહેવું પડશે કે પાકિસ્તાનમાંથી બહારના હિંદુઓ માટેની નીતિ પશ્ચિમ પાકિસ્તાનમાં સંપૂર્ણ રીતે પૂરી થઇ ગઈ છે અને પૂર્વ પાકિસ્તાનમાં પૂરી થવાની તૈયારીમાં છે.

તેમણે આગળ કહ્યું હતું કે- પાકિસ્તાને મુસ્લિમ લીગને સંપૂર્ણ સંતોષ અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી નથી આપી. તેઓ હવે હિંદુ બૌદ્ધિકોનું નેતૃત્વ લેવા માંગે છે જેથી કરીને તેમના દ્વારા કોઇપણ રીતે પાકિસ્તાનની નીતિઓ આર્થિક રહે અને પાકિસ્તાનનું સામાજિક જીવન જળવાઈ રહે. આ મંડલજીએ પોતાના રાજીનામાંની અંદર લખ્યું હતું. તેમને પણ છેવટે ભારતમાં જ આવવું પડ્યું અને તેમનું મૃત્યુ પણ માં ભારતના ખોળામાં જ થયું. આટલા દાયકાઓ પછી પણ પાકિસ્તાનની વિચારધારા બદલાઈ નથી. ત્યાં આગળ આજે પણ લઘુમતી સમુદાયો પર અત્યાચાર થઇ રહ્યા છે. હમણાં તાજેતરમાં જ નનકાના સાહેબની સાથે શું થયું- તે આખી દુનિયા અને દેશે જોયું છે. અને આ એવું નથી કે માત્ર હિંદુ અને શીખ લોકોની સાથે થઇ રહ્યું છે, અન્ય પણ લઘુમતિઓની સાથે આવો જ જુલમ ત્યાં થાય છે. ઈસાઈઓને પણ આવી જ પીડા ત્યાં ભોગવવી પડે છે.

સદનની ચર્ચા દરમિયાન ગાંધીના કથનને લઈને પણ વાત કહેવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે સીએએ પર સરકાર જે કરી રહી છે તે ગાંધીજીની ભાવના નહોતી.

જોકે, કોંગ્રેસ જેવા પક્ષોએ તો ગાંધીજીની વાતોને દાયકાઓ પહેલા જ છોડી દીધી હતી. તમે તો ગાંધીજીને છોડી દીધા છે અને એટલા માટે હું અને ના તો દેશ તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખે છે પરંતુ જેના આધાર પર કોંગ્રેસની રોજી-રોટી ચાલી રહી છે, હું આજે તેમની વાત કરવા માંગું છું.

1950માં નહેરુ – લિયાકત સમજૂતી થઇ હતી. ભારત અને પાકિસ્તાનમાં રહેનારા લઘુમતિઓની સુરક્ષાને લઇને આ સમજૂતી થઇ હતી. સમજૂતીનો આધાર પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયોની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર નહી થાય તે હતો. પાકિસ્તાનમાં રહેનારા જે લોકો છે, તેમાં જે ધાર્મિક લઘુમતિ સમુદાયો છે, જેમની વાત આપણે કરી રહ્યા છીએ, તેમના સંબંધમાં નહેરુ અને લિયાકતની વચ્ચે એક સંધી કરાર થયો હતો. હવે કોંગ્રેસે જવાબ આપવો પડશે, નહેરુ જેવા આટલા મોટા બિનસાંપ્રદાયિક, નહેરુ જેવા આટલા મોટા મહાન વિચારક, આટલા મોટા વિઝનરી અને તમારી માટે સર્વસ્વ. તેમણે તે વખતે ત્યાંની લઘુમતિને બદલે ‘બધા જ નાગરિક’ એવો શબ્દ પ્રયોગ કેમ ના કર્યો. જો આટલા જ મહાન હતા, આટલા જ ઉદાર હતા તો કેમ ના કર્યો ભાઈ, કોઈ તો કારણ હશે ને પરંતુ આ સત્યને તમે ક્યાં સુધી જુઠ્ઠું સાબિત કરશો.

ભાઈઓ અને બહેનો, આદરણીય અધ્યક્ષજી અને આદરણીય સભ્યગણ, આ તે સમયની વાત છે, આ હું તે સમયની વાત કરી રહ્યો છું. નહેરુજી સમજૂતીમાં પાકિસ્તાનની લઘુમતી, આ વાત પર કઈ રીતે માની ગયા, જરૂર કંઈ ને કંઈ કારણ રહ્યું હશે. જે અમે કહી રહ્યા છીએ આજે, તે જ વાત તે સમયે નહેરુજીએ કહી હતી.

આદરણીય અધ્યક્ષજી, નહેરુજીએ લઘુમતી શબ્દ કેમ પ્રયોગ કર્યો, એ તમે નહી બોલો કારણ કે તમને તકલીફ છે. પરંતુ નહેરુજી પોતે આનો જવાબ આપીને ગયા છે. મને ખબર છે કે તમે તેમને પણ છોડી દેશો. જ્યાં જરૂર પડે ત્યાં તમે કોઈ ને પણ છોડી શકો છો. નહેરુજીએ નહેરુ લિયાકત સમજૂતી ફાઈલ થયાના એક વર્ષ પહેલા આસામના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન ગોપીનાથજીને એક પત્ર લખ્યો હતો અને ગોપીનાથજીને પત્રમાં જે લખ્યું હતું, તેને હું ટાંકવા માંગું છું.

