મંત્રીમંડળ

મંત્રી મંડળે ભારત અને શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે એલાયન્સ એરને મંજૂરી આપી

Posted On: 05 FEB 2020 1:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે એર ઇન્ડિયાની 100% સહાયક કંપની એલાયન્સ એરને ભારત અને શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉડાન ભરવા માટે કાર્યોત્તર મંજુરી આપી છે. વચગાળાના સમય માટે વિશેષ મંજૂરી આપતાં કહેવાયું છે કે એલાયન્સ એર ઓછામાં ઓછા 20 વિમાન અથવા કુલ ક્ષમતાના 20%  જે કામગીરી ઘરેલુ સંચાલનમાં વધારે હોય એને અનુસરવું.

 

શ્રીલંકા સાથે ભારતના ગાઢ દ્વિપક્ષીય સંબંધો છે અને સરકારનો ધ્યેય કનેક્ટિવિટી વધારવાનો છે અને બંને દેશોના લોકો વચ્ચેના સંપર્કોને વિસ્તૃત કરવાનો છે. આ મંજૂરી પહેલાં પેલે અને બાટિકોલોઆ એરપોર્ટ્સથી કોઈ વ્યવસાયિક કામગીરી નિર્ધારિત નહોતી.

 

SD/GP/DS



(Release ID: 1601992) Visitor Counter : 148