નહેરુજીએ લખ્યું હતું- તમારે હિંદુ શરણાર્થીઓ અને મુસ્લિમ ઇમિગ્રન્ટસ, તેમની વચ્ચે ભેદ કરવો જ પડશે. અને દેશે આ શરણાર્થીઓની જવાબદારી લેવી જ પડશે. તે સમયના આસામના મુખ્યમંત્રીને તે સમયના ભારતના પ્રધાનમંત્રી પંડિત નહેરુજીએ લખેલ આ પત્ર છે. નહેરુ લિયાકત સમજૂતી પછી કેટલાક જ મહિનાઓની અંદર નહેરુજીનું આ જ સંસદના ફ્લોર પર 5 નવેમ્બર, 1950, નહેરુજી કહ્યું હતું- તેમાં કોઈ શંકા નથી કે જે પ્રભાવિત લોકો ભારતમાં સ્થાયી થવા માટે આવ્યા છે, તેઓ નાગરિકતા મેળવવા માટે હકદાર છે અને જો તેની માટે કાયદાઓ અનુકુળ નથી તો કાયદાઓમાં પરિવર્તન કરવું જોઈએ.

1963માં લોકસભામાં, આ જ સદનમાં અને આ જ જગ્યા પરથી, 1963માં કોલ અટેન્શન મોશન થયું. તે વખતે પ્રધાનમંત્રી નહેરુ તત્કાલીન વિદેશ મંત્રીના રૂપમાં પણ જવાબદારી નિભાવી રહ્યા હતા. મોશનનો જવાબ આપવા માટે વિદેશ રાજ્યમંત્રી શ્રીમાન દિનેશજી જ્યારે બોલી રહ્યા હતા તો છેલ્લે પ્રધાનમંત્રી નહેરુજીએ તેમને વચ્ચેથી જ ટોકતા કહ્યું હતું કે- અને તેમણે જે કહ્યું હતું તેને હું નોંધુ છું- પૂર્વ પાકિસ્તાનમાં ત્યાંની સત્તા હિંદુઓ પર જબરદસ્ત દબાણ કરી રહી છે, આ પંડિતજીનું વક્તવ્ય છે. પાકિસ્તાનની હાલતને ધ્યાનમાં રાખતા, ગાંધીજી નહી, નહેરુજીની ભાવના પણ આ જ રહી હતી. આટલા બધા દસ્તાવેજો છે, પત્રો છે,સ્ટેન્ડિંગ કમિટીના અહેવાલો છે, બધા જ આ પ્રકારના કાયદાની હિમાયત કરી રહ્યા છે.

મેં આ સદનમાં સાબિતીઓના આધાર પર, હવે હું કોંગ્રેસને ખાસ કરીને પૂછવા માંગું છું અને તેમનું ઈકોસિસ્ટમ પણ મારા આ સવાલોને સમજશે. આ જે બધી વાતો મેં કહી છે, શું પંડિત નહેરુ કમ્યુનલ હતા? હું જરા જાણવા માંગું છું. શું પંડિત નહેરુ હિંદુ મુસ્લિમમાં ભેદ કરતા હતા? શું પંડિત નહેરુ હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા?

આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસને તકલીફ એ છે કે તે વાતો બનાવી કાઢે છે, જુઠ્ઠા વાયદાઓ કરે છે અને દાયકાઓ સુધી તે વાયદાઓને ટાળતી રહે છે. આજે અમારી સરકાર આપણા રાષ્ટ્ર નિર્માતાઓની ભાવનાઓ પર ચાલીને નિર્ણયો લઇ રહી છે તો કોંગ્રેસને તકલીફ થઇ રહી છે. અને હું ફરી એકવાર સ્પષ્ટતા કરવા માંગું છું, આ સદનના માધ્યમથી, આ દેશના 130 કરોડ નાગરિકોને, મોટી જવાબદારી સાથે, બંધારણની મર્યાદાઓને સમજતા આ વાત કહેવા માંગું છું- બંધારણની પ્રત્યે સમર્પણ ભાવ વડે કહેવા માંગું છું, દેશના 130 કરોડ નાગરિકોને કહેવા માંગું છું- સીએએ, આ કાયદાથી હિન્દુસ્તાનના કોઇપણ નાગરિક પર કોઇપણ પ્રકારનો કોઈ પ્રભાવ પડવાનો નથી. પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય,ઈસાઈ હોય, કોઈની પણ ઉપર નથી થવાનો. તેનાથી ભારતની લઘુમતીને કોઈ નુકસાન નથી થવાનું. તેમ છતાં જે લોકોને દેશની જનતાએ બહિષ્કૃત કરી દીધા છે તે લોકો વોટ બેંકની રાજનીતિ કરવા માટે આ રમત રમી રહ્યા છે.

અને હું જરા પૂછવા માંગું છું. હું કોંગ્રેસના લોકોને ખાસ કરીને પૂછવા માંગું છું, જેઓ લઘુમતીના નામ પર પોતાની રાજનીતિના રોટલા શેકી રહ્યા છે, શું કોંગ્રેસને 84ના દિલ્હીના રમખાણો યાદ છે, શું લઘુમતિઓની સાથે, શું તે લઘુમતી નહોતા? શું તમે, તે લોકોને આપણા શીખ ભાઈઓના ગળામાં ટાયર બાંધી બાંધીને તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહી, શીખ રમખાણોના આરોપીઓને જેલમાં મોકલવા સુદ્ધાનું કામ તમે લોકોએ જ કર્યું કે નથી કર્યું. એટલું જ નહી, આજે જેમની ઉપર આરોપ લાગેલા છે, શીખ રમખાણોને ઉત્તેજિત કરવા માટેના જેમની ઉપર આરોપો લાગેલા છે, તેમને આજે મુખ્યમંત્રી બનાવી દો છો. શીખ રમખાણોના આરોપીઓને સજા આપવામાં તે આપણી વિધવા માતાઓને ત્રણ ત્રણ દાયકા સુધી ન્યાયની માટે રાહ જોવી પડે છે. શું તે લઘુમતી નહોતી? શું લઘુમતી માટે બે બે ત્રાજવા હોય છે? શું આ જ તમારી રીતભાતો રહેશે?

આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસ પક્ષ જેણે આટલા વર્ષો સુધી દેશ પર રાજ્ય કર્યું, આજે તે દેશનું દુર્ભાગ્ય છે કે જેની પાસે એક જવાબદાર વિપક્ષના રૂપમાં દેશની અપેક્ષાઓ હતી, તે આજે ખોટા રસ્તા પર ચાલી નીકળ્યા છે. આ રસ્તો તમને પણ મુસીબતમાં નાખવાનો છે, દેશને પણ સંકટમાં નાખનારો છે. અને આ ચેતવણી હું એટલા માટે આપી રહ્યો છું કે આપણને બધાને દેશની ચિંતા થવી જોઈએ, દેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા થવી જોઈએ.

તમે વિચાર કરો, જો રાજસ્થાનની વિધાનસભા કોઈ નિર્ણય કરે, કોઈ વ્યવસ્થા ઉભી કરે અને રાજસ્થાનમાં તે કોઈ માનવા માટે તૈયાર જ ના હોય, સંઘો ઝુલુસ કાઢે, હિંસા કરે, આગ લગાડે, તમારી સરકાર છે- શું સ્થિતિ બનશે? મધ્યપ્રદેશ- તમે ત્યાં બેઠા છો. મધ્યપ્રદેશની વિધાનસભા કોઈ નિર્ણય કરે અને ત્યાંની જનતા તેની વિરુદ્ધ આ જ રીતે નીકળી પડે, શું દેશ આ રીતે ચાલી શકે છે ખરો?

તમે આટલું બધું ખોટું કર્યું છે એટલા માટે જ તો ત્યાં બેસવું પડ્યું છે. આ તમારા જ કરતૂતોનું પરિણામ છે કે જનતાએ તમને ત્યાં બેસાડ્યા છે. અને એટલા માટે લોકશાહી રીતે દેશમાં પ્રત્યેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો હક છે. પરંતુ જુઠ્ઠાણું અને અફવાઓ ફેલાવીને લોકોને ગુમરાહ કરીને આપણે કોઈ દેશનું ભલું નહી કરી શકીએ.

અને એટલા માટે આજે બંધારણની વાતો કરનારાઓને વિશેષ રૂપે આગ્રહ કરું છું, આવો-

બંધારણનું સન્માન કરીએ.

આવો- સાથે હળીમળીને દેશને ચલાવીએ.

આવો- દેશને આગળ લઇ જઈએ. 5 ટ્રીલીયન ડોલર ઈકોનોમીની માટે એક સંકલ્પ લઈને આપણે ચાલીએ.

આવો- દેશના 15 કરોડ પરિવાર, જેમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, તે પહોંચાડવાનો સંકલ્પ કરીએ.

આવો- દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાનું કામ છે તેને આપણે સાથે મળીને આગળ વધારીએ જેથી તેમને પાકું ઘર મળે.

આવો- દેશના ખેડૂત હોય, માછીમાર હોય, પશુપાલક હોય, તેમની આવક વધારવા માટે આપણે કામોને સફળતાપૂર્વક આગળ વધારીએ.

આવો- દરેક પંચાયતને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપીએ.

આવો- એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ લઈને આપણે આગળ વધીએ.

આદરણીય અધ્યક્ષજી, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સાથે હળીમળીને આગળ વધીએ, એ જ એક ભાવના સાથે હું આદરણીય રાષ્ટ્રપતિજીને અનેક-અનેક આભાર પ્રગટ કરું છું, અને હું મારી વાણીને વિરામ આપું છું. તમારો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું.



(Release ID: 1602478) Visitor Counter : 